________________
૫૨૦-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં ઉપદેશમાલા(પુષ્પમાલા)
[ક્રમશઃલક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો અગ્નિ, સર્પ અને સિંહ કરતો નથી. (૧૦૦) દ્રવ્યો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. અન્યના સંગથી અન્ય જેવા બની જાય તે ભાવુક છે. અન્યનો સંગ થવા છતાં અન્ય જેવા ન બને તે અભાવુક છે. તેમાં વૈસૂર્યમણિ અન્ય કાચ વગેરેથી ભાવિત ન કરી શકાય તેવો અભાવુક દ્રવ્ય છે. સંસારીજીવ ભાવુક દ્રવ્ય છે. આથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલદી દોષોથી ભાવિત કરાય છે. જેવી રીતે લવણની ખાણ વગેરેમાં કાષ્ઠ વગેરે લવણ વગેરેના પરિણામને પામે છે તે જ રીતે નિર્ગુણોમાં (=દોષિત મનુષ્યોની સાથે રહેલા) ગુણવાન પણ મનુષ્યો નિર્ગુણભાવને પામે છે. જે જેવાની સાથે મૈત્રી (=સંબંધ) કરે છે તે જલદી તેવો થાય છે. પુષ્પોની સાથે રહેતા તલ પણ પુષ્પના ગંધવાળા બની જાય છે. તેથી પાપમાર્ગમાં તત્પર એમના સંગને છોડીને એકલો પણ તું પોતાને શુદ્ધમાર્ગમાં સ્થાપિત કર.
વરુણે આ પ્રમાણે કહ્યું એટલે દ્વેષગજેન્દ્ર સમયને જાણીને કોઇપણ રીતે તે પ્રમાણે નંદને પ્રેરણા કરી કે જેથી નંદ વરુણની ઉપર અતિશય દ્વેષવાળો થયો. એકાંત-હિતકર પણ વરુણના વચનને કેવળ અહિતકર માનતો તે વરુણને આ કહે છે- જેવી રીતે નિર્દોષ પ્રવૃત્તિવાળા પણ મારા બંધુઓને ઘરમાંથી બહાર કાઢ્યા તેમ શું મને પણ બહાર કાઢવાને ઇચ્છો છો? તમારા બીજા મનોરથો સિદ્ધ થશે, પણ આ (=મને જુદો કરવાના) મનોરથો સિદ્ધ નહિ થાય. હે વૃદ્ધ! તમે હમણાં સકલગુણોથી યુક્ત આ સ્વબંધુઓની સાથે મારા પણ સંબંધમાત્રને સહન કરતા નથી. તેથી જો મને સંતોષ પમાડવો હોય તો કહેલું (ફરી) ન કહેવું. ઇત્યાદિ ખોટા દોષસમૂહને બોલતો તે દ્વેષને પામ્યો. તેને માતા અને પરિવારે કહ્યું: અરે! આ પ્રમાણે ન બોલ. કારણ કે જગતમાં માતા-પિતાના ઉપકારનો બદલો સેંકડો ઉપકારોથી પણ વાળવો દુષ્કર છે. સંતાન પ્રત્યે વાત્સલ્યભાવવાળા માતા-પિતા પુત્રોને કોઇપણ રીતે અહિતકર કહેતા નથી. તેથી નંદ માતા અને પરિવાર ઉપર પણ અતિશય દ્વેષભાવ કરે છે, અને અનુચિત બોલે છે. તેથી તે બધા વરુણને કહે છે કે, હે શેઠ! મોહને આધીન બનેલા અને પાપી એવા આને તમારે કાંઇપણ ન કહેવું. કારણ કે અસદ્ આગ્રહથી ખિન્ન કરાયેલા જીવો વિષે માતા-પિતા વગે૨ે પૂજ્યોની ઉપેક્ષા જ ઉચિત છે. હવે શેઠ મૌન રહેલો હોવા છતાં પુત્રોના અવિનયથી સંતાપને ધારણ કરતો કષ્ટથી દિવસો પસાર કરે છે.
દ્વેષગજેન્દ્રથી દરરોજ પ્રેરાયેલો નંદ પણ માતા-પિતાને અને પરિજનને જોઇને પણ પ્રદ્વેષથી અધિક બળે છે. સ્વગૌરવથી કોઇ તેને કંઇપણ કહેતા નથી તેથી તે સ્વતુચ્છપણાથી એમ માનવા લાગ્યો કે ચોક્કસ સંસારમાં પ્રદ્વેષથી દુઃખથી જોઇ શકાય તેવા પુરુષનો લોક પરાભવ કરતો નથી. જો, ચંદ્ર શીતલ છે તો કલંકથી સહિત છે, સૂર્ય નહિ. આ પ્રમાણે