________________
૪૯૪-માયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વણિકપુત્રીનું દૃષ્ટાંત આપતો નથી. તેથી કમલા વિલાપ કરવા લાગી. કમલાએ તેને દીનવચનોથી કહ્યું: હે નાથ! જેટલી કૃપાનો નિર્વાહ કરી શકાય તેટલી જ કૃપા પ્રેમીઓ ઉપર સદાય કરાય છે. અથવા ( કૃપાનો નિર્વાહ ન થઈ શકે તો) કૃપા ન કરવી એ જ યુક્ત છે. કારણ કે દૂર સુધી ઉપર ચઢેલો પતનથી ગભરાય છે, પણ ભૂમિમાં રહેલો પતનથી ગભરાતો નથી. સારી આંખવાળાને ઉખાડેલી આંખનું જે દુઃખ થાય છે તે દુઃખ જન્મથી અંધને થતું નથી. શીલસ્પલનાને છોડીને સ્ત્રીઓ ઉપર આટલો કોપ યોગ્ય નથી. તેમાં પણ તમારો ભેદ મેં સ્વપ્નમાં પણ જોયો નથી. તેથી કરુણા કરીને મારા ઉપર કૃપા કરો. ઉત્તર આપો. દરવાજા ઉઘાડો. અન્યથા તમે મને મરેલી જોશો.
વસુમતીએ સખીની કૃપાથી ઘણા સ્થાનોમાં પૂર્વે પણ તે રીતે ખુશ કર્યા છે કે જેથી પિતા તેના વચનને છોડીને બીજા ઉપર કોઈ પણ રીતે વિશ્વાસ કરતો નથી. તે વિચારે છે કે બાલવચનો નિષ્કારણ હોય છે, અર્થાત્ બાલવચનો સ્વાર્થપ્રેરિત કે અહંકારપ્રેરિત હોતા નથી, તેથી બાલવચનો કયારે પણ ખોટાં થતાં નથી. (રપ) તેથી ચોક્કસ આ દુરાચારિણી છે. તેથી ઉત્તર આપતો નથી. કમલા આખી રાત તે જ પ્રમાણે વિલાપ કરતી પસાર કરે છે. સવારે ઉઠીને ઘરમાંથી નીકળેલો સુધન આખોય દિવસ બહાર પસાર કરે છે. સાંજે ફરી આવીને દરવાજા બંધ કરીને પોતાના વાસઘરમાં સૂઈ ગયો. તે જ પ્રમાણે વિલાપ કરતી કમલાને પણ તેણે ન ગણકારી.
તેથી રાત્રિ પૂર્ણ થઈ ત્યારે કમલાએ વિચાર્યું. આ કંઇપણ દુષ્ટ માણસનો મહાન વિલાસ છે. નહિ તો તેવા પ્રકારના સ્નેહવાળો પણ પતિ નિષ્ફર કેવી રીતે થઈ ગયો? હમણાં જ મેં સાવકીપુત્રીને અવજ્ઞાથી જોઈ છે. તે મેં અયુક્ત કર્યું. કારણ કે તે પ્રપંચ કરવામાં કુશળ છે. તેથી આ વિલાસ તેણે કર્યો છે બીજા કોઈએ નહીં. હવે એની પાસે જઈને એના ચરણોમાં પડીને કમલાએ કહ્યું: હે વત્સ! મારા સઘળાય અપરાધની ક્ષમા કર. તથા પ્રસન્ન થઈને કોઈપણ રીતે પિતાને તે પ્રમાણે કહે કે જેથી મારા ઉપર કૃપાવાળા થાય. પછી સખીથી શિખવાડાયેલી વસુમતીએ કહ્યું માતા! આ શું છે? કારણ કે આવા વૃત્તાંતની વાત પણ હું જાણતી નથી. બહુલીએ આ વિલાસ કર્યો છે, વસુમતીએ આ વિલાસ કર્યો નથી, એમ જાણતી કમલાએ સઘળોય વૃત્તાંત કહ્યો. પછી વસુમતીએ કહ્યું: અમે તો બાળક છીએ. આવી વાતો સાંભળતા નથી. આમ કહીને ફરી પણ ખોટી નિદ્રા શરૂ કરી. તેથી વિલાપ કરતી કમલાએ ફરી ફરી તેના ચરણોમાં પડીને કહ્યું: હે વત્સ! આજથી હું તારી દાસી છું. હવે અપરાધ નહિ કરું. તેથી એકવાર પ્રસન્ન થઈને સ્વપિતાને મનાવ. આ પ્રમાણે ઘણા આગ્રહથી કહ્યું. ત્યારે વસુમતી બોલીઃ જો તારો આ કંઈ અસદ્ આગ્રહ છે તો જો માને તો પિતાની પાસે જઈને પિતાને કહું છું. તું અહીં રહે. આ પ્રમાણે કહીને