________________
દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાંદાંતો-૫૧૭ એકવાર તેનો પિતા વિચારે છે કે જે સર્વ સ્વમાર્ગને છોડી વીતરાગ દેવોનો અને મહાવ્રતધારી મુનિઓનો આ પ્રમાણે અવર્ણવાદ બોલે છે, તે મારો પુત્ર હોવા છતાં મારે બોલાવવાને માટે પણ યોગ્ય નથી. તેની સાથે એક સ્થળે રહેવું એ પણ બહુ વિરુદ્ધ જ છે. કારણ કે તેના સંગથી બાકીનું કુટુંબ પણ વિનાશ પામે. પોતાના શરીરનું અંગ પણ જો સડી ગયું હોય તો બાકીના શરીરના રક્ષણ માટે છેરાય છે. તેથી મિથ્યાદષ્ટિ આ પુત્રથી પણ મારે શું? (૫૦) ઇત્યાદિ વિચાર્યા પછી શેઠ તેને ઘરમાંથી કાઢી મૂકે છે. તેથી લક્ષ્મીધર પણ સ્વપત્નીને લઇને જુદો રહ્યો. માતા-પિતાની, ગુરુની અને દેવની નિંદા કરતો તે ઉન્મત્તની જેમ ફરે છે. કુમાર્ગમાં અનુરાગી બનેલો તે દૃષ્ટિરાગ વડે વિડંબના પમાડાયો.
સુંદરનો પુત્ર ઉપર સ્નેહરાગ આ તરફ લાખો માનતાઓને કરતા સુંદરને પણ કોઈ પણ રીતે પુત્ર થયો. તેથી અવસર મેળવીને સ્નેહરાગ ઘણો વિકાસ પામ્યો. નેહરાગથી મોહ પમાડાયેલ તે સદા પુત્રની પાસે જ રહે છે, મૂઢ તે રાત-દિવસ પુત્રને ખોળામાંથી મૂકતો નથી, તેના મળ-મૂત્રને સાફ કરે છે, તેને શાંત કરે છે, સ્નાન કરાવે છે, તેનાં અંગોને ધુવે છે, વારંવાર તેના મસ્તકે ચુંબન કરે છે. અતિશય અસંબદ્ધ સંભાષણોથી તેનું બહુ વર્ણન કરે છે. ઉપહાસ કરાવનારી વિવિધ ચેષ્ટાઓ કરે છે. માતાપિતાની લજ્જા તદન મૂકી દીધી. ઉપહાસ કરતા અન્યલોકને પણ ગણકારતો નથી. પુત્રને રાખવાના બહાનાથી સ્વપ્નમાં પણ ધર્મને સાંભળતો નથી. પત્ની પુત્રના પગોની શુદ્ધિ પણ કરતી નથી, સ્નાન કરાવતી નથી, ખવડાવતી નથી, વાત પૂછતી નથી. પુત્રસ્નેહથી મોહ પમાડાયેલ તે પત્નીને પણ ઘણું માને છે, એના પણ ચરણો વગેરેને ધુવે છે, ભયથી એની આજ્ઞામાં રહે છે. પછી પુત્ર જ્યારે ચાલે ત્યારે ક્ષણવાર પણ તેની પુંઠને મૂકતો નથી, અર્થાત્ તેની પાછળ પાછળ ચાલે છે. શિક્ષકની પાસે સ્વયં લઈ જાય છે અને ત્યાં પણ પોતે રહે છે. આ રીતે પુત્ર
જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પિતા જાય છે. જો કોઇપણ રીતે તેનું માથું પણ દુઃખે તો તે તેની ઉપર પડેલો રહે છે, અર્થાત્ તેની પાસે જ રહે છે, શોક કરે છે, સર્વથા શૂન-મૂન બનીને રડે છે. મૂઢાત્મા તે પ્રાય: ભોજન-સ્નાન વગેરે પણ કરતો નથી.
હવે પિતા તે રીતે સ્નેહરાગથી પાગલ બનેલા તેને ઘણીવાર કહે છે કે, હે વત્સ! પુત્રસ્નેહથી આટલો મૂઢ કેમ થઈ ગયો છે? ભવસમૂહમાં પરિભ્રમણ કરતા જીવો વડે પૂર્વે અનંતા પુત્રો મૂકાયા છે. પરલોકના કાર્યમાં પુત્રોથી રક્ષણ થયું નથી. આ લોકમાં પણ પોતાનું કાર્ય સિદ્ધ ન થાય ત્યારે પુત્ર વગેરે એકદમ જેવી રીતે વૈભવ અને જીવ જુદા થાય છે તે રીતે માતા-પિતાને પણ જુદા કરે છે. અર્થાત્ માતા-પિતાને એવી આપત્તિ આવે છે કે જેમાં વૈભવ અને અન્યજીવો માતા-પિતાને કામમાં આવતા નથી, તેમ પત્ર પણ કામમાં આવતો