________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા(પુષ્પમાલા) [કષાયોનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ-૫૧૩ માયા અને લોભ એ બંનેય રાગસ્વરૂપ છે, અર્થાત્ માયાથી વિભૂષિત લોભ પરિણામ જ રાગ એવા વ્યવહારને ભજનારો થાય છે. ક્રોધ અને માન એ બંનેના સંયુક્ત પરિણામને દ્વેષ કહ્યો છે. તેથી જો તું શાસ્ત્રમાં પ્રસિદ્ધ, સર્વોત્કૃષ્ટ સુખવાળા અને મુખ્ય એવા મોક્ષપદને ઇચ્છે છે તો રાગ અને દ્વેષ એ બંને ઉપર વિજય મેળવ. [૩૧૬]
હાથી અને અશ્વ વગેરે બાહ્ય જે કંઇપણ જીતવું જોઇએ, કે જેને જીતવાથી સુભટપણાનો વ્યવહાર પ્રાપ્ત થાય=“આ સુભટ છે” એમ કહેવાય, રાગ-દ્વેષ તો સ્વપરિણામરૂપ હોવાથી આત્માને આધીન જ છે, તેથી તેને જીતવા છતાં અહીં સુભટપણું શું છે? અર્થાત્ રાગ-દ્વેષને જીતવામાં સુભટપણું નથી. આવી આશંકા કરીને સૂત્રકાર કહે છે–
ससुरासुरंपि भुवणं, निजिणिऊणं वसीकयं जेहिं । ते रागदोसमल्ले, जिणंति जे ते जए सुहडा ॥ ३१७॥
જે રાગ-દ્વેષે સુર-અસુર સહિત સઘળાય વિશ્વને જીતીને પોતાને વશ કર્યું છે, તે રાગ-દ્વેષરૂપ મલ્લોને જે જીતે છે તે જગતમાં (સાચા) સુભટો છે.
વિશેષાર્થ– સુર એટલે ભવનપતિ વગેરે ચારેય પ્રકારના દેવો. અસુરશબ્દમાં રહેલ નમ્ (=અ) માત્ર પ્રસયનનો પ્રતિષેધ કરનાર છે, અર્થાત્ પર્યદાસનગ્ન છે. તથા પાસ: સદ પ્રાહી પ્રસથતુ નિષેધ=“પથુદાસનમ્ સમાનને ગ્રહણ કરે છે અને પ્રસજ્યનમ્ નિષેધ કરે છે” એવો ન્યાય છે. આથી અહીં અસુર એટલે દેવોનો અભાવ એવો અર્થ નથી, કિંતુ દેવ સિવાયના દેવસમાન બીજા જીવો એવો અર્થ છે. દેવ સિવાયના દેવસમાન બીજા જીવો નારક, તિર્યંચ અને મનુષ્યો છે. આથી અસુર એટલે નારક, તિર્યંચો અને મનુષ્યો. સુર-અસુર સહિત એટલે દેવ-નારક-તિર્યંચ-મનુષ્યોથી સહિત. વિશ્વને વશ કર્યું છે એટલે જીવોને સુખસમૂહરૂપ મુક્તિમાં જતા અટકાવીને અહીં જ સર્વદુઃખરૂપ સંસારમાં જ ભેગા કરીને પકડી રાખ્યા છે. આ રીતે સકલ જગતને જીતનારા રાગ-દ્વેષરૂપ મલ્લોને જિનવચનની વાસનાથી વાસિત અંત:કરણવાળા મહાસત્ત્વવંત કોઇક જ જીવો જીતે છે. આથી તે જ (સાચા)સુભટો છે, બીજાઓ નહિ. તે આ પ્રમાણેવાસુદેવ અને ચક્રવર્તી વગેરે યુદ્ધના મોખરે માત્ર એકલા પણ ક્રોડોની સંખ્યાવાળા પણ પરસૈન્યને ભાંગી નાખે છે અને સુભટ તરીકે પ્રસિદ્ધ છે. પણ જ્યારે પ્રેમ કરવાના સમયે અતિશય કુપિત થયેલી પત્ની પગથી લાત મારીને પ્રહાર કરે છે ત્યારે પ્રહારથી હણાયેલા અને રાગાદિથી વિડંબના પમાડાયેલા તે વાસુદેવ અને ચક્રવર્તી વગેરે પણ પત્નીના જ પગ દબાવવા વગેરે પ્રવૃત્તિ કરે છે. તેથી તિર્યંચ આદિ સામાન્ય બાલજનોને ઉચિત ચેષ્ટા કરવામાં પ્રવર્તેલા તે વાસુદેવ અને ચક્રવર્તી વગેરેનું સુભટપણે ક્યાંથી હોય? [૩૧૭]