________________
પ૨૬- ગુરુકુલવાસ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગુરુના ગુણો
ગુરુકુલવાસાર હવે ગુરુકુલવાસ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
पुव्वुत्तगुणा सव्वे, दसणचारित्तसुद्धिमाईया । हुंति गुरुसेविणो, च्चिय गुरुकुलवासं अओ वोच्छं ॥ ३२२॥
પૂર્વે કહેલા દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ વગેરે ગુણો ગુરુની સેવા કરનારને જ હોય છે. આથી હવે ગુરુકુલવાસને કહીશ.
વિશેષાર્થપૂર્વે (ગાથા-૮૭માં) સમ્યકત્વ, ચારિત્ર, ઇન્દ્રિયજય અને કષાયનિગ્રહદ્વારમાં જે સમ્યકત્વશુદ્ધિ, ચારિત્રશુદ્ધિ, ઇન્દ્રિયજય અને કષાયજય રૂપ ગુણો કહ્યા છે, તે સઘળાય ગુણો ગુરુસેવામાં પ્રવૃત્ત થયેલાને જ હોય છે. કારણ કે ગુરુના ઉપદેશથી જ તે ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે. આથી હવે પછી ગુરુકુલવાસને કહીશ. [૩૨૨] .
હવે પ્રસ્તુતારમાં જે અર્થો કહેવામાં આવશે તે અર્થોની સંગ્રહગાથાને કહે છે– को य गुरू ? को सीसो ?, के य गुणा गुरुकुले वसंतस्स? । तप्पडिवक्खे दोसा, भणामि लेसेण तत्थ गुरुं ॥ ३२३॥
ગુરુ કેવા હોય? શિષ્ય કેવો હોય? ગુરુકુલમાં રહેનારને કયા ગુણો થાય? ગુરુકુલનો ત્યાગ કરનારને ક્યા દોષો થાય? તે કહીશ. તેમાં સંક્ષેપથી ગુરુને કહું છું.
વિશેષાર્થ– (૧) ગુરુ કેવા ગુણોથી યુક્ત હોય, (૨) શિષ્ય કેવા ગુણોથી યુક્ત હોય, (૩) ગુરુકુલમાં રહેનાર શિષ્યને કયા ગુણો ( લાભો) થાય, (૪) ગુરુકુલનો ત્યાગ કરનાર શિષ્યને કયા દોષો (=અનર્થો) થાય તે પણ કહીશ. આ ચાર અધિકારોમાં સંક્ષેપથી ગુરુના ગુણોનું કથન કરવા દ્વારા ગુરુને કહું છું. [૩૨૩]
ગુરુ કેવા ગુણોથી યુક્ત હોય તે જ કહે છેविहिपडिवनचरित्तो, गीयत्थो वच्छलो सुसीलो य । सेवियगुरुकुलवासो, अणुयत्तिपरो गुरू भणिओ ॥ ३२४॥
જેણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો હોય, જે ગીતાર્થ, વત્સલ અને સુચારિત્રી હોય, જેણે ગુરુકુલવાસનું સેવન કર્યું હોય, અને જે અનુવર્તના કરવામાં તત્પર હોય, તેને ગુરુ કહ્યા છે.