________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
सामन्नमणुचरंतस्स, कसाया जस्स उक्कडा हुंति ।
जाणाहि उच्छुपुष्पं, व निष्फलं तस्स सामन्नं ॥ ३०८ ॥
૫૧૦-કષાયનિગ્રહદ્વાર]
[ચારેકષાયોનો વિપાક
સાધુ જીવન જીવનારા જે મનુષ્યના કષાયો પ્રબળ હોય તેનું સાધુ જીવન ઇક્ષુના (=શેરડીના) પુષ્પની જેમ નિષ્ફળ બને એમ હું માનું છું. (શેરડીના પુષ્પોમાં ફળ ન થાય.) [૩૦૮]
जं अज्जियं चरित्तं, देसूणाएवि वासकोडीओ । तंपि य कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥ ३०९॥
દેશોન પૂર્વક્રોડ વર્ષો સુધી પણ જે ચારિત્ર ઉપાર્જિત કર્યું હોય=ચારિત્રની જે ઉત્તમ આરાધના કરી હોય, તેને મનુષ્ય માત્ર કષાય કરીને અંતર્મુહૂર્તમાં હારી જાય.
વિશેષાર્થ—અહીં ભાવાર્થ આ છે– કર્મભૂમિ અને અકર્મભૂમિ વગેરે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળાને વ્રત જ ન હોય. પૂર્વકોટિ આયુષ્યવાળાને પણ આઠ વર્ષ પછી જ દીક્ષા હોય. તેથી દેશોન (=કંઇક ન્યૂન) પૂર્વકોટિ સુધી પણ કોઇ દુષ્કર તપ યુક્ત ચારિત્રનું પાલન કરે, તો પણ જો કોઇક કર્મવશથી અંતે અંતર્મુહૂર્ત માત્ર પણ અનંતાનુબંધી કષાયના ઉદયમાં વર્તતો મરે તો તે બધું હારીને=નિષ્ફલ કરીને તેવા પ્રકારના કષાયની તીવ્રતાથી નરકોમાં પણ ઉત્પન્ન થાય. [૩૦૯]
તથા
जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणोऽवि पडिवायं ।
न हु भे वीससियव्वं, थेवेऽवि कसायसेसम्मि ॥ ३१० ॥
જો ઉપશાંત કષાય જીવ ફરી પણ અનંતકાળ સુધી પતનને પામે છે તો તમારે થોડો પણ કષાય બાકી રહ્યો હોય તો વિશ્વાસ ન કરવો.
વિશેષાર્થ— ઉપશાંતકષાય– જે જીવે સંપૂર્ણ મોહને ઉપશમાવી દીધો છે તે જીવ ઉપશાંતકષાય કહેવાય. ઉપશાંતકષાયજીવ અગિયારમા ગુણસ્થાને રહેલો હોય છે, અને કેવળજ્ઞાની સમાન ચારિત્રથી યુક્ત હોય છે. આવો પણ કોઇક જીવ જો કષાયના ઉદયથી અનંતકાળ સુધી ભવભ્રમણ કરવું પડે તેવા પતનને પામે છે, તો જેમના કષાયો ઉપશાંત થયા નથી તેવા તમારે અલ્પ પણ કષાય બાકી હોય તેવી અવસ્થામાં વિશ્વાસ ન કરવો=કષાયોની ઉપેક્ષા ન કરવી, કિંતુ કોઇની સાથે રહી ગયેલા અતિશય અલ્પ પણ કષાયને ક્ષમાપના વગેરેથી ઉપશમાવવો જ જોઇએ. [૩૧૦]