________________
૫૦૪-લાભથી લોભની વૃદ્ધિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કપલિનું દૃષ્ટાંત
કરવો જોઇએ. સમ્યબોધ પામેલા પિલમુનિ સંવેગથી સારભૂત વચનો વડે રાજા વગેરેને પ્રતિબોધ પમાડીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તે ધીરપુરુષે તે રીતે ઉગ્ર તપ ક્રિયા કરી કે જેથી છઠ્ઠા મહિનામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આ તરફ પૂર્વભવમાં જે પાંચસો સહાયક સાધુઓ હતા તે દેવલોકમાં ગયા. પછી ત્યાંથી આવીને કોઇક કર્મવશથી રાજગૃહની નજીકની નગરીમાં ઇક્કડદાસ નામથી પાંચસો ચોર થયા. કપિલ કેવલજ્ઞાનથી જાણીને તેમને પ્રતિબોધ પમાડવા માટે ગયા. ચોરોએ તેમને ઘેરી લીધા. જોયા તો આ સાધુ એમ જાણ્યું. પછી તેમને સેનાપતિની પાસે લઇ જઇને ગુસ્સે થયેલા ચોરોએ કહ્યું: હે સાધુ! તું નાચવાનું જાણે છે? આથી કેવલીએ કહ્યું: જો કોઇક વાજિંત્ર વગાડે તો હું નૃત્ય કરું. તેથી કપિલ કેવલીને વચ્ચે રાખીને ચારે-બાજુ વીંટળાઇને રહેલા ચોરો તાળીઓ વગાડે છે. કપિલ કેવલી પણ નૃત્ય કરતાં કરતાં રાસડાનું એક ધ્રુવક બોલ્યા. તે આ પ્રમાણે—
अधुवे असासयम्मी, संसारम्मी दुक्खपउराए ।
નિં નામ હોપ્ન તે મયં, ગેળાä વુડું ન ગચ્છિન્ના ॥ ઉત્તરા-૮/૧
“હે પ્રભુ! અસ્થિર, ક્ષણિક અને દુઃખથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઇ ન શકું?'
संबुज्झह किं विमुज्झह, संबोही पुणरवि दुल्लहा ।
નો હૂઁવળમતિ રાડ્યો, નો પુત્તમ પુળરવિ નીવિયં ॥ (ભવવૈરાગ્યશતક ગાથા-૭૩)
તમે બોધ પામો. તમે કેમ મુંઝાઓ છો? બોધિ (=સમ્યગ્દર્શન) ફરી પણ દુર્લભ છે. જેમ ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી તેમ જીવન ફરી સુલભ નથી.'
થુવે અન્નાભયમ્મી ઇત્યાદિ ધ્રુવક અહીં કહેવો.
भोगामिसदोषविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे ।
વાતે ય મનુ! મૂઢે, વાડ઼ મસ્જીિયા વ ણેમ્મિ । ઉત્તરા- ૮/૫
‘‘ભોગરૂપી માંસના દોષોથી લેપાયેલો, હિતકારી એવા મોક્ષથી વિપરીત બુદ્ધિવાળો, આળસુ, મૂર્ખ અને અજ્ઞાની જીવ બળખામાં લપટાયેલી માખીની જેમ સંસારમાં ફસાય છે.’’
અહીં ધ્રુવક કહેવો.
कसिणंपि जो इमं लोयं, पडिपुन्नं दलएज एक्कस्स ।
તેવિ સે ન સંતુસ્સે, ય તૂબૂરણ રૂમે આયા | ઉત્તરા- ૮/૧૬
૧. ધ્રુવક એટલે સંગીતમાંના ટેકની કડી.