________________
ઉપદેશમાલા (પુષ્પમાલા) કપિલનું દૃષ્ટાંત
કૌશાંબી નામની નગરી છે. તે નગરીની બહાર રાજહંસના પરિવારથી અને કમલોથી સહિત સરોવરો શોભે છે, અને અંદર રાજહંસના પરિવારથી અને કમલોથી સહિત મંદિરો શોભે છે. તેમાં રાજસંમત કાશ્યપ નામનો પુરોહિત છે. તેના જિલ્લાના અગ્રભાગ ઉપર રહેલ વેદશાસ્ત્ર પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. તેની યશા નામની પત્ની છે, અને કપિલ નામનો પુત્ર છે. તેની બાલ્યાવસ્થામાં જ કાશ્યપ મૃત્યુ પામ્યો. તેથી તેનું પદ રાજાએ વિદ્યાસંપન્ન કોઇ બ્રાહ્મણને આપ્યું. હવે તે મસ્તકે શ્વેત છત્ર ધારણ કરીને નગરમાં ફરે છે. કેટલોક કાળ ગયા પછી એકવાર પોતાના ઘરના દરવાજા આગળથી તે પુરોહિતને જતો જોઇને યશા અતિશય દુઃખી થઇને રોવા લાગી. તેથી કપિલે પૂછ્યું: હે માતા! તું કેમ રડે છે? માતાએ કહ્યું હે વત્સ! તારા પિતાની ઋદ્ધિ આ બ્રાહ્મણે પ્રાપ્ત કરી છે. કપિલે પૂછ્યું: રાજાએ તે ઋદ્ધિ આપણને કેમ ન આપી? માતા બોલીઃ હે પુત્ર! તું ભણ્યો નહિ, તેથી આ ઋદ્ધિ રાજાએ આપણને ન આપી. મૂર્ખાઓથી આ ઋદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી કપિલે વિચાર્યું: દોરીથી રહિત ધનુષ્યો વાંસની પ્રસિદ્ધિને કરતા નથી, તેવી રીતે ગુણથી રહિત પુત્રો વંશની કઇ પ્રસિદ્ધિને કરે છે? અર્થાત્ કોઇપણ પ્રસિદ્ધિને નથી કરતા. હવે કપિલે માતાને કહ્યું: હે માતા! હું હમણાં પણ ભણું. માતાએ કહ્યું: ઇર્ષ્યાના કારણે તને અહીં કોઇ જ નહિ ભણાવે. પણ જો તું શ્રાવસ્તિ નગરીમાં જાય તો, ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત નામનો બ્રાહ્મણ છે. ને તને ભણાવે. તેથી કપિલ શ્રાવસ્તિ નગરીમાં ઇન્દ્રદત્તની પાસે ગયો
લાભથી લોભની વૃદ્ધિમાં]
[કપિલનું દૃષ્ટાંત-૫૦૧
તેણે ઇન્દ્રદત્તને આવવાનું કારણ વગેરે સઘળો વૃત્તાંત કહ્યો. તેથી ઇંદ્રદત્તની આંખો આંસુના જલથી ભરાઇ ગઇ. તેના પિતા ઉપર અતિશય સ્નેહના કારણે ઇન્દ્રદત્તે તેને ભેટીને કહ્યું: હે વત્સ! હમણાં પણ તારે વિદ્યાનું ઉપાર્જન કરવું એ યુક્ત છે. અને તું મારી પાસે જે આવ્યો છે તેને પણ વિશેષથી યુક્તિયુક્ત જાણ. કારણ કે તારા માટે હું કાશ્યપથી જુદો નથી. તેથી તું અહીં રહીને ભણ. પણ તને ભોજન કરાવવાની મારી શક્તિ નથી. કપિલે કહ્યું: તો હું ભિક્ષા માટે પરિભ્રમણ કરીને ભોજન મેળવીશ. તેથી ગુરુએ કહ્યું: હે વત્સ! ભોજનની નિશ્ચિન્તતા ન હોય તો પાઠ ન થાય. કારણ કે કહ્યું છે કે-‘આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રરાગ આ પાંચ આંતરિક ગુણો પાઠની સિદ્ધિ કરનારા છે. આચાર્ય, પુસ્તક, નિવાસ, સહાય અને ભોજન એ પાંચ બાહ્યગુણો પાઠની વૃદ્ધિ કરનારા છે. ઉદ્યમરહિત, પ્રવાસ કરનાર, માનનો ઉત્કર્ષકરનાર, આળસુ, અન્યમાં ચિત્ત રાખનાર, આચાર્યદ્વેષી અને ભૂભંગ ભરેલા કટાક્ષોથી વિસ્મિતમુખવાળી સ્ત્રીનું ધ્યાન કરનાર વડે લોકમાં ખ્યાતિ કરનાર અને સત્પુરુષોને બહુમાન્ય એવો વિદ્યાગુણ સાધી શકાતો નથી.” તેથી શાલિભદ્ર શેઠની