________________
ક્રોધ-ક્ષમાના ફળમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્ષુલ્લકનું દૃષ્ટાંત-૪૮૫ ભોજન કરું છું. હે જીવ! આવી સામગ્રી પ્રાપ્ત થવા છતાં જો સ્વકર્મમલના સમૂહને તારૂપ અગ્નિથી બાળીને સુવર્ણની જેમ શુદ્ધ ન થાય તો પછી ક્યાં ગયેલો તું શુદ્ધ થઇશ. આ પ્રમાણે ભાવનાથી શુદ્ધ મનવાળો તે આનાથી પણ મને નિર્જરા થાય એમ વિચારીને ગુરુની પાસે તપસ્વીઓની વેયાવચ્ચ કરવાનો નિયમ લે છે. ક્ષુલ્લક નિત્ય વેયાવચ્ચ કરી રહ્યા છે.
એક દિવસ દેવીએ આવીને સઘળાય તપસ્વીઓને ઓળંગીને તે ક્ષુલ્લકમુનિને જ વંદન કર્યું. તેથી તે દેવી જ્યારે ત્યાંથી પાછી ફરે છે ત્યારે ચારમાસી તપ કરનારા તપસ્વીએ તેના વસ્ત્રને છેડાથી પકડીને રોકીને તેને કહ્યું: હે પાપિણી કટપૂતના! તું અહીં કેમ આવી છો? કારણ કે તું મહાતપસ્વીઓને ઓળંગીને ત્રિકાલ ભોજન કરનારને વંદન કરે છે. તેથી દેવીએ કહ્યું: હે તપસ્વી! નિષ્કારણ કેમ ગુસ્સો કરો છો? હું ભાવ તપસ્વીને વંદન કરું છું, દ્રવ્ય તપસ્વીને નહિ. પોતાની ભાવ તપશ્ચર્યા કેવી છે તે તમે પોતે જ જાણો. લોકમાં દરિદ્રતા અને ભૂખ વગેરેથી પીડાયેલા દ્રવ્ય તપસ્વીઓ સુલભ છે. પૂર્વે દ્રવ્યતપશ્ચર્યાઓ અનંત પ્રાપ્ત થઇ છે. આ મુનિ ત્રણ કાળ ભોજન કરે છે એમ તમે જે કહો છો તે પણ ઈર્ષ્યા જ છે. આવાઓને નિત્ય ઉપવાસ જ હોય. કારણ કે કહ્યું છે કે- નિરવદ્ય આહાર કરનારાઓને નિત્ય જ ઉપવાસ છે. તો પણ ઉત્તરગુણની વૃદ્ધિ માટે ઉપવાસ ઇચ્છે છે, અર્થાત્ પચ્ચકખાણપૂર્વક ઉપવાસ કરવો જોઇએ એમ મહર્ષિઓ ઇચ્છે છે=કહે છે. શક્તિ મુજબ તપ કરવો જોઈએ એમ જિનોએ કહ્યું છે. આ મુનિ શક્તિને ગોપવતા નથી. તો પછી આ મુનિ તપથી હીન કેવી રીતે છે? અને તમે તપથી અધિક કેવી રીતે છો? ઇત્યાદિ ગુણોથી દેવીએ ક્ષુલ્લકમુનિની પ્રશંસા કરી. પછી તેના ગુણોથી હર્ષ પામેલી તે ગઈ.
સવારે રાતવાસી આહાર (રાતે રાખવા છતાં અભક્ષ્ય ન બને તેવો આહાર) લઈને આવેલા ક્ષુલ્લક મુનિ ચારમાસી તપ કરનારા તપસ્વીને નિમંત્રણ કરે છે. ગુસ્સે થયેલા તે તપસ્વી તેના પાત્રમાં થુંકે છે. કોઈપણ રીતે નિમંત્રણ કરાયેલા અન્ય તપસ્વીઓ પણ તે જ પ્રમાણે તેના પાત્રમાં થુંકે છે. સંવેગને પામેલા ક્ષુલ્લકમુનિ મિચ્છા મિ દુક્કડ પૂર્વક કહે છે કે મારા પ્રમાદને ધિક્કાર થાઓ. તપસ્વીઓની પાસે ખેલમલ્લક ન મૂક્યો. હું અસમાધિનું કારણ થયો. ઇત્યાદિ પોતાની નિંદા કરતા ક્ષુલ્લકમુનિ તે આહારને ખાવાનું જેટલામાં શરૂ કરે છે તેટલામાં ચાર તપસ્વીઓએ ખાવાનો નિષેધ કર્યો. ક્ષુલ્લકમુનિએ વિચાર્યું પશુની જેમ માત્ર આહાર માટે સદાકાલ હું આહારને જ મેળવવાની ઇચ્છાવાળો છું. આ મહાકર્મક્ષય કરનારા તપસ્વીઓ છે. હું એમને સર્પના બચ્ચાની જેમ ઉગ કરનારો થયો. તેથી આ વિષે મારું સમ્યક્ મિચ્છા મિ દુક્કડ થાઓ. ફરી એમને અસમાધિ નહિ કરું. (૫૦) આ પ્રમાણે ઉપશમથી કોઈપણ રીતે તે રીતે ભાવનાની વૃદ્ધિને પામ્યા કે જેથી તેમને ભુવનતલને પ્રકાશિત કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સુગંધી પવન શરૂ થયો. સુગંધીજલની વૃષ્ટિ થઈ. દેવોએ