________________
માયા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) વણિકપુત્રીનું દૃષ્ટાંત
[વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૩
ઘણા માર્ગોવાળી અને સ્થિર રહેઠાણવાળી શ્રાવસ્તી નામની નગરી છે કે જે શ્વેતમંદિરોથી જાણે ત્રણ માર્ગવાળી અને અસ્થિર એવી દેવનગરી ઉપર હસે છે. ત્યાં સુધન નામે શેઠ છે કે જેના ઘરમાં ઘણા વિસ્તારવાળી ઋદ્ધિ ચોતરફ શોભે છે. શેઠે ઋદ્ધિનો વિધવા સ્ત્રીની જેમ ત્યાગ (=ખર્ચ) કર્યો હતો. તેની અભયશ્રી નામની પત્ની હતી. તેમને ગુણવતી અને અતિદુર્લભ વસુમતી નામની પુત્રી થઇ. તે કળાઓમાં ઘણી હોંશિયાર હોવાથી બાલપંડિતા એ રીતે પ્રખ્યાત થઇ. મોહરાજાની પૌત્રી અને શ્રીરાગકેશરીની બહુલી નામની પ્રસિદ્ધ પુત્રી છે. તે વિશ્વને પોતાને આધીન કરવા માટે ફરી રહી છે. તે રોક-ટોક વિના બધે ફરે છે. હવે એકવાર તે ઉદ્યાન વગેરેમાં ક્રીડા કરતી વસુમતીની સખી થઇ. તેના પ્રભાવથી વસુમતી વિવિધ ચેષ્ટાઓથી લોકને પૂર્વથી અધિક ખુશ કરે છે. હવે તેની કૌમાર્ય અવસ્થામાં અભયશ્રી પરભવમાં જન્મ પામી અર્થાત્ મૃત્યુ પામી. તેથી સુધન કમલા નામની બીજી સ્ત્રીને પરણ્યો. તેણે કમલાને કહ્યું: જો તું મારી પુત્રીને સ્વપુત્રીની જેમ નહીં પાળીશ તો મારી સાથે તારો ઘરવાસ નહીં થાય. આવા ભયથી તે તેનું પાલન કરે છે. તે સારી રીતે વૃદ્ધિ પામે છે.
એકવાર સ્વામીને વસુમતી પ્રત્યે દૃઢ સ્નેહવાળા જાણીને કમલા વસુમતીને બરોબર જોતી નથી=એના પાલન-પોષણ તરફ બરોબર લક્ષ આપતી નથી. તેથી વસુમતીએ વિચાર્યું કે પિતાને કહું. અથવા પિતાને કહેવાથી શું? મારી સખી વિશ્વને પણ આધીન કરે છે. તો પછી આને આધીન કેમ ન કરે? તેથી એક દિવસ સખીની સાથે મંત્રણા કરી. પછી કમલા બહાર ગઈ હતી અને સુધન વાસઘરમાં સુતો હતો ત્યારે સાંજના સમયે બારણા આગળ ઊભી રહીને સુધન સાંભળે તે રીતે વસુમતીએ બહુલી સખીને ઉદ્દેશીને કહ્યું: હે સખી! મારી આ સાવકી માતા સાડીથી અત્યંત ચોખ્ખી નથી. આવા પ્રકારની ચિંતા મારા પિતા કરતા નથી, અને હું બાલિકા છું. તેથી શું કરીએ? અથવા આનાથી શું? મને ઊંઘ આવે છે. તેથી જઇને સૂઇ જઇએ. આ પ્રમાણે બોલીને તે સૂઇ ગઇ.
આ સાંભળીને ગુસ્સે થયેલો અને ઇર્ષારૂપ અગ્નિથી બળતો સુધન બારણાના ખુલ્લાં કમાડોને બંધ કરીને અંદર રહ્યો. પછી બહારથી આવેલી કમલાએ બારણા આગળ ઊભી રહીને બૂમ પાડી. કોપથી બળતો સુધન ઉત્તર આપતો નથી. તેથી શંકિત હૃદયવાળી કમલાએ કહ્યું: હે સ્વામી! આ શું? તમારા સંબંધી પોતાનો અપરાધ મને યાદ આવતો નથી. હવે જો અજ્ઞાનતાથી મેં અપરાધ કર્યો હોય તો તે અપરાધ પ્રસન્ન થઇને મને કહો, કે જેથી ચરણોમાં પડીને ખમાવું. દરવાજા ઊઘાડો. આ પ્રમાણે કહેવા છતાં તે કોઇપણ રીતે ઉત્તર