________________
૫૦૬-લોભપિંડ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દાંત
ઝરૂખામાં બેઠેલા નટે આષાઢાભૂતિ મુનિની તેવા પ્રકારની આ બધીય ચેષ્ટા જોઈ. પછી તેના અસાધારણ વિજ્ઞાનથી તુષ્ટ થયેલા આ નટે વિચાર્યું અહો! જો કોઈપણ રીતે આ નટ થાય તો મનુષ્યો તો ઠીક, કિંતુ દેવો પણ પોતાના વૈભવને આપે. તેથી કોઈ પણ ઉપાયથી જો આ ગ્રહણ કરાય તો સારું. દઢલોભરૂપ બંધનથી મોટા માણસો પણ ક્ષણવારમાં બંધાય છે. જો કે એણે વ્રતનો સ્વીકાર કર્યો હોવાથી એને ધનનું પ્રયોજન નથી, તો પણ એનામાં સ્નિગ્ધ-મધુર આહારની આસક્તિ દેખાય છે. સ્નિગ્ધ-મધુર આહાર કરનારાઓના મનમાં પ્રાયઃ કામ પણ ઉત્પન્ન થાય છે. તેથી લાવણ્ય, વિલાસ અને રૂપની વિદ્યમાનતાથી અસાધારણ બલવાન મારી પુત્રીઓથી બંધાયેલો તે મજબૂત દોરડાઓથી બંધાયો હોય તેમ ચોક્કસ મારા વશમાં આવશે. ઈત્યાદિ વિચારીને રાજનટે નીકળતા એવા તેમને બોલાવ્યા. પછી ઘણા સન્માન અને વિનયપૂર્વક તેમના પાત્રને મોદથી ભરીને આ પ્રમાણે પ્રાર્થના કરી, મહાકૃપા કરીને દરરોજ મારા ઘરે આવવું. આષાઢાભૂતિના ગયા પછી નટે તેનું સઘળુંય વિજ્ઞાન સ્વપત્નીને જણાવીને કહ્યું કે, તારે સદાય તેની સંપૂર્ણ આદરથી ભક્તિ કરવી. નટીએ પણ તે વાતનો સ્વીકાર કર્યો. નટની બે પુત્રીઓ છે. તેમને પણ તે બધું જણાવીને કહ્યું તમારે તેને તે રીતે ચલિત કરવો કે જેથી જલદી તમારા વશમાં આવે. હવે નટી સદાય તેની સ્નિગ્ધ મોદક આદિથી ભક્તિ કરે છે. નાગદમની ઔષધિઓ સર્પને આકર્ષે તેમ પુત્રીઓ પણ વિલાસપૂર્વક અને કટાક્ષસહિત જોવું વગેરે વિકારવાળી કામચેષ્ટાઓથી વિવેકહીન બનેલા તેના મનને હઠથી આકર્ષે છે. તેથી મર્યાદાઓનો ત્યાગ કરીને તે પણ તેમની સાથે પરિહાસ કરે છે. હવે એકવાર આલિંગન આદિ ક્રિયાઓમાં પ્રવર્તતા તેને અતિશય અનુરાગી જાણીને કહ્યું: જો તને અમારા બંનેથી કામ હોય તો તું દીક્ષા છોડીને અમને પરણ. આ દરમિયાન એનું પણ ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. કુલનું અભિમાન નાશ પામ્યું. વિવેકનું માહાભ્ય ગયું. તે જિનોપદેશથી વિચલિત થયો. તેથી નટપુત્રીઓની માગણીનો સ્વીકાર કરીને આચાર્યને પોતાનો અભિપ્રાય કહ્યો.
તેથી ગુરુ પણ વિચારવા લાગ્યાઃ અહો! જેના સૈન્યો આવાના પણ માહાભ્યને ક્ષણવારમાં ખતમ કરી નાખે છે. (રપ) તે મોહરાજાનું બલ જો. હવે ધર્મરુચિસૂરિએ તેને કહ્યું. હે વત્સ! જે આ લોકમાં પણ દુઃખનું કારણ છે એવું આ તે સાધુ થઈને પણ કેમ વિચાર્યું? તે ઘણા કાળ સુધી શીલનું પાલન કર્યું છે, ઘણા કાળ સુધી શ્રુત ભર્યું છે, ઉપસર્ગપરીષહોને જીતીને તપકર્મ કર્યું છે, મોક્ષપુરના માર્ગે પ્રયાણ કરનારા તારો ઘણો માર્ગ પસાર થઈ ગયો છે, આગળ થોડો બાકી રહ્યો છે. તેથી હે વત્સ! ગંગાનદીને ઉતરીને ખાબોચિયામાં ડૂબ નહિ. પછી આષાઢાભૂતિએ કહ્યું: હે ભગવન્! આપની કૃપાથી કંઈક હું પણ જાણું છું.