________________
લોભપિંડ વિષે]
“ધન-ધાન્યથી ભરેલો પણ તેને સંતોષ થતો નથી.
આ
આ
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આષાઢાભૂતિનું દૃષ્ટાંત-૫૦૫
સંપૂર્ણ લોક જો એક માણસને આપી દેવામાં આવે તો આત્માને તૃપ્ત કરવો દુષ્કર છે.'
અહીં ધ્રુવક કહેવો.
णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु ।
નાઓ પુષેિ પત્તોમિત્તા, વિત્ત્તતિ નન્હા વ વાસેËિ । ઉત્તરા- ૮/૧૮
“સાધુ પુષ્ટસ્તનવાળી, ચંચલ ચિત્તવાળી અને રાક્ષસી જેવી તે સ્ત્રીઓમાં મૂર્છા ન પામે, કે જે સ્ત્રીઓ પુરુષોને લોભાવીને સેવકની માફક કામ કરાવે છે.'
અહીં ધ્રુવક કહેવો.
ઇત્યાદિ રાસડામાં કેટલાક પ્રથમ શ્લોકમાં પ્રતિબોધ પામ્યા, કેટલાક બીજા વગેરે શ્લોકમાં પ્રતિબોધ પામ્યા, યાવત્ બધાએ દીક્ષા લીધી. કપિલ કેવલી આ પ્રમાણે બીજાઓને પણ પ્રતિબોધ પમાડીને મોક્ષમાં ગયા. બીજા પણ સાધુઓ ક્રમે કરીને કર્મરહિત બનીને મોક્ષ પામશે. આ પ્રમાણે કપિલકેવળીનું કથાનક પૂર્ણ થયું.
હવે ક્ષુલ્લકનું (=આષાઢાભૂતિનું) કથાનક કહેવામાં આવે છે ક્ષુલ્લકનું (=આષાઢાભૂતિનું) દૃષ્ટાંત
જેમાં અશ્વોની ખરીઓથી ઉડાવાયેલી ધૂળથી સૂર્ય સદા ઢંકાયેલો રહે છે, અને એથી સૂર્ય પણ ઉનાળામાં પણ લોકને સંતાપ પમાડતો નથી, તેવું રાજગૃહ નામનું નગર છે. તે નગરમાં કોઇક ગચ્છમાં રોહણ પર્વતના શિખરમાં મરકતમણિની જેમ ધર્મરુચિ આચાર્યને આષાઢાભૂતિ નામના શિષ્ય પ્રાપ્ત થયા. વિશ્વમાં પણ વેશ-ભાષા વગેરે સંબંધી તે વિજ્ઞાન નથી કે જે વિજ્ઞાનને તે તે વિજ્ઞાનને અનુરૂપ કર્મક્ષયોપશમથી આષાઢાભૂતિ મુનિ ન જાણતા હોય, એમ હું માનું છું. હવે એકવાર ભિક્ષાચર્યા માટે ભમતા તે મુનિ કોઇપણ રીતે રાજનટના ઘરમાં પ્રવેશ્યા. ત્યાં તેમને ભિક્ષામાં સ્નિગ્ધ અને શ્રેષ્ઠ એક મોદકની પ્રાપ્તિ થઇ. હવે ઘરમાંથી બહાર નીકળીને દરવાજામાં આવતાં માયાએ તેનું ઘણું સાંનિધ્ય કર્યું, તથા લોભનું પણ સાંનિધ્ય થયું, અર્થાત્ તેમના હૃદયમાં માયાએ અને લોભે પ્રવેશ કર્યો. આથી તેમણે આ પ્રમાણે વિચાર્યુંઃ આ મોદક આચાર્યનું થશે, અર્થાત્ આચાર્યને આપવો પડશે. આથી અન્ય કોઇપણ વેશ કરીને પોતાના માટે બીજો મોદક માગું. આથી કાણા બનીને ફરી રાજનટના ઘરમાં ગયા. એક મોદક મેળવ્યું. ફરી પણ દ્વાર આગળ વિચાર્યુંઃ આ ઉપાધ્યાયનું થશે. ફરી કુબડાનું રૂપ કરીને પ્રવેશ કર્યો. એક મોદક મેળવ્યું. આ મોદક આજે કારણવશથી વસતિમાં જ રહેલા સંઘાટકનું થશે એમ વિચારીને કોઢિયાના રૂપથી ફરી રાજનટના ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના માટે એક મોદક મેળવ્યું.