________________
દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૨૧
મોહરાજાના દુષ્ટ સૈન્યને વશ બનેલા તેને તે રીતે કુવિલ્પો થાય છે કે જેથી તે સંપૂર્ણ નગરમાં દ્વેષને ધારણ કરે છે. તે કોઇની ઋદ્ધિને સહન કરી શકતો નથી, કોઇકની મોટી અજ્ઞાતકીર્તિને સહન કરી શકતો નથી. તે ક્યાંક લોક ઉપર એમ જ નિરર્થક દ્વેષ ધારણ કરે છે. જે વણિક વગેરે લોકો તેના ઘરની કે દુકાનની નજીક વસે છે તેમના ઉપ૨ જે દ્વેષ ધારણ કરે છે તે દ્વેષને તો કહેવાનું પણ શક્ય નથી. જો તેમને એક રૂપિયો પણ ઉપાર્જન કરતા જુએ, અને તેમના ઘરોમાં માત્ર ઉત્સવને પણ જુએ તો તેના હૃદયરૂપ ઘાસની ઝૂંપડીમાં દ્વેષરૂપ અગ્નિ તેવી રીતે સળગે છે કે જેથી તેના પૂર્વભવમાં કરેલા પણ સુચરિત્રરૂપ વૈભવને બાળી નાખે છે. આ પ્રમાણે દ્વેષ કરતો અને ગર્વસહિત અનુચિત બોલતો તે બંધન, તાડન અને રુકાવટ વગેરે દુઃખોને પામે છે.
ચારે પુત્રોના આ રીતે વિરુદ્ધ આચરણોને જોતો અને કોઇપણ રીતે હર્ષને ન પામતો વરુણ આ પ્રમાણે વિચારે છે- જુઓ, મૂઢલોક જે પુત્રોના માટે ક્લેશ પામે છે તે પુત્રોનો આ પરિણામ છે કે, જે પરિણામ સાંભળવામાં આવે તો પણ ભયંકર છે. (૧૫) થયેલા પુત્રોથી સુખ થશે એ વાત તો દૂર રહો, મારે અનુપમ દુઃખ જ થયું અને ધર્મમાં અંતરાય થયો. તેથી અસાર અને કેવળ દુઃખના જ ઘરરૂપ આ મારા ગૃહવાસથી સર્યું, તેથી પરલોકનું હિત જ કરું. વરુણ જેટલામાં ત્યાં આ પ્રમાણે વિચારી રહ્યો છે તેટલામાં કેવળીએ તેના આ પરિણામને જાણ્યો. હવે ક્રમથી વિહાર કરતા વિજયનામના કેવલી ત્યાં પધાર્યા. દેવોએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસીને શ્રેષ્ઠધર્મને કહે છે. તેમના આગમનને સાંભળીને મેઘના આગમનમાં મોરની જેમ હર્ષને પામતો તે તેમને વંદન કરવા માટે જાય છે.
ત્યાં કેવળીએ વિસ્તારથી ધર્મ કહ્યો એટલે સંવેગને ધારણ કરતો વરુણ અવસરે પૂછે છે કે, હે ભગવન્! મારા ચારેય પુત્રો દોષના સાગર કેમ થયા? જ્ઞાની કહે છે કે, તારા પુત્રોનો સ્વરૂપથી ક્યાંય એક પણ દોષ નથી. તું જેટલા દોષોને કહે છે તેટલા આ દોષો ઉપાધિથી થયેલા છે. વિસ્મય પામેલો વરુણ કહે છે કે, હે ભગવન્! મારા ઘરમાં તેઓ જ છે, તેના સિવાય બીજો તો કોઇ નથી કે જેના સાંનિધ્યથી તેઓ આ પ્રમાણે દુષ્ટપણાને પામે. તેથી કેવળીએ કહ્યુંઃ આ સાચું છે કે, તારા ઘરમાં અન્યલોક એકાંતે સુખ આપનાર ચારિત્રરાજાના સૈન્યના સંગથી શુભ આચરણવાળો છે. તેથી અન્યલોક આવી બુદ્ધિ ન આપે. પણ આ દોષ આગંતુક છે=આગંતુકથી (=નવા આવનારા બીજાથી) થયેલો છે. વરુણે કૌતુકથી પૂછ્યું: હે નાથ! તે આગંતુક કોણ છે? તેથી કેવળીએ તેને મોહરાજાની ચિંતા વગેરે વૃત્તાંત કહ્યો. તે બધું સાંભળીને કેવળીના વચનનો પરમાર્થ તેના હૃદયમાં પરિણમી ગયો. સંવેગરસને આધીન બનેલા હૃદયવાળો વરુણ ફરી પણ મુનીશ્વરને નમીને