________________
પ૨૪-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દષ્ટાંતો નીકળવા દેતી નથી. વિષયોમાં રાગી તે બળાત્કારે નીકળીને અન્ય અન્ય સ્ત્રીઓના ઘરોમાં ભમે છે. આથી એકવાર ગુસ્સે થયેલી તે સ્ત્રીએ ઘરમાંથી નીકળતા તેને જોરથી પકડીને ઘરમાં રાખ્યો. તો પણ તે રહેતો નથી. તેથી અધિક વૈષને પામેલી તે તેની જ છૂરીથી પેટમાં ગાઢ મારે છે. મૂર્છાથી તેની આંખો બંધ થઈ ગઈ અને તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હવે તે સ્ત્રી ભાગીને ક્યાંક જઈને સંતાઈ ગઈ. પછી તે કોઈ પણ રીતે ધીમે ધીમે પોતાના ઘરે ગયો. પાંચસો પણ પત્નીઓએ આ શું થયું? એમ પૂછ્યું: તો પણ તે સાચું કહેતો નથી અને પ્રશ્નોના સેંકડો (ખોટા) ઉત્તરો આપે છે. તેની દુનીતિઓથી (=અનુચિત આચરણોથી) ઉગ પામેલા સ્વજનો ત્યાં તેની સામે પણ આવતા નથી, અર્થાત્ તેને કોઈ બોલાવતા પણ નથી. પછી પત્નીઓએ આ વિચાર્યું કે, તેણે આપણને ભેગી કરીને કેદખાનામાં નાખી દીધી છે, અને પોતે તો અન્ય સ્થળોમાં ભમે છે, અનુચિત આચરણ કરતો રહે છે. હમણાં જે આ થયું તે અનુકૂલ જ છે. તેથી એને બહાર કાઢીને આપણે સ્વેચ્છાથી ફરીએ. અહીં બહુ કહેવાથી શું? આ પ્રમાણે બધીય પત્નીઓએ સાથે મળીને એને મારવા માટે મહાવિષ તૈયાર કર્યું. પછી ભોજનની સાથે એને મહાવિષ આપ્યું. મહાવેદનાથી ઘેરાયેલો તે મરીને ચંડાલના ઘરમાં નપુંસકપણે ઉત્પન્ન થયો. તે ભવમાં પણ પાપોનું ઉપાર્જન કરીને ત્રીજી પૃથ્વીમાં ગયો.
પ્રદ્વેષના કારણે ઘણા લોકોની સાથે ઝગડતા નંદે પણ કોઇવાર દુકાનના પાડોશીની સાથે ઝગડો કર્યો. તેણે પણ તેને શિલાખંડથી ખાણમાં તે રીતે ભેદી નાખ્યો કે જેથી તે મરીને પહેલી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો.
આ પ્રમાણે રાગ-દ્વેષની પરાધીનતાથી પીડિત ચારેય આ ભવમાં પણ મરણને અંતે થનારા દુઃખને પામ્યા. વળી આગળ જે અનંત ભવો સુધી ભમશે અને પગલે-પગલે જે દુઃખોને પામશે તેને કહેવા માટે સર્વ આયુષ્યથી પણ કોઈપણ સમર્થ ન થાય. તેથી આ વિગતને જાણીને અપ્રમત્ત બનીને પરિણામે વિરસ અને દુર્જયશત્રુ એવા આ રાગ-દ્વેષ બંનેને જીતો. [૩૧૮-૩૧૯]
આ પ્રમાણે લક્ષ્મીધર આદિનું કથાનક પૂર્ણ થયું. આ રાગ-દ્વેષ આ લોકમાં અને પરલોકમાં અનંત દુઃખ આપનારા છે, આથી આ નિશ્ચય કરાય જ છે, શું નિશ્ચય કરાય છે તે કહે છે
सत्तू विसं पिसाओ, वेयालो हुयवहोऽवि पजलिओ । तं न कुणइ जं कुविया, कुणंति रागाइणो देहे ॥ ३२०॥
૧. સુહિં ના સ્થાને સર્દિ જોઈએ.