________________
લોભપિંડ વિષે] .
ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દૃષ્ટાંત-૫૦૭ તો પણ આ મહામોહ સમર્થ થાય છે. મોહરૂપ મહાવિષવાળા સર્પથી ડેસાયેલા જીવોના વિષને સર્વજ્ઞરાજાનો પણ મંત્ર જે રીતે કયારેય દૂર કરી શકતો નથી તે રીતે તમે પણ જાણો છો. તેથી આજે પણ હું તમારી ચરણસેવા કરવા માટે અયોગ્ય છું. ગુરુ પ્રસન્ન થઈને હું જે રીતે જોવાલાયક ન રહું તે રીતે કરે. પછી આગ્રહ જાણીને ગુરુએ પણ કહ્યું: જિનેશ્વરોનો, સાધુઓનો અને જિનચૈત્યનો ભક્ત રહેજે. સમ્યકત્વમાં દઢ રહેજે.
હવે દીક્ષા છોડીને નટકન્યાઓને તે પરણે છે. નૃત્યમાં બધાય નટોનો શિક્ષાગુરુ થયો. ખુશ થયેલા સર્વ રાજાઓ તેને મહાદાન આપે છે. તેથી તેણે સસરાનું ઘર વૈભવથી ભરી દીધું. ખુશ થયેલો નટ પુત્રીઓને શિખામણ આપે છે કે ઉત્તમ સ્વભાવવાળા આની સદાકાલ પ્રયત્નથી સેવા કરવી. જો તે કોઈક કર્મવશથી એણે સ્વમાર્ગ છોડી દીધો છે તો પણ કોઈક અકાર્યને જોઇને તમારા પ્રત્યે વિરાગી બની જશે. તેથી મદ્યનો દૂરથી ત્યાગ કરવો. માંસ ન ખાવું. વધારે શું કહેવું? સદાય અપૂર્વશૃંગારથી સુંદર બનીને, પવિત્ર થઈને, અપ્રમત્ત બનીને એની આરાધના કરો. તેના ચિત્તને જાણીને તેની ઇચ્છા પ્રમાણે અનુકૂલ આચરણ કરો. આ પ્રમાણે પિતાથી શિખામણ અપાયેલી પુત્રીઓ નિત્ય તે પ્રમાણે જ કરે છે.
એક દિવસ તે નગરના સ્વામી સિંહરથ રાજાએ સ્ત્રી વિના નાટક કરવા માટે સઘળા નટોને બોલાવ્યા. આથી સ્ત્રીઓને ઘરે મૂકીને નટો નાટક કરવા ગયા. તેથી આષાઢાભૂતિ લાંબા કાળે આવશે એમ વિચારીને નટપુત્રીઓએ ઇચ્છા મુજબ ઘણો દારૂ પીધો. તેથી વાસભવનમાં ભૂમિ ઉપર પડેલી તે બંને અવ્યક્ત બોલે છે. વસ્ત્રો અંગ ઉપરથી ખસી ગયાં છે. કેશકલાપ પૃથ્વી ઉપર આળોટે છે. (તેમના મુખમાંથી) દુર્ગધ પ્રસરી રહી છે. (શરીર ઉપ૨) માખીઓનો સમૂહ ગણગણાટ કરી રહ્યો છે. હાથ-પગ આડા-અવળા પડેલા છે. આ તરફ રાજકુલમાં નૃત્યનો કાર્યક્રમ બંધ રહ્યો. તેથી આષાઢાભૂતિ વાસભવનમાં જેટલામાં જાય છે તેટલામાં દૂરથી જ મદ્યની ગંધ આવવાથી પ્રવેશ કરવા સમર્થ ન થયો. કોઇપણ રીતે અંદર ગયો. પછી નટપુત્રીઓને તેવી અવસ્થામાં રહેલી જુએ છે. તેથી તુરત તેના હૃદયમાં ઘણો વૈરાગ્ય થયો. તે વિચારવા લાગ્યોઃ હે જીવ! અનંત ક્રોડો ભવોમાં ભમતા તે ચારિત્ર પૂર્વે કયારેય પ્રાપ્ત કર્યું નથી. ચારિત્ર સ્વર્ગ અને મોક્ષનું મુખ્ય કારણ છે. આવું શ્રેષ્ઠ ચારિત્ર પામીને જેમના માટે છોડી દીધું તેમનું સ્વરૂપ જો. સ્ત્રીઓ સર્વઅશુચિ વસ્તુઓનું ઘર છે, એકાંતે અસાર છે, (૫૦) બુધપુરુષોને જોવા માટે અયોગ્ય છે. અથવા અજ્ઞાન જ અપરાધ કરે છે, કે જે અજ્ઞાને મોહ પમાડીને તને મોક્ષમાર્ગમાંથી ઉતારીને નરકના માર્ગમાં ફેંક્યો. હું માનું છું કે આજે પણ ભવિતવ્યતા તને અનુકૂળ છે, કે જે ભવિતવ્યતાએ કોઈપણ રીતે એમનું સ્વરૂપ પ્રગટ કરીને હમણાં પણ આ પ્રમાણે કહ્યું: જો તું આ સ્વરૂપને સમજે તો હજી પણ તારી પાસે જરા ન આવે, તું રોગોથી ન પીડાય, મૃત્યુ પણ તારાથી દૂર પરિભ્રમણ