________________
પ્રસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર-૪૧૭ કારણ કે આ પ્રસન્નચંદ્ર તે છે કે જેણે બાલ પણ પુત્રને નાથ રહિત છોડી દીધો છે. તથા અંતઃપુરને વ્યભિચારી પુરુષો જઈ શકે તેવું કરી દીધું છે. હમણાં તેનો પુત્ર દધિવાહન વગેરે રાજાઓથી અને મંત્રીઓથી રાજ્યથી ભ્રષ્ટ કરાય છે. તેથી આ જોવા, લાયક નથી. આ સાંભળી રાજર્ષિ આવેશને આધીન બની ગયા. જાણે સામે જ રહેલા હોય તેમ મંત્રીઓને કહે છે- હે કૃતનશખરો! તે પ્રમાણે લાલિત કરાયા હોવા છતાં અને સન્માનિત કરાયા હોવા છતાં હમણાં આવી પ્રવૃત્તિ કરો છો. તેથી હમણાં તમને બોધપાઠ આપું છું. સજ્જ થઈ જાઓ. હે રાજાઓ! તમે પણ તૈયાર થઈ જાઓ. આ પ્રમાણે કહીને યુદ્ધ કરવા લાગ્યા. તેથી પોતાના મનમાં સુભટ-હાથી-અશ્વોનો વિનાશ કરી રહ્યા છે. બહારથી શુભધ્યાનનો આકાર જોઇને શ્રેણિકરાજાનું મન તુષ્ટ થયું. તેમના ચરણોમાં પડેલા શ્રેણિકરાજા તેમના ગુણસમૂહની પ્રશંસા કરે છે. રૌદ્રધ્યાનના કારણે શ્રેણિકે વંદન કર્યું છે તે તેણે ન જાણ્યું. પછી પૂર્વથી અધિક હર્ષ પામેલા રાજાએ ભગવાનની પાસે જઈને પૂછ્યું: હે નાથ! શુભધ્યાનમાં લીન પ્રસન્નચંદ્રરાજર્ષિના ચરણકમલોમાં જ્યારે હું નમ્યો ત્યારે જો તે કાળ કરે તો ક્યાં જાય? જિને કહ્યું: સાતમી પૃથ્વીમાં જાય. તેથી રાજાએ વિચાર્યું. જ્યાં તે ધ્યાન? અને ક્યાં નારકપણું. તેથી મારા વડે આ બરોબર સંભળાયું નથી. આથી વિસ્મયથી પ્રેરાયેલા શ્રેણિકરાજાએ થોડો વિલંબ કરીને શ્રી વીર જિનવરને ફરી પૂછ્યું: હે નાથ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ હમણાં કાળધર્મ પામે તો ક્યાં જાય? ભગવાને કહ્યું હમણાં તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવાને યોગ્ય છે. તેથી વિસ્મય પામેલા રાજાએ કહ્યું: હે નાથ! પૂર્વે મેં તેમનું નરકગમન કેમ સાંભળ્યું? હમણાં તો આપ જ તેના દેવપણાને કહો છો. હવે શત્રુઓની સાથે યુદ્ધ કરતા પ્રસન્નચંદ્ર રાજર્ષિને દુર્મુખના વચનથી કેવી રીતે ચિત્તમાં રૌદ્રધ્યાન પ્રવન્યું તે રીતે શ્રેણિકને કહે છે. (૫૦) તમે અહીં આવ્યા ત્યારે માનસિક વિચારણાથી જ સર્વ શસ્ત્રસમૂહ પૂર્ણ થઈ જતાં તેણે વિચાર્યું. આ શત્રુને સ્વમુગુટથી હણું. પછી તેણે હાથથી મસ્તકનો સ્પર્શ કર્યો તો મસ્તક કેશરહિત જાણ્યું. હવે વિવેક પામીને તે પોતાની નિંદા કરે છે- હે જીવ! અમૃતસમ ફલવાળા વૃક્ષ ઉપર ચડીને હવે વિષવૃક્ષ ઉપર કેમ ચડ્યો? હે મૂઢ! શત્રુ-બંધુ ભાવોથી અનંતવાર સંયોગ-વિયોગ થવાના સ્વભાવવાળા જીવલોકમાં તું કોનો પિતા છે? અને કોણ તારો પુત્ર છે? હે જીવ! પુત્ર-બંધુ(આદિ)ના દુઃખરૂપ દાવાનલથી બળેલો તું એ દાવાનલમાંથી કોઈપણ રીતે નીકળ્યો અને જિનવચનરૂપ અમૃતના સમુદ્રમાં પડ્યો. તેથી તે મૂઢ! નેહરૂપપાશથી બંધાયેલ તું સ્વમતિથી કલ્પિત નિરર્થક જંજાળને વશ બનીને ફરી પણ ત્યાં જ પડવાને કેમ ઇચ્છે છે? તેથી પુત્ર-સ્વજનવર્ગની ચિંતાનું ઉત્કૃષ્ટ સાધન એવા સ્નેહને દૂરથી છોડીને, અને નિરર્થક જંજાળનો ત્યાગ કરીને, સ્વસ્થ બનીને, સંયમને આચર. હે રાજન! આ પ્રમાણે શુદ્ધ અધ્યવસાયની શ્રેણિના શિખર ઉપર ચઢતા તે મુનિ