________________
ક્રોધ-ક્ષમાના ફળમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ક્ષુલ્લકનું દૃષ્ટાંત-૪૮૩ પોતાના અંગોમાં પણ સમાતો નથી. તને ઉત્તમ દેવો પણ નમે છે. ઇત્યાદિ પ્રશંસા કરીને, સુગંધીજલની વૃષ્ટિ કરીને, પોતાના આગમનનું કારણ કહીને, ખમાવીને, નમીને દેવ દેવલોકમાં ગયો. મુનિવરો પણ તેની ઉપįહણા (=પ્રશંસા) કરીને પોતાની વસતિમાં ગયા. અચંકારિતભટ્ટિકા પણ ગર્વથી મુક્ત બનીને શ્રાવકધર્મને પાળે છે. પછી દેવલોકમાં ગઇ. આ પ્રમાણે અચંકારિતભટ્ટિકા ક્રોધથી દુ:ખને પામી, અને ક્ષમાથી દેવો વડે નમસ્કાર કરાઇ. આ પ્રમાણે અચંકારિતભટ્ટિકાનું કથાનક પૂર્ણ થયું.
હવે ક્ષુલ્લકનું દૃષ્ટાંત કહેવાય છે—
ક્ષુલ્લકનું દૃષ્ટાંત
સરોવરમાં કમળની જેમ કોઇક સ્થળે ગચ્છમાં સુપાત્રરૂપ લક્ષ્મીનું સ્થાન એવા તપસ્વી હતા. ગુણોથી સમૃદ્ધ તે માસખમણના પારણે માસખમણ તપ કરતા હતા. કોઇકવાર પારણામાં ભિક્ષા માટે ક્ષુલ્લક સાધુની સાથે જતા તે કોઇપણ રીતે પ્રમાદથી દેડકીને હણે છે. તેથી ક્ષુલ્લક સાધુએ કહ્યું: હે મહર્ષિ! આપે આ દેડકીને ચાંપી. ચોમાસું હોવાના કારણે ત્યાં અંતર `વિના જ ઘણી દેડકીઓ હતી. તેમાં અનેક દેડકીઓ મરેલી હતી. ગુસ્સે થયેલા તપસ્વીએ (ત્યાં મરેલી પડેલી બીજી દેડકીઓને બતાવતાં) કહ્યું: હે દુષ્ટ! શું આ દેડકી પણ મેં મારી છે? હે મૂઢ! આ બીજી પણ દેડકીને મેં મારી છે? તેથી તેના ભાવને જાણીને ક્ષુલ્લક મૌન રહ્યા. હવે આવશ્યકના સમયે સ્વસ્થ અવસ્થાવાળા છે એમ વિચારીને ક્ષુલ્લકે તપસ્વીને કહ્યું: હે મહર્ષિ! હમણાં તે દેડકીની આલોચના કરો. તેથી પૂર્વ કરતાં અધિક ક્રોધરૂપ અગ્નિ સળગવાથી તે તપસ્વીએ કહ્યુંઃ રે રે! દુષ્ટ! તે ખોટા આગ્રહને હજી પણ તું મૂકતો નથી. આ પ્રમાણે બોલતા તે ઘણા ક્રોધને આધીન બનીને ખેલમલ્લક લઇને ક્ષુલ્લક તરફ દોડ્યા. વચ્ચે થાંભલા સાથે અથડાયા, અને મર્મ પ્રદેશમાં હણાયા. તેથી કૃશ તપસ્વીનો પ્રાણોએ ત્યાગ કર્યો. તેથી જંગલમાં કોઇક સ્થળે જેમણે પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરી છે તેવા અને દૃષ્ટિવિષથી યુક્ત એવા સર્પોના કુળમાં ઉત્પન્ન થયા. એ સર્પોને જાતિસ્મરણ જ્ઞાન હોય. આથી તે સર્વ આ પ્રમાણે વિચારે છે કે દૃષ્ટિવિષથી જીવોનો ઘાત ન થાઓ. આથી એ બધા સર્પો રાતે પરિભ્રમણ કરે છે અને અચિત્ત આહાર કરે છે.
આ તરફ વસંતપુર નગરમાં અરિદમન રાજાના પુત્રને સર્પ કરડ્યો અને પુત્ર મરી
૧. સંસō=અંતર વિનાનું.
૨. ખેલમલ્લક=કફ નાખવાનું કોડિયું.
૩. દૃષ્ટિમાં (=આંખમાં) રહેલું વિષ તે દૃષ્ટિવિષ,