________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા(પુષ્પમાલા) [રાગાદિજ જીતવા યોગ્ય છે-પર૫ શત્રુ, વિષ, પિશાચ, વેતાલ, અને પ્રજ્વલિત અગ્નિ પણ જે અનર્થ નથી કરતો તે અનર્થ કુપિત થયેલા રાગાદિ દોષો કરે છે.
વિશેષાર્થ- શત્રુ વગેરે માત્ર આ લોકનું દુઃખ આપવામાં પણ સંશયવાળા છે, એટલે કે શત્રુ વગેરે આ લોકનું દુઃખ આપે જ એવો નિયમ નથી, ન પણ આપે. પણ રાગાદિ તો પરલોકમાં પણ અનંતભવો સુધી અગણિત દુઃખ આપનારા છે. માટે શત્રુ અને વિષ આદિથી રાગાદિ જ અનંતગણું અનર્થ કરનારા છે. આથી તે જ યત્નપૂર્વક જીતવા યોગ્ય છે. [૩૨૦]
હવે રાગાદિ વિપાકના અને તેના જયના ફલનું કથન અનંત છે, અર્થાત્ રાગાદિ વિપાકના ફળનું અને તેના જયના ફલનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ અંત ન આવે તેવું છે, એમ જોતા ગ્રંથકાર સંક્ષેપથી ઉપસંહાર કરીને ઉપદેશને કહે છે
जो रागाईण वसे, वसम्मि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसोक्खाइं ॥ ३२१॥
જે રાગાદિના વશમાં રહે છે તે સઘળાં દુઃખોના વશમાં રહે છે. રાગાદિ જેના વશમાં છે, સઘળાં સુખો તેના વશમાં રહે છે.
' વિશેષાર્થ– આથી રાગાદિ દોષો જ જીતવા યોગ્ય છે, પણ રાગાદિને વશ (=આધીન) ન બનવું. [૩૨૧]
જેમણે કષાયોને જીતી લીધા છે એવા જિનોએ જીવોને અતિગહન કષાયરૂપ શત્રુપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે (=હમણાં જણાવ્યું તે પ્રમાણે) કહ્યું છે. તે સ્વરૂપને એ પ્રમાણે મનમાં વિચારીને પ્રમાદનો દૂરથી ત્યાગ કરીને (એ શત્રુઓને કાપવા માટે) સમતા રૂ૫ તીક્ષ્ણ તલવારને ધારણ કરવા માટે ઉદ્યમ કરો. [૧] જો સકલજનના શત્રુઓ, ધર્મનો નાશ કરનારા અને કુગતિમાર્ગના રથ સ્વરૂપ કષાયો ન હોત તો કોણ પરમ સુખસમૃદ્ધિને ન પામત? અને કોણ જગતમાં કંઈપણ દુઃખને પ્રાપ્ત કરત? [૨].
આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં
ભાવના અધિકારમાં કષાયનિગ્રહરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં કષાયનિગ્રહરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
કર્ક