________________
૪૮૪- ક્રોધ-ક્ષમાના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ક્ષુલ્લકનું દષ્ટાંત ગયો. તેથી ગુસ્સે થયેલો રાજા કદાગ્રહી બનીને સઘળાય સર્પોને પોતે મારે છે અને બીજાઓ દ્વારા મરાવે છે. જે માણસ સર્પને મારીને તેનું અંગ રાજાને બતાવે તેને રાજા એક સોનામહોર આપે છે. એકવાર પરિભ્રમણ કરતો એક ગાડિક તે ( જાતિસ્મરણવાળા) સર્પોની રેખાઓને (=ધૂળમાં પડેલા લીસોટાઓને) જુએ છે. તેથી વિચાર્યું કે ચોક્કસ અહીં કોઈક સર્પો રાતે ફરે છે. તેના અનુસાર બિલના કારોને જોવા લાગ્યો. બિલોમાં ઔષધિઓ નાખે છે. તેના પ્રભાવથી સર્પો બિલમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતા તે સર્પોના મસ્તકને છેદી નાખે છે. તપસ્વી સાપ મારાથી જોવાયેલો કોઈ મૃત્યુ ન પામો એવી મહાન ધર્મબુદ્ધિથી નીચું મુખ રાખીને રહેલો તે પૂછથી બહાર નીકળે છે. જેમ જેમ સર્પ બહાર નીકળે છે તેમ તેમ ગારુડિક તેના શરીરને છેદી નાખે છે. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થતાં પરમસંવેગને પામેલો સર્પ વિચારે છે કે, હે જીવ! પૂર્વે તે જે દુષ્કર તપકર્મ કર્યું તે તપકર્મ જો સમતારૂપ અલંકારથી અલંકૃત હોત તો તું પણ મોક્ષસુખને પામત. જે આ દુઃખ છે તે કેવળ કોપનું ફળ છે એમ જાણીને આજે પણ હમણાં પણ સર્વધર્મના સારભૂત તે જ ઉપશમને કર. અન્યથા નરકાદિ કઠોર દુઃખવાળા ભયંકર સંસારમાં ભમીશ. અનાદિ સંસારમાં પરાધીન તેં અનંત દુઃખો પ્રાપ્ત કર્યા છે. તે દુઃખોની અપેક્ષાએ અહીં આ છેદન દુઃખ કેટલું માત્ર છે? જેવી રીતે અનંત પૂર્વમુનિઓએ પ્રશમના કારણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે તે રીતે તું માત્ર ક્ષણવાર દુઃખ સહન કરીને આગળ અનંત સુખને પામીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સર્પ પણ ગાડિક વડે હણાયો. તેણે બધાય સર્પો રાજાને બતાવીને ઉચિત ધન મેળવ્યું.
આ દરમિયાન કોઈક નાગદેવતા રાજાને સર્પ મરાવતો રોકે છે. તેણે રાજાને કહ્યું છે રાજ! તને પુત્ર થશે. તું સર્ષવધના પાપથી અટક. (રપ) તપસ્વી સાપ મરીને તે રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ગુણનિધાન એવા તેનું નાગદત્ત એવું નામ રાખ્યું. ત્યાં નાગદત્ત દેહપુષ્ટિથી અને ઉપશમથી વધે છે. રૂપ-સૌભાગ્યથી યુક્ત હોવા છતાં પૂર્વભવના અભ્યાસના કારણે કામમાં (=કામવાસનામાં) અને ધનમાં રાગ કરતો નથી. ધર્મ પુરુષાર્થનો જ ઘણો આદર કરે છે. હવે એકવાર સાધુઓની પાસે ગયેલા તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી સંવેગને પામેલા તેણે માતા-પિતાની રજા લઈને વિધિપૂર્વક મહાન આડંબરથી દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળે છે. પણ ભૂખ બહુ લાગે છે. તેથી બે કે ત્રણવાર પણ 'નિરવદ્ય આહાર કરે છે. તે ગચ્છમાં તપ કરનારા ચાર મહા તપસ્વીઓ છે. તે ચાર અનુક્રમે ચારમાસી-ત્રણમાસીબેમાસી-માસખમણ તપ કરે છે. આ તપસ્વીઓને જોઇને તે ક્ષુલ્લક વિચારે છે કે, આમનું જીવન સફલ છે કે જેઓ આ પ્રમાણે તપ પર્વતને ભેદવા માટે વજસમાન તપકર્મ કરે છે. હું તો મંદભાગી છું, દરરોજ પણ પઠન-શ્રવણનો વ્યાઘાત કરીને અનેકવાર સારરહિત આહારનું
૧. નિરવદ્ય=ગોચરીના દોષોથી રહિત.