________________
કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાય કયા ગુણનો ઘાત કરે છે-૫૧૧
હવે કયા કષાયો કયા ગુણનો ઘાત કરે છે તે કહે છેपढमाणुदए जीवो, न लहइ भवसिद्धिओऽवि सम्मत्तं । बीयाण देसविरइं, तइयाणुदयम्मि चारित्तं ॥ ३११॥ सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयओ हुंति । मूलच्छेजं पुण होइ, बारसण्हं कसायाणं ॥ ३१२॥
પ્રથમ કષાયોના ઉદયમાં ભવસિદ્ધિક પણ જીવ સમ્યકત્વને પામતો નથી. બીજા કષાયોના ઉદયમાં દેશવિરતિને અને ત્રીજા કષાયોના ઉદયમાં ચારિત્રને પામતો નથી. સઘળાય અતિચારો સંજવલન કષાયોના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયમાં ચારિત્રનો મૂલથી છેદ થાય છે.
વિશેષાર્થ – પ્રથમ એટલે અનંતાનુબંધી. ભવસિદ્ધિક એટલે જેની તે જ ભવમાં મુક્તિ થવાની હોય તે, અર્થાત્ ચરમશરીરી. ચરમશરીરી પણ જીવ અનંતાનુબંધી કષાયોનો ઉદય વર્તતો હોય ત્યારે સમ્યકત્વને પામતો નથી. તથા પૂર્વે પામેલું પણ સમ્યકત્વ અનંતાનુબંધી કષાયોનો ઉદય થતાં નાશ પામે જ એમ પણ જાણવું. બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં જીવ દેશવિરતિને પામતો નથી. અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદય થતાં પૂર્વે પ્રાપ્ત કરેલી પણ દેશવિરતિનો ત્યાગ કરે જ છે. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં જીવ ચારિત્રને પામતો નથી. પૂર્વે પ્રાપ્ત કરેલું પણ ચારિત્ર પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થતાં છોડી દે છે.
મેળવેલા પણ ચારિત્રની મલિનતાનું કારણ એવા મૂલગુણ-ઉત્તરગુણસંબંધી સઘળાય અતિચારો ચોથા સંજવલનકષાયોના ઉદયમાં થાય છે. અહીં કહેવાનો ભાવ આ છેસામાયિક આદિ પાંચ ચારિત્રોમાં યથાખ્યાતચારિત્ર સંજવલનકષાયોના ઉદયમાં સર્વથા જ પ્રાપ્ત કરી શકાતું નથી. શેષ પણ સામાયિક અને છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રમાં માલિન્ય ઉત્પન્ન કરનારા હોવાથી સંજવલનકષાયો દેશઘાતી જ છે. તો પછી સામાયિક આદિ શેષ ચારિત્રનો ઘાત કેવી રીતે થાય તે (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બાર પ્રત્યેક કે સમુદિત કષાયોના ઉદયમાં ચારિત્રનો મૂલથી છેદ થાય છે. કારણ કે બારકષાયોનો ઉદય થતાં સંપૂર્ણ ચારિત્રનો ઘાત કરનાર દોષસમૂહ વૃદ્ધિ પામે છે. દશ પ્રાયશ્ચિત્તોમાં મૂલ આઠમું પ્રાયશ્ચિત્ત છે. [૩૧૧-૩૧૨] .
કષાયનો નિગ્રહ કરવાથી થતા લાભને વિશેષથી કહેવામાં આવે તો આયુષ્ય