________________
૪૮૬-કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[માનના ૮ પ્રકાર પુષ્પવૃષ્ટિ કરી. દેવોએ ક્ષુલ્લકમુનિને સુવર્ણકમળ ઉપર બિરાજમાન કર્યા. આ પ્રમાણે દેવો સહિત ઈન્દ્રોએ વિસ્તારથી મહિમા કર્યો. પછી જ્ઞાની મુનિએ ધર્મ કહ્યો. પછી દેવીએ તપસ્વીઓને કહ્યું: હે તપસ્વીઓ! ત્રિકાલ ભોજન કરનારનું માહાસ્ય જુઓ. પછી સ્વક્રોધની નિંદા કરતા અને તેના ઉપશમની પ્રશંસા કરતા તે બધા કોઇપણ રીતે તે રીતે પરમ સંવેગને પામ્યા કે જેથી નિર્મલ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ક્રમે કરીને કર્મરજનો નાશ કરીને પાંચેય સિદ્ધ થયા. આ પ્રમાણે ભુલ્લકમુનિ પણ ક્રોધથી દુઃખ પામ્યા અને પછી ક્ષમાથી દેવો વડે નમાયા. તેથી તે જીવ! તું ક્ષમાને કર અને ક્રોધનો નાશ કર. [૨૯૦]
આ પ્રમાણે નાગદત્તમુનિનું કથાનક પૂર્ણ થયું. ઉદાહરણસહિત ક્રોધનો વિપાક કહ્યો. હવે માનવિપાકનો અધિકાર છે. તેમાં માનના આઠ પ્રકાર બતાવવાપૂર્વક માનના હેયપણાને કહે છે
जाइकुलरूवसुअबललाभतविस्सरिय अट्टहा माणो । जाणियपरमत्थेहिं, मुक्को संसारभीरूहिं ॥ २९१॥
જાતિ, કુલ, રૂપ, શ્રુત, બળ, લાભ, તપ અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારે માન છે. જેમણે પરમાર્થને જાણ્યો છે તેવા સંસારભારુ જીવોએ માનનો ત્યાગ કર્યો છે. [૨૧]
હવે જાત્યાદિ મદસ્થાનોમાંથી કોઇપણ એક પણ મદસ્થાન કરવામાં આવે તો આ લોકમાં પણ મોટા દોષ માટે થાય એમ બતાવતા સૂત્રકાર કહે છે
अन्नयरमउम्मत्तो, पावइ लहुअत्तणं सुगुरुओऽवि ।। विबुहाण सोअणिजो, बालाणवि होइ हसणिज्जो ॥ २९२॥
જાત્યાદિ મદસ્થાનોમાંથી કોઇપણ એક પણ મદસ્થાનથી ઉન્મત્ત બનેલો જીવ ઘણો મોટો હોય તો પણ લઘુતાને પામે છે, નિપુણપુરુષોને ચિંતા કરવા યોગ્ય બને છે, બાલ(=અજ્ઞાન) પુરુષોને હસવા લાયક થાય છે. [૨૯૨].
વળીजइ नाणाइमओऽवि हु पडिसिद्धो अट्ठमाणमहणेहिं । तो सेसमयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ॥ २९३॥
આઠમદનો નાશ કરનારાઓએ જો જ્ઞાનાદિમદનો પણ નિષેધ કર્યો છે તેથી અન્ય મદસ્થાનોનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઇએ.
વિશેષાર્થ– જો આઠમદનો નાશ કરનારા તીર્થંકર-ગણધરોએ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ