________________
પ૩૪- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [સારણાદિ ન કરવામાં દોષ
વિશેષાર્થ– “કાલ આદિના' એ સ્થળે આદિ શબ્દથી ક્ષેત્ર વગેરેનું ગ્રહણ કરવું. આનાથી એટલે છત્રીસગુણોના સમુદાયથી. એકાદગુણથી વિહીન એટલે એક, બે, ત્રણ વગેરે ગુણોથી રહિત. ગુરુ કદાચ એકાદિગુણથી વિહીન હોય તો પણ તેમાં ગીતાર્થપણું અને સારાવારણા-ચોયણા-પડિચોયણામાં કંટાળાનો અભાવ એ બે ગુણો વિશેષથી જોવા જોઇએ. આથી મૂળ ગાથામાં ગીતાર્થ અને સારણા આદિમાં તત્પર આ બે વિશેષણો ગુરુના કહ્યા છે. અગીતાર્થ આ લોકમાં અને પરલોકમાં મહાદુઃખરૂપ સાગરમાં પોતાને અને બીજાને નાખે છે. આ હકીકત ગ્રંથકાર આગળ કહેશે અને જિનશાસનમાં પ્રસિદ્ધ પણ છે. સારણા આદિના અભાવમાં થનારા દોષોને હમણાં જ કહેવામાં આવશે. આ બે ગુણો ગુરુમાં પ્રયત્નથી જોવા જોઇએ. સારણા અને વારણા આદિની વિશેષતા હવે પછી કહીશું [૩૩૦].
જો ગુરુ શિષ્યને ભક્ત-પાન-વસ્ત્રાદિ આપવા દ્વારા શિષ્ય પ્રત્યે વત્સલ થાય તો આટલાથી ગુરુ સુંદર છે, સારણાદિથી શું? આવી આશંકા કરીને કહે છે
जीहाएवि लिहन्तो, न भद्दओ जत्थ सारणा नत्थि । दंडेणवि ताडतो, स भद्दओ सारणा जत्थ ॥ ३३१॥
જે ગુરુમાં સારણા ન હોય તે ગુરુ જીભથી પણ ચાટતો હોય તો પણ સારો નથી. જે ગુરુમાં સારણા હોય તે ગુરુ દાંડાથી પણ મારતો હોય તો પણ સારો છે.
વિશેષાર્થ- જેવી રીતે ઉત્તમ ગાયો (કે બળદો) અન્ય ગાયને (કે બળદને) પ્રીતિપૂર્વક જીભથી ચાટે છે તેમ જે ગુરુ પણ અતિશય વાત્સલ્યથી શિષ્યને જીભથી પણ ચાટતો હોય તે ગુરુ પણ જો તેમાં સારણા ન હોય તો સારો નથી. અહીં “જીભથી પણ ચાટતો હોય” એમ કહીને (ગુના) અતિશય વાત્સલ્યનું સૂચન કર્યું છે. અહીં “સારા” શબ્દ ઉપલક્ષણરૂપ હોવાથી વારણા વગેરે પણ સમજવું. [૩૩૧]
સારણા વગેરે ન કરવામાં ગુરુનો શો દોષ છે તે કહે છેजह सीसाइं निकिंतइ, कोई सरणागयाण जंतूणं । तह गच्छमसारंतो, गुरूवि सुत्ते जओ भणियं ॥ ३३२॥
જેવી રીતે કોઈ શરણે આવેલા જીવોના મસ્તકોને કાપે તે રીતે ગચ્છની સારણા નહિ કરતો ગુરુ પણ જાણવો. કારણ કે સૂત્રમાં (નીચે પ્રમાણે) કહ્યું છે' વિશેષાર્થ– જેવી રીતે કોઇ પાપકર્મી શરણે આવેલા પણ જીવોના મસ્તકોને છેદે,
૧. ગોપનિ નો
એ સ્થળે સિદ્ધ0 શ૦ અ૦ ૭ પાદ-૩ સુ.૧૦થી પ્રશસ્ત અર્થમાં
પ૬ પ્રત્યય લાગ્યો છે.