________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચારેકષાયોનો વિપાક-૫૦૯ દ્વારા સિંધુનદીના સામા કિનારાને સાધે છે, જેવી રીતે મિસ્રા ગુફામાંથી નીકળીને મધ્યખંડને સાધે છે. જેવી રીતે ઋષભકૂટપર્વતમાં પોતાનું નામ લખે છે, જેવી રીતે સેનાપતિ ગંગા-સિંધુ નદીના સામા કિનારાને સાધે છે, જેવી રીતે ખંડપ્રપાત ગુફામાંથી નીકળીને નિધિઓને પ્રાપ્ત કરે છે, જેવી રીતે બાર વર્ષ સુધી અભિષેક કર્યો, (૭૫) જેવી રીતે અતિશય શ્રેષ્ઠ કામભોગો ભોગવ્યા, જેવી રીતે સમૃદ્ધ રાજ્યને ચક્રવર્તી પાળે છે, તે રીતે તેણે સાચું કરી બતાવ્યું. બધુંય સાચું કરી બતાવતા તેણે શ્રેષ્ઠ નાટક૨સથી રાજાને, પરિજનને અને નગરજનોને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી રાજાએ પોતાના મુગુટ વગેરે સર્વ અલંકારો તેને આપી દીધા. વધારે કહેવાથી શું? રાજા માત્ર એક વસ્ત્રથી રહ્યો. અન્યલોકનાં આભૂષણોથી ત્યાં સુવર્ણનો ઢગલો થઇ ગયો. પછી આષાઢાભૂતિએ ભરતરાજાની જેમ આરિસાભવનમાં પ્રવેશ કર્યો, પછી વીંટીનું પડવું વગેરે ક્રમથી પાંચસો પાત્રોની સાથે સાધુવેશ પહેરીને, પંચમુષ્ટિ લોચ કરીને, રાજાને ધર્મલાભ આપીને ત્યાંથી જલદી નીકળે છે. હા! હા! આ શું? એમ બોલતો રાજા વગેરે લોક બાહુમાં વળગીને પાછા વાળે છે. તેથી આષાઢાભૂતિએ તે બધાયને કહ્યું: હે રાજ! જો ભરત દીક્ષા લઇને પાછા વળ્યા હોય તો મને પાછો વાળો. અન્યથા અન્યજનને ઉચિત એવા આ અસગ્રહને છોડી દો. પછી તેના ભાવને જાણીને આગ્રહ છોડી દીધો. અન્ય પણ પાંચસો રાજપુત્રો લજ્જાથી અને કુલાભિમાન વગેરેથી દીક્ષાને છોડતા નથી. પછી બધાને દીક્ષા ભાવથી પરિણત થઇ. પછી જેણે `આલોચના કરીને પ્રતિક્રમણ કર્યું છે એવા આષાઢાભૂતિ લાંબા કાળ સુધી ઉગ્રતપ કરીને, કેવલજ્ઞાન મેળવીને, સકલ કર્મોને ખપાવીને, સર્વોત્તમ અને શાશ્વત એવા મોક્ષને પામ્યા. પછી કુસુમપુરમાં પણ ક્યારેક આ નાટક થતાં ઘણા લોકોએ દીક્ષા લીધી. પછી નગરજનોએ તેને જોઇને નગરના સ્વામીને વિનંતિ કરી કે, આ નાટક થતું રહેશે તો અવશ્ય રાજપુત્રોનો ક્ષય થશે. આ સાંભળીને રાજાએ તે નાટકનો વિનાશ કર્યો. આવા કેટલાક થશે? અર્થાત્ આહારમાં આસક્ત બનવા છતાં તે જ ભવમાં મોક્ષને પામે તેવા બહુ જ અલ્પ થશે. માટે સર્વદુ:ખનું કારણ એવો લોભ પહેલેથી જ આહાર વગેરેમાં ન કરવો. [૩૦૭]
આ પ્રમાણે લોભવિપાકમાં આષાઢાભૂતિનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે પ્રત્યેક કષાયને આશ્રયીને ચારેય કષાયોના વિપાક કહીને હવે સમુદિત ચારેય કષાયોના વિપાકને કહે છે–
૧. અહીં આલોચન-પ્રતિક્રમણ સંબંધી કરેલો ઉલ્લેખ આષાઢાભૂતિએ ધનોપાર્જન માટે ભરત મહારાજા જેવા ઉત્તમપુરુષોના જીવનસંબંધી જે નાટક કર્યું તેના આલોચન-પ્રતિક્રમણ માટે હોય એમ સંભવે છે. ૨. તદ્દા તે પ્રમાણે. અર્થાત્ જે રીતે આષાઢાભૂતિએ કર્યો તે રીતે.