________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંયમના ૧૭ પ્રકાર-૪૨૩ પરને અનુગ્રહ થાય. આ બધું અયુક્ત છે. કારણ કે દ્રવ્યસ્તવ બહુગુણવાળું છે એવું વચન અનિપુણ મતિવાળાનું છે. શાથી? તે કહે છે- કારણ કે પૃથ્વીકાય વગેરે છ જીવોનું જે કંઈ પણ હિત છે તે જ મુક્તિનું પ્રધાન કારણ છે, એમ જિનો કહે છે. છ જવનિકાયનું હિત સંયમ છે. તે સંયમ આ પ્રમાણે છે-“પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય એ દરેક જીવોના મન-વચન-કાયાથી સંરંભ-સમારંભઆરંભ કરવા નહિ, કરાવવા નહિ, તથા અનુમોદવા નહિ.
એમ નવ પ્રકારના જીવોના સંરંભાદિ ન કરવા તે સંયમના નવ પ્રકારો. તથા દુઃષમા વગેરે કાળના દોષથી તથાવિધ બુદ્ધિની, આયુષ્યની, શ્રદ્ધાની, સંવેગની, ઉદ્યમની અને બળની, વગેરેની હાનિવાળા વર્તમાન કાળના શિષ્યોના ઉપકાર માટે, સંયમમાં ઉપકારક પુસ્તકો વગેરે અજીવ પદાર્થોને તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવાપૂર્વક જયણાથી રાખવા તે ૧૦- અજીવસંયમ સમજવો. “પ્રેક્ષા' એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવદ્ય સ્થાને “નેત્રોથી જોઈને સુવું, બેસવું, ઉભા રહેવું, કે ચાલવું, વગેરે ૧૧- પ્રેક્ષાસંયમ સમજવો. પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્
અમુક ઘર-ગામ વગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરો' ઇત્યાદિ ઉપદેશ નહિ કરવો તે ૧૨ઉપેક્ષાસંયમ જાણવો. અથવા પ્રેક્ષા-ઉપેક્ષાનો બીજો અર્થ સંયમમાં અનાદર કરતા સાધુઓને તે તે સંયમનાં કાર્યોમાં જોડવા તે “પ્રેક્ષાસંયમ અને નિર્ધ્વસ પરિણામી પાસત્થા વગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે “ઉપેક્ષાસંયમ એમ કરવો. નેત્રોથી જોએલી પણ ભૂમિનું કે વસ્ત્ર-પાત્રાદિનું રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂકતાં, વારંવાર પ્રમાર્જન કરવું, કાળી ભૂમિવાળા વગેરે પ્રદેશમાંથી સફેદ ભૂમિવાળા વગેરે પ્રદેશમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાદિ જોઈ શકે તેમ ન હોય ત્યારે સચિત્ત-અચિત્ત કે મિશ્રરજથી ખરડાએલા પગ વગેરેનું પ્રમાર્જન કરવું અને ગૃહસ્થો વગેરે જોઈ શકે ત્યારે પ્રમાર્જન નહિ કરવું, તે ૧૩- પ્રમાર્જના સંયમ. વડીનીતિ, લઘુનીતિ(સ્પંડિલ-માત્રુ), શ્લેષ્મ, કફ વગેરેને તથા જીવસંસક્ત, દોષવાળાં કે અનુપકારી (વધી પડેલાં) આહાર પાણી વગેરેને જતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં (તજવાં) તે ૧૪- પરિષ્ઠાપના સંયમ સમજવો. દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન, વગેરે દુષ્ટ ભાવોથી મનને
१. संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो । आरंभो उद्दवओ, सुद्धनयाणं तु (च) सव्वेसिं ॥१०६०॥ (प्रवचनसारो०)
ભાવાર્થ- મારવાનો (હિંસાનો) સંકલ્પ કરવો તે સંરંભ, પીડા ઉપજાવવી તે સમારંભ, અને પ્રાણોનો વિયોગ કરવો તે આરંભ, એ હિંસાના સંરંભાદિ ત્રણે ય પ્રકારો સર્વ શુદ્ધ નયોને (અથવા “અ'કારનો પ્રક્ષેપ કરવાથી સર્વ અશુદ્ધ એટલે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયને પણ) માન્ય છે.
ઉ. ૪
ભા.૨