________________
ક્રોધ-ક્ષમાના ફળમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિતભટ્ટિકાનું દાંત-૪૮૧ વૈશ્વાનરે વિવેકરૂપ વૈભવને બાળીને તે પ્રમાણે કોઈપણ રીતે અચંકારિતભટ્ટિકાને વિમૂઢ મનવાળી બનાવી દીધી. જેથી આ પ્રમાણે મનાવી રહેલા પણ સુબુદ્ધિને તે ઉત્તર પણ આપતી નથી. તેથી ખિન્ન બનેલા મંત્રીએ કહ્યું: હે! જુઓ! મેં પોતાના હાથોથી જ તેવા અનર્થને ગ્રહણ કર્યો કે જે અનર્થને હું મૂકવા કે ગ્રહણ કરવા સમર્થ નથી. આ પ્રમાણે પૂર્વે નહિ સાંભળેલા કઠોર વચનને સાંભળીને તેનો ક્રોધરૂપ અગ્નિ વધારે પ્રજવલિત બન્યો. આથી દરવાજા ઉઘાડીને તે એકદમ જ ઘરમાંથી નીકળીને અશોકવાટિકામાં ગઈ. પછી મંત્રીને પાછળ આવતો જોઇને તેની દૃષ્ટિને છેતરીને પિતાના ઘર તરફ ચાલી. મોહના પૌત્ર વૈશ્વાનરે તેની જ્ઞાનરૂપ આંખોને અજ્ઞાનરૂપ ધૂમાડાથી કાળા-લાલ વર્ણવાળી કેરી નાખી. એથી તેને માર્ગ દેખાયો નહિ, અર્થાત્ તેને પોતાનું કર્તવ્ય સમજાયું નહિ.
તેથી (રસ્તામાં) ચોરોએ તેને પકડી વિલાપ કરતી તેનું મુખ ઢાંકી ( દાબી) દીધું. વસ્ત્રથી બાંધીને અને ગળેથી પકડીને નગર બહાર લઈ ગયા. ક્રોડમૂલ્યવાળા સઘળાય આભૂષણો ખેંચીને લઈ લીધા. પછી તેને સિંહગુફા નામની પલ્લીમાં લઈ જઈને વિજય નામના પોતાના સ્વામીને સોંપી. તેણે પણ કાળી ચામડીવાળા, કુરૂપ અને જાણે યમનો બંધુ હોય તેવા ચોરસ્વામીને જોયો. ચોરોએ સ્વામીને કહ્યું: હે સ્વામી! તમને આપવા માટે અમે ઉજ્જૈની નગરીથી આને લઈ આવ્યા છીએ. પછી આ સાંભળીને હર્ષ પામેલા સેનાપતિએ ચોરોને ઘણા પ્રકારનું ધન આપ્યું. પછી સેનાપતિએ અચંકારિતભફ્રિકાને પોતાની માતાને આપીને કહ્યું: હે માતા! આ રમણીને એ રીતે કહેવું કે જેથી એ મને ઇચ્છે. તેથી માતાએ કહ્યું: હે વત્સ! શું આ પણ કહેવા યોગ્ય છે? અર્થાત્ તારે આ કહેવાની જરૂર નથી. કારણ કે સ્વપુણ્યથી જ આ આટલીભૂમિ સુધી આવી છે. ક્ષેત્ર પણ કોઇપણ રીતે દૂર છે, અને રત્નાકરમાં રત્ન તો એનાથીય દૂર છે. માતા ઇત્યાદિ નિપુણવચનો કહીને તેને રતિઘરમાં લઈ ગઈ. ત્યાં પ્રાર્થનાપૂર્વક કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે હે વત્સ! મારો પુત્ર ઉદાર, શૂર, કૃતજ્ઞ અને બુદ્ધિમાન છે. બહુ કહેવાથી શું? તે સર્વ અંગોમાં ગુણરૂપ અમૃતરસથી નિર્માણ કરાયો છે. તેથી એનો સંગ કરીને પોતાના રૂપ અને યૌવનને સફળ કર. તે સાંભળીને બાલા જાણે મસ્તકમાં વજથી હણાઈ હોય તેમ બોલી: હે માતા! જો હણાયેલા દૈવે મને જો દેશ-કુલનો વિયોગ કરાવ્યો. તો શું તે શીલનું પણ હરણ કરશે? ના, આ યુગાન્ત પણ નહિ બને. કારણ કે બાણથી ભેદાયેલાની જેમ કામદેવ મારા અંગોને ભેદી નાંખે તે સારું છે, પણ હું બંને કુલોને નિંદનીય ભેટશું નહિ આપું. મારું જીવન વિદ્યમાન હોય અને કોઈ બળાત્કારે મારું શીયળરૂપી આભરણ હરી જાય એવો સંદેહ તમારે અહીં ન રાખવો અર્થાત્ મારા પ્રાણ જશે પણ શીયળ નહીં જાય.
૧. ધૂમલ = કાળો તથા લાલ મિશ્રરંગ. “તની સન્નત'' એ અર્થમાં ધૂમલ શબ્દને તદ્ધિતનો ત પ્રત્યય લાગ્યો
છે. જેમ કે- તાશિત નમઃ | ૨. આ કથન કયર્થક છે. અહીં બીજો અર્થ આ પ્રમાણે છે- ક્ષેત્ર એટલે સ્ત્રી. સ્ત્રી દુર્લભ છે. તેમાં પણ આવું
સ્ત્રીરત્ન અતિશય દુર્લભ છે.