________________
૫૧૮-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં 3ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાંદષ્ટાંતો નથી. સ્નેહથી યુક્ત પણ આ પુત્ર વગેરે સ્વજનો વ્યાધિ-મરણથી ઉત્પન્ન થયેલા દુઃખો આવે છે ત્યારે કયારે પણ દુઃખોનો વિભાગ કરતા નથી=વહેંચી લેતા નથી. તેથી અસ્થાને આ રાગને છોડીને તું દુઃખરૂપ સમુદ્રમાં પડેલા જીવો માટે પરમવહાણ સમાન જિનધર્મને કર. હવે સુંદર કહે છે કે, જેવી રીતે જંગલમાં દાવાનલોથી પર્વતો બળે છે, તેવી રીતે પુત્રરહિત અનાથ જીવો ઘણા લાખો દુઃખોથી બળે છે. ધર્મનું પણ આ ફલ છે કે આવા પ્રકારના પુત્રો પ્રાપ્ત થાય છે. તેથી પુત્રોને જેમ તેમ રાખીને ધર્મ કરવો તે પણ મૂર્ખતા છે. હવે આ પ્રમાણે ઉલ્લંઠ વચનોને બોલતા તેને ફરી પણ પિતાએ ગુરુ દ્વારા કહેવડાવ્યું. તો પણ તેણે કંઇપણ ન માન્યું. પિતા પોતે કે પર દ્વારા કહેતો અટકતો નથી. તેથી તેને પિતા ઉપર દ્વેષ ઉછળ્યો. તેથી તે પણ તે જ પ્રમાણે જુદો થઈ ગયો. હવે તે લજ્જાને મૂકીને અને અન્ય સઘળી પ્રવૃત્તિને મૂકીને ઉન્મત્તની જેમ પુત્રનું જ ધ્યાન કરતો રહે છે.
અહંદત્તનો સ્ત્રીઓમાં કામરાગ આ તરફ વિષયરાગે પત્નીના પૂર્ણયૌવનમાં અવસર મેળવીને અહદત્તના ચિત્તને કામવિકારવાળું કરી નાખ્યું. તેથી તે ઘણા ઉપવનોથી રમણીય જુદા ભવનને કરાવે છે. તે ભવન શ્રેષ્ઠ ગીતોથી સુખદ અને નૃત્ય કરતા નાટકોથી યુક્ત હતું, કમલ, કુંદ, 'વિચકિલ વગેરે સર્વ ઋતુઓના પુષ્પોથી યુક્ત હતું, કપૂર, ચંદન અને અગધૂપમાં (૭૫) પ્રસરતી સુગંધવાળા સુગંધી પદાર્થોથી યુક્ત હતું, પોટલામાં રાખેલા સુગંધી સોપારીવાળા તંબોલના સેંકડો બીડાઓથી યુક્ત હતું, તૈયાર કરેલાં સૂક્ષ્મવસ્ત્રો, સુગંધી દ્રવ્યો અને તકિયાથી સહિત સુકોમળ ગાદલાઓથી યુક્ત હતું, કબૂતર-કબૂતરી અને મુખર પોપટ-મેનાથી યુક્ત હતું. આવા ભવનમાં તે પોતાની પત્ની સહિત વિષયોમાં તલ્લીન બને છે. હવે તેનો વિષયરાગ ઘણો વધ્યો. આથી એક પત્નીમાં તૃપ્ત ન બનતો તે રૂપવતી બીજી બીજી કન્યાઓને પરણે છે. એમ કરતાં કરતાં તેણે પાંચસો શ્રેષ્ઠ કન્યાઓને ભેગી કરી. તેમનાથી પણ સંતોષ નહિ પામતો લુબ્ધ પરસ્ત્રીઓની સાથે કામક્રીડા કરે છે. તેનો વિષયરાગ વૃદ્ધિ પામતાં અતિશય વધ્યો. આથી તે સ્પૃશ્યાસ્પૃશ્ય વિષયને અને કુલનારી કે કુલટાનારીને છોડતો નથી.
એને આ પ્રમાણે નિષ્ફર અને ધર્મવડે દૂરથી છોડાયેલો જાણીને વિશુદ્ધ હૃદયવાળો વરુણ તેને પણ હિતકર વાણીથી કહે છે કે, હે પુત્ર! અન્યકુલમાં ઉત્પન્ન થયેલા પણ મનુષ્યોને જે યોગ્ય નથી તેને તું સુકુલમાં ઉત્પન્ન થઈને પણ નિઃશંકપણે કરે છે. ન્યાયથી પ્રાપ્ત થયેલા પણ ભોગો આ ભવ-પરભવમાં દુઃખનું જ કારણ છે. તો પછી અન્યાય ભરેલી પ્રવૃત્તિ કરીને ભોગોથી સુખોને કેવી રીતે પ્રાપ્ત કરે? જો તને
૧. વિયફલ્ત(=વિવિ7) પુષ્પવિશેષ છે.