________________
લાભથી લોભની વૃદ્ધિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કપિલનું દૃષ્ટાંત-૫૦૩ ક્યાંક છૂપાઇ ગયો. તેથી કપિલ આ પ્રમાણે વિચારવા લાગ્યો. મૂઢ હૃદયવાળા મેં આ શું આરંભ્ય? બેમાસા સુવર્ણ મેળવવા માટે હું નીકળ્યો હતો. પણ ઘણો લાભ સમુપસ્થિત થયો છે=ઘણા લાભની તક મળી છે એમ જોઇને હતાશ એવું મારું મન કોડાકોડિથી પણ સંતોષ પામતું નથી. અથવા અગ્નિ કાષ્ઠોથી તૃપ્ત થતો નથી. જલથી સમુદ્ર તૃપ્ત થતો નથી. મારા વિવેક રહિત વિલાસને જુઓ. હું આવ્યો હતો ભણવા માટે, અને તે કંઇપણ શરૂ કર્યું કે જેથી મૂર્ખતા સ્પષ્ટ થાય. ગુરુને, કુલકાર્યને અને પોતાની મર્યાદાને અવગણીને જે માત્ર દાસીનો સ્વીકાર કર્યો અને જેના કાર્ય માટે આટલો લોભ કર્યો, અબુધલોકને ભોગવવા યોગ્ય તે દાસીનો વિદ્વાનોએ ત્યાગ કર્યો છે. આ પ્રમાણે પરને પ્રાર્થના કરવી પડતી હોવાના કારણે ભોગો વિડંબનારૂપ કેમ નથી? અર્થાત્ વિડંબનારૂપ છે. તેથી ઘણા પણ વૈભવથી લોભ વધે છે, નાશ પામતો નથી. સઘળાય સ્ત્રીસમૂહથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. તેથી સંતોષને છોડીને બીજું કંઈ સુખોનું કારણ નથી. તેથી તે જ યોગ્ય છે. ઇત્યાદિ વિચારતા કપિલને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણથી તેને પૂર્વે પાંચસો સાધુઓની વચ્ચે (=સાથેરહીને જેવી રીતે સાધુપણું આચર્યું, અને જે રીતે દેવલોકમાં ગયો તે રીતે બધું પ્રગટ થયું. તેથી સંસારના પરમાર્થને જાણીને દીક્ષાનો સ્વીકાર કર્યો. દેવતાએ સાધુવેશ આપ્યો. પછી નિઃસ્પૃહતાના કારણે ચક્રવર્તીપણાને પામેલા તે રાજાની પાસે આવે છે. શું વિચાર્યું? એમ રાજાએ પૂછ્યું. આથી તેમણે સંવેગને ઉત્પન્ન કરનાર સઘળોય વૃત્તાંત રાજાને કહ્યો, અને આ શ્લોક બોલ્યા:
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ । दोमासकयं कजं, कोडिए वि न निट्ठियं ॥
જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. બે માસા સોનાથી કરવાનું કાર્ય ક્રોડ સોનામહોરથી પણ ન થયું.”
રાજાએ કહ્યું: હું કોડ પણ સોનામહોર આપું છું. તેથી સાધુએ કહ્યું: હે રાજન! દૈવી ઋદ્ધિથી પણ જે જીવ કોઇપણ રીતે સંતોષને પામ્યો નહિ તે જીવને અતિશય ઘણો વૈભવ મળવા છતાં શી તૃપ્તિ થાય? તેથી મેં સંતોષરૂપ જલથી તૃષ્ણારૂપ અગ્નિ શાંત કર્યો છે. તમારે પણ આ જ કરવું યોગ્ય છે. (૫૦) કારણ કે અનાદિભવમાં મહાપરિભ્રમણમાં પૂર્વે અનંતવાર દરિદ્રતા વગેરે અને ધન વગેરે પ્રાપ્ત થયું છે. જે વૈભવ અને સ્ત્રીવર્ગ વગેરેને પહેલાં રક્ષા કરીને પછી છોડ્યું, તે વૈભવ અને સ્ત્રીવર્ગ વગેરેને હૃષ્ટ-તુષ્ટ થયેલા અને સારી રીતે અલંકૃત થયેલા બીજાઓએ ભોગવ્યું. આ ભવમાં પણ જે કંઈ ધન વિસ્તાર વગેરે રમણીય દેખાય છે એનો પણ તે માર્ગ છે–તેને પણ બીજાઓ ભોગવશે. તેથી ધર્મમાં ઉદ્યમ
ઉ. ૯
ભા.૨