________________
માયા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૫ પિતાની પાસે જઇને તેણે પિતાને આ પ્રમાણે પૂછ્યું: માતાએ તમારો શો અપરાધ કર્યો છે? તેથી પિતાએ કહ્યું: હે વત્સા! આ દુરાચારિણી છે. તેથી તેનું નામ ન લે. હે પિતાજી! તમે આ કેવી રીતે જાણો છો? પિતાએ કહ્યું: તેં સખીની સાથે તેની સાડી ચોખ્ખી નથી એમ જે કહ્યું હતું તે મેં અહીં સાંભળ્યું હતું. પછી હસીને વસુમતીએ પિતાને આ પ્રમાણે કહ્યું: આવી તમારી કુશળતા? પિતાએ પૂછ્યું: હે વત્સા! શું તે વિગત તે પ્રમાણે નથી? તેણે કહ્યું: હે પિતાજી! માતા સાડી ધોબીઓને જલદી ધોવા માટે આપતી નથી. મિલન પણ સાડી પહેરે છે. તેથી મેં માતાને કહ્યુંઃ ધનનો લોભ કેમ કરે છે? સાડીને ધોવડાવ. આ પ્રમાણે મેં માતાને કહ્યું: છતાં તે સાડી ધોવડાવતી નથી. હે પિતાજી! તેથી મેં તે પ્રમાણે કહ્યું હતું. શીલના વિચારમાં તો માતા ચોખ્ખી જ છે. તેથી સુધને વિચાર્યું: જો, પત્ની આજ્ઞાને સ્વીકારનારી હોવા છતાં માત્ર બાલવચનથી મેં કેમ તેટલી અપમાનિત કરી? (૫૦) ઇત્યાદિ વિચારીને પોતાના દોષની પત્ની પાસે ક્ષમા માંગે છે. પછી વસુમતીના ચિરત્રને જોઇને કમલા ભય પામી. ત્યારથી સમ્યક્ આજ્ઞામાં વર્તે છે.
પછી સાકેત નગરમાં નંદ નામનો વણિક વસુમતીને પરણે છે. ત્યાં લાંબા સમય સુધી ઘરવાસ પાળીને પતિનું મૃત્યુ થતાં વસુમતી પાછલી વયમાં તાપસદીક્ષા લે છે. પછી મરીને વ્યંતર દેવોમાં દેવવેશ્યા થઇ. ત્યાંથી પણ (અવીને) ઋષભપુરમાં સુપ્રભશેઠના ઘરમાં શ્રેષ્ઠ રૂપવાળી કમલિની નામની પુત્રી થઇ. આ તરફ ચંપાનગરીમાં સુવ્રત નામનો ધનવાન શેઠ છે. તેનો વસુદત્ત પુત્ર છે. ધનવાન શેઠે વસુદત્ત માટે યૌવનને પામેલી કમલિનીની માગણી કરીને આદરપૂર્વક સગાઇ કરી. વસુમતીએ પૂર્વે સખીના વચનથી જે કર્મ કર્યું હતું તે કર્મના કોઇક વિપાકથી તે દેવ-મનુષ્યના જન્મોમાં સ્ત્રીપણાને પામી. કંઇક કર્મ આ અવસરે ઉદયમાં આવ્યું. તેના પ્રભાવથી વસુદત્તને સ્વમિત્રોએ હાસ્યથી કહ્યું: તારા પિતાએ તારી જે વહુ સ્વીકારી છે. તે આંખોથી કાણી છે. કુરૂપપણાની સીમા છે, તેથી વસુદત્તે પૂછ્યું: તમે કેવી રીતે જાણો છો? તેથી એમનામાંના એકે કહ્યું: હું ઋષભપુરમાં ગયો હતો. ત્યાં મેં સ્વદૃષ્ટિથી તેને જોઇ છે. તેથી જે યુક્ત હોય તે કર. આ સાંભળીને વસુદત્ત હૃદયમાં અતિશય દુ:ખી થયો. તેણે વિચાર્યું: શું જગતમાં બીજી કન્યાઓ ખલાસ થઇ ગઇ છે? જેથી પિતાએ મારા માટે તેવી કન્યા સ્વીકારી. પણ હમણાં તો હું શું કરું? સઘળી જાન તૈયાર થાય છે. પંચમીના દિવસે પ્રત્યક્ષ પ્રમાણથી લગ્ન લક્ષમાં લેવાયા છે. અર્થાત્ પંચમીના દિવસે પ્રત્યક્ષ પ્રમાણથી લગ્ન થશે. તેને સ્વદૃષ્ટિથી જોવા માટે હું સમર્થ નહિ થઇશ. આથી હમણાં કંઇક કપટ કરવું એ યુક્ત છે. આથી આંખોને પાટાથી મજબૂત બાંધીને ઘરે ગયો. માતા-પિતાએ તેને પૂછ્યું: હે વત્સ! આ શું? તેણે કહ્યું: મારી આંખો દુ:ખે છે. પછી આવી ૧. સુવાવિઓ=પદનો શબ્દાર્થ “દુઃખી કરાવાયો” એવો થાય.