________________
ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગુરુના ગુણો-પ૩૩ (૩) હિતકરવાચના આપે. હિતવાચના તો જ થાય કે જો સૂત્ર, અર્થ કે તદુભય શિષ્યને
પરિણમન આદિ ગુણોથી યુક્ત વિચારીને જે શિષ્યને જે યોગ્ય હોય તેને જ તેની
વાચના આપે. (૪) સૂત્રકે અર્થ સંપૂર્ણ પૂર્ણ થાય ત્યાં સુધી વાચના આપે, અસ્થિરતાના કારણે વચ્ચે પણ મૂકી ન દે. (૩) વિક્ષેપણાવિનય- વિક્ષેપણા વિનય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– (૧) મિથ્યાષ્ટિને મિથ્યામાર્ગથી દૂર કરીને સમ્યત્વધર્મ ગ્રહણ કરાવે. (૨) સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને તો ગૃહસ્થપણાથી દૂર કરીને દીક્ષા લેવડાવે. (૩) સમ્યકત્વથી કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને પતિતભાવથી દૂર કરીને ફરી ત્યાં જ સ્થાપે. (૪) સ્વયં ચારિત્રધર્મની જે રીતે વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તે, અર્થાત અનેષણીયના
પરિભોગાદિનો ત્યાગ કરવા દ્વારા અને એષણીયના પરિભોગાદિનો સ્વીકાર કરવા
દ્વારા ચારિત્રધર્મની વૃદ્ધિ કરે. (૪) દોષનિર્ધાતના વિનય–દોષનિર્ધાતના વિનય પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે(૧) ગુસ્સે થયેલાના ક્રોધને દેશનાદિથી દૂર કરવો. (૨). કષાય-વિષય આદિથી દુષ્ટનો તે ભાવ (=કષાય-વિષયભાવ) દૂર કરવો. (૩) ભક્ત-પાન સંબંધી કે પરદર્શનસંબંધી કાંક્ષા દૂર કરવી. (૪) સ્વયં ક્રોધદોષથી અને કાંક્ષાથી રહિત બનીને સારા વ્યાપારમાં પ્રવર્તવું.
આ પ્રમાણે કર્મને દૂર કરવાના કારણે વિનયપ્રવૃત્તિ ચાર પ્રકારે છે. આ પ્રમાણે ગુરુના આ પણ સર્વ છત્રીસગુણો છે. ગુરુના આ છત્રીસગુણોને બીજા બીજી રીતે જણાવે છે. તે આ પ્રમાણે–“જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારના આઠ આઠ ભેદો અને તપના બાર ભેદો, આ છત્રીસગુણો ગુરુના છે.” આ પ્રમાણે બીજી રીતે ગુણો જાણવા. [૩૨૯]
જો આમ છે તો પૂર્વોક્ત સર્વ સંપૂર્ણ ગુણો હમણાં સંભવતા નથી. ગુણોના અસંભવમાં ગુરુનો અસંભવ છે. ગુરુના અસંભવમાં શિષ્ય ઉત્પન્ન ન થાય. તેથી તીર્થના પણ વિચ્છેદનો પ્રસંગ આવે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
कालाइदोसवसओ, एत्तो एक्काइगुणविहीणोऽवि । होइ गुरू गीयत्थो, उज्जुत्तो सारणाईसु ॥ ३३०॥
કાલ આદિના દોષના કારણે આનાથી એકાદિગુણથી વિહીન પણ જે ગીતાર્થ હોય અને સારણા આદિમાં તત્પર હોય તે ગુરુ છે.
૧. વિનતિ-નાગતિ સનવનેશવરમષ્ટારિ સ વિનયઃ સકલ ક્લેશને કરનારા આઠપ્રકારના કર્મનો જે
નાશ કરે તે વિનય. આમ વિનય કર્મને દૂર કરનાર હોવાથી અહીં “કર્મને દૂર કરવાના કારણે” એમ કહ્યું.