________________
૪૪૮- ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયના સ્વમીસંસ્થાન
હવે સ્વામિત્વ દ્વારને કહે છેपुढविजलअग्गिवाया, रुक्खा एगिंदिया विणिदिवा । किमिसंखजलूगालसमाइवहाई य बेइंदी ॥ २६०॥ कुंथुपिपीलियपिसुया, जूया उद्देहिया य तेइंदी । विच्छुयभमरपयंगा, मच्छियमसगाइ चउरिदी ॥२६१॥ मूसयसप्पगिलोइयबंभणिया सरडपक्खिणो मच्छा । गोमहिसससयसूअरहरणमणुस्साई पंचिंदी ॥ २६२॥
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વૃક્ષો(=વનસ્પતિ)ને એકેન્દ્રિય કહ્યા છે. કૃમિ, શંખ, જળો, અળસિયાં અને માઇવહ વગેરેને બેઇન્દ્રિય કહ્યા છે. કુંથુઆ, કીડી, પિશુક, જૂ અને ઊધઈને તે ઇન્દ્રિય કહ્યા છે. વીંછી, ભ્રમર, પતંગ, માખી અને મચ્છર વગેરેને ચઉરિન્દ્રિય કહ્યા છે. ઉંદર, સર્પ, ગિરોળી, બ્રાહ્મણિકા, કાચીંડો, પક્ષીઓ, માછલા, ગાય, ભેંસ, સસલો, ભુંડ, હરણ અને મનુષ્ય વગેરેને પંચેન્દ્રિય કહ્યા છે.
વિશેષાર્થ – પૃથ્વી વગેરે એકેન્દ્રિયને એક સ્પર્શન (=ચામડી) ઇંદ્રિય હોય છે. કૃમિ વગેરે બેઇન્દ્રિયને સ્પર્શન-રસન એ બેઇન્દ્રિયો હોય છે. કુંથુઆ વગેરે તે ઇન્દ્રિયને સ્પર્શનરસન-નાક એ ત્રણ ઇન્દ્રિયો હોય છે. વીંછી વગેરે ચઉરિન્દ્રિયને સ્પર્શન-રસન-નાક-આંખ એ ચાર ઇંદ્રિયો હોય છે. ઉંદર વગેરે પંચેન્દ્રિયને કાન સહિત પાંચ ઇન્દ્રિયો હોય છે. [૨૬૦-૨૬૧-૨૬૨]
સંસ્થાન દ્વારમાં કહે છે– कायंबपुष्फगोलयमसूरअइमुत्तयस्स पुष्पं च । सोयं चक्खं घाणं, खुरप्पपरिसंठियं रसणं ॥ २६३॥ अंगुलपुहुत्तरसणं फरिसं तु शरीरवित्थडं भणिअं । नाणागारं फासिंदियं, तु बाहल्लओ य सव्वाइं ॥२६४॥ अंगुलअसंखभागं, एमेव पुहुत्तओ नवरं । २६५ ॥ पूर्वार्धम् ॥
કાનનું સંસ્થાન (=આકાર) કદંબપુષ્પના જેવું ગોળ, ચક્ષુનું સંસ્થાન મસૂરના જેવું નાકનું સંસ્થાન અતિમુક્ત પુષ્પના જેવું, જીભનું સંસ્થાન અસ્ત્રાના જેવું હોય છે. સ્પર્શન ઇન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે. કારણ કે સ્પર્શનના આધારભૂત સર્વજીવોના શરીરો અસંખ્યાત છે. એ શરીરે વિવિધ પ્રકારના હોવાથી એ શરીરોમાં રહેલી સ્પર્શન ઇન્દ્રિય પણ તેટલા આકારવાળી છે.
૧. માઇવહ એક જાતનો બેઇન્દ્રિય સૂદ્ર કીડો છે.