________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત-૪૪૫ પાવત્તિક દોષ લાગતો હોવાથી દાનશાળાઓમાં સાધુઓને ન કહ્યું. તેથી રસોઇયાના હાથથી વિશુદ્ધકોટિ હોવાથી સાધુઓને કહ્યું. ગુપ્ત રીતે મૂલ્ય આપેલું હોવાથી સાધુઓ જાણતા નથી. એ પ્રમાણે રાજા વણિકપ્રધાન, કંદોઈ અને વણિક વગેરે અન્યલોકને પણ કહે છે કે તમે મુનિવરોને ઇચ્છા પ્રમાણે આપો. આપેલાનું મૂલ્ય મારી પાસે માગો. પછી લોક આ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યો અને સાધુઓ તે પ્રમાણે જ લે છે. એ પ્રમાણે શ્રી આર્યસુહસ્તિસૂરિ તેને (=રાજા મૂલ્ય આપે છે એ વિગતને) જાણતા હોવા છતાં શિષ્યોના અનુરાગથી નિવારતા નથી. ક્યારેક શ્રી આર્યમહાગિરિસૂરિને આની (રાજા મૂલ્ય આપે છે એની) જાણ થઈ. આથી શ્રી આર્યમહાગિરિસૂરિ આર્યસુહસ્તિસૂરિને ઠપકો આપે છે કે, હે આર્ય! જાણતો હોવા છતાં તું આ અષણાને કેમ નિવારતો નથી? શ્રી આર્યસુહસ્તિસૂરિ કહે છે કે, લોક રાજાની અનુવૃત્તિથી (=અનુસરણથી) ધાર્મિક થયો છે. તેથી સ્વયમેવ (સ્વેચ્છાથી) દાન આપે છે. આથી અહીં અનેષણ શી? પછી શ્રી આર્યમહાગિરિસૂરિ “આ માયાવી છે” એમ વિચારીને ગુસ્સે થઇને કહે છે કે, હે આર્ય! હવેથી અમારો તારી સાથે અસંભોગ (=આહાર-પાણી આદિનો વ્યવહાર બંધ) છે. તેથી આર્યસુહસ્તિસૂરિએ જલદી ગુરુના ચરણોમાં પ્રણામ કરીને મિચ્છા મિ દુક્કડ” આપ્યું, અને કહ્યું કે ફરી આવો અપરાધ નહિ કરું, એક અપરાધની ક્ષમા કરો. આર્યમહાગિરિસૂરિએ ક્ષમા કરી. વિહાર કરતા અન્ય સ્થળે ગયા. સંપ્રતિરાજા પણ નિષ્કલંક શ્રાવકપણાને પાળીને કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયો. સંપ્રતિરાજા આ પ્રમાણે ઋદ્ધિને ભોગવીને ક્રમે કરીને સિદ્ધિને પણ પામશે. અવ્યક્ત પણ સામાયિક આવું છે તે પ્રતિપૂર્ણ સામાયિક માટે શું કહેવું? [૨૫૫]
આ પ્રમાણે સંપ્રતિરાજાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ચારિત્રની વિધિને જાણનારાઓએ અપવાદ-ઉત્સર્ગના સંબંધથી શુદ્ધ આવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે. આવા ચારિત્રને સ્વયં આચરનાર, બીજાઓને ચારિત્રનો ઉપદેશ આપનાર, તથા આના ભાવથી( ચારિત્રના પરિણામથી) શ્રાવક પણ મોક્ષપદમાં જાય છે. (૧) હર્ષ પામેલા દેવસમૂહ, મનુષ્યસમૂહો, ચક્રવર્તીઓ અને ઈદ્રો જેના કારણે ભિખારીને પણ પ્રેમથી નમે છે, તથા જેનાથી દેવસંપત્તિ, મનુષ્યસંપત્તિ અને મોક્ષસંપત્તિનો સંગમ થાય છે, તે ચારિત્રથી પણ શ્રેષ્ઠ વસ્તુ શું આ લોકમાં હોય? અર્થાત્ ન હોય. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં
ચરણાવિશુદ્ધિરૂપ પ્રતિકાર સમાપ્ત થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ચરણવિશુદ્ધિરૂપ પ્રતિવારનો
રાજશેખર સૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. ગોચરીના બેતાલીશ દોષોમાં “ઓઘ ઔદેશિક' નામનો બીજો દોષ. ૨. આ ક્રીતદોષવાળો આહાર છે એમ સાધુઓ જાણતા નથી.