________________
૪૯૬-માયા વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વણિકપુત્રીનું દૃષ્ટાંત . સ્થિતિમાં પણ તેને માતા-પિતા ઋષભપુરમાં લઈ ગયા. ત્યાં તે પ્રમાણે બાંધેલી આંખોએ જ તે કમલિનીને પરણ્યો. સાસુ-સસરાએ વસુમતિને ચંપા નગરીથી લાવીને કેટલા દિવસ ઘરમાં રાખી તેટલા દિવસ વસુદત્ત ઘરમાં ન આવ્યો. કમલિની કોઈપણ રીતે વિનય વગેરે નિર્મલ ગુણોથી સાસુ-સસરાને તે રીતે ખુશ કરે છે કે જેથી બધા તેના દુઃખથી દુઃખી થયા. માતા-પિતા વગેરેએ વસુદત્તને આ અંગે જાતે કહ્યું અને બીજા દ્વારા પણ કહેવડાવ્યું. આમ છતાં સંભોગસુખની વાત દૂર રહી, કિંતુ તેણે કમલિનીને દૃષ્ટિથી પણ ન જોઈ. પછી તેને પિયરના ઘરે મોકલી. નારકોનાં દુ:ખથી પણ અધિકદુઃખને અનુભવતી તે કષ્ટથી દિવસોને પસાર કરે છે. વસુદત્ત ધનસમૂહ ખર્ચીને વેશ્યા વગેરેની સાથે વિલાસ કરે છે. કમલિનીનું નામ પણ સાંભળતાં સર્વ અંગોમાં બળે છે. જો એની આગળ તેનું રૂપ ઘણું છે ઇત્યાદિ કોઈ વર્ણન કરે તો પણ એ કોઇપણ રીતે વિશ્વાસ કરતો નથી, અને મૌન રહે છે. આ પ્રમાણે વિયોગથી થયેલું મહાદુઃખ કમલિની પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના દોષથી બાર વર્ષ સુધી ભોગવે છે. હવે એના કર્મની અનુકૂળતા થતાં સુવ્રત સસરાને (વિશિષ્ટ) બુદ્ધિ ઉત્પન્ન થઈ. આથી સુવ્રતે વસુદત્તના ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત મતિમંદિર નામના મિત્રને ઘરે બોલાવીને અને સન્માન કરીને કહ્યું: (૭૫) મારો પુત્ર અસાધારણ રૂપાદિ ગુણવાળી પણ કમલિનીને ઇચ્છતો નથી તે વિગત તું જાણે જ છે. તેથી કૃપા કરીને તે કોઇપણ ઉપાય કર કે જેથી તે બિચારી શાંતિને પામે. આ કાર્ય નિપુણબુદ્ધિ એવા તારા સિવાય બીજા કોઇથી થઈ શકે તેમ નથી. તેથી મતિમંદિરે કહ્યું: હે શેઠ! આ પ્રમાણે ઘણું ન કહો, અર્થાત્ ઘણું કહેવાની જરૂર નથી. તેને ગુપ્ત રીતે અહીં લઇ આવો. જેથી તેને સુખી કરું. પછી ખુશ થયેલા શેઠે તેને લાવીને બીજાના ઘરમાં રાખી. મતિમંદિર કમલિનીની પાસે જઈને તારે આમ આમ કરવું એમ ગુપ્ત રીતે તેને શિખવાડે છે. તેથી કમલિની શ્રેષ્ઠ શૃંગાર કરીને પાલખીમાં બેસીને વસુદત્તની દુકાનમાં ગઇ. તેના રૂપ વગેરે ગુણસમૂહને જોઇને આસક્ત મનવાળો વસુદત્ત સંભ્રમથી ત્યાં તેને બેસવા માટે ઘણું મોટું આસન અપાવે છે. કમલિની તે આસન ઉપર બેઠી. પછી વસુદત્તે દાસીને પૂછ્યું: આ કોણ છે? દાસીએ કહ્યું: મગધનામના પ્રિય રાજાના આ પત્ની છે. કાપડ, કપૂર, અગરુ અને ચંદન વગેરે વસ્તુઓને લેવા માટે ઉત્તમ સન્નિવેશથી અહીં આવેલા છે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલો અને કામદેવથી પ્રેરણા કરાતો તે તેને તંબોલ વગેરે આપે છે. બંધાવો' એમ કહીને શ્રેષ્ઠ કાપડ વગેરે લીધું. આ તરફ જાણે સમય પારખીને હોય તેમ સૂર્ય અસ્ત પામ્યો. વસુદત્તના હૃદયમાં ઉત્પન્ન થયેલા કામદેવના વિકારોની જેમ અંધકાર ફેલાયો. દાસીએ વસુદત્તને કહ્યું: હવે અંધારું થઈ ગયું છે.
૧. સન્નિવેશ એટલે નગરની બહારનો પ્રદેશ અથવા ગામ. ૨. અર્થાત્ માલ બંધાવો.