________________
૫૩૦- ગુરુકુલવાસ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગુરુના ગુણો
આઠ પ્રકારની સંપત્તિ છે. તે આ પ્રમાણે- આચારસંપત્તિ, શ્રુતસંપત્તિ, શરીર-સંપત્તિ, વચનસંપત્તિ, વાચનાસંપત્તિ, મતિસંપત્તિ, પ્રયોગમતિસંપત્તિ અને સંગ્રહપરિŪસંપત્તિ. આ આઠમાં દરેક સંપત્તિ ચાર ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે–
(૧) આચારસંપત્તિ- આચારસંપત્તિ સંયમવયોગયુક્તતા, અસંપ્રગ્રહ, અનિયતવૃત્તિ અને વૃદ્ધશીલતા એમ ચાર પ્રકારે છે.
(૧) સંયમધ્રુવયોગયુક્તતા– સંયમ એટલે ચારિત્ર. ધ્રુવ એટલે નિત્ય. યોગ એટલે સમાધિ. તેમાં યુક્તતા તે યોગયુક્તતા. અર્થાત્ સંયમમાં સતત ઉપયોગ.
(૨) અસંપ્રગ્રહ– સં એટલે ચારે તરફથી, પ્ર એટલે પ્રકર્ષથી, અર્થાત્ જાતિ-શ્રુત-તપ-રૂપ આદિના પ્રકર્ષથી આત્માનું ગ્રહણ કરવું, એટલે કે હું જ જાતિમાન છું ઇત્યાદિ રૂપે અવધારણ કરવું તે સંપ્રગ્રહ. સંપ્રગ્રહનો અભાવ તે અસંપ્રગ્રહ, અર્થાત્ જાતિ આદિનું અભિમાન ન કરવું તે અસંપ્રગ્રહ.
(૩) અનિયતવૃત્તિ– અનિયત વિહાર કરવો.
(૪) વૃદ્ધશીલતા– શરીરમાં અને મનમાં સ્થિરસ્વભાવતા, અથાત્ નિર્વિકારપણું.
(૨) શ્રુતસંપત્તિ- શ્રુતસંપત્તિ બહુશ્રુતતા, પરિચિતશ્રુતતા, ધોષવિશુદ્ધિકરણતા, ઉદાત્તાનુદાત્તાદિ સ્વર વિશુદ્ધિના આરાધક એમ ચાર પ્રકારે છે.
(૩) શરીરસંપત્તિ- શરીરસંપત્તિ આરોહપરિણાહયુક્તતા, અનવત્રાપ્યતા, પરિપૂર્ણેન્દ્રિયતા અને સ્થિરસંહનનતા એમ ચાર પ્રકારે છે.
(૧) આરોહપરિણાહયુક્તતા- આરોહ એટલે લંબાઇ. પરિણાહ એટલે વિસ્તાર (=પહોળાઇ), આરોહ અને પરિણાહ એ બંને લક્ષણ અને પ્રમાણથી યુક્ત હોય.
(૨) અનવત્રાપ્યતા= અવત્રાપ્ય એટલે લજ્જા. લજ્જાનો અભાવ તે અનવત્રાપ્યતા, અર્થાત્ લક્ષણોથી સંપૂર્ણ હોવાથી અને સર્વ અંગો પરિપૂર્ણ હોવાથી બધાયથી શરમાવાને યોગ્ય ન હોય.
(૩) પરિપૂર્ણન્દ્રિયતાચક્ષુ વગેરે ઇન્દ્રિયો હણાયેલી ન હોય.
(૪) સ્થિરસંહનનતા– સ્થિર એટલે દૃઢ, સંહનન એટલે શરીરનો બાંધો, અર્થાત્ શરીરનો બાંધો મજબૂત હોય.
૧. ટીકામાં મૂકેલી સાક્ષિ ગાથા પ્રવચનસારોદ્વારમાં ૫૪૨મી ગાથા છે. પ્રસ્તુત ટીકામાં તેનો ભાવાર્થ બધોય આવી જતો હોવાથી અનુવાદમાં તે ગાથાનો અર્થ લખ્યો નથી.
૨. મુદ્રિતપ્રતમાં મૈં છૂટી ગયો હોય તેમ લાગે છે.
૩. મુદ્રિતપ્રતમાં સ્થિરસંહનનતા પદની વ્યાખ્યાવાળું લખાણ છૂટી ગયું લાગે છે.