________________
ઇંદ્રિયજય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [[ઇંદ્રિયના પ્રકારો-૪૪૭ લોકપ્રસિદ્ધ શ્રોત્ર વગેરે પાંચ જ ઇંદ્રિયો છે. ફરી એક એક ઇંદ્રિય દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી ભિન્ન છે=બે ભેદવાળી છે. [૨૫૭]
તેમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહે છે अंतोबहिनिव्वत्ती, तस्सत्तिसरूवयं च उवगरणं । दव्विंदियमियरं पुण, लद्धवओगेहिं नायव्वं ॥ २५९॥
અંદર અને બહાર નિવૃત્તિ , અંદર-બહાર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગથી જાણવી.
વિશેષાર્થ- જે પરમ ઐશ્વર્યવાન હોય તે ઇન્દ્ર. જીવ પરમ ઐશ્વર્યવાન છે. માટે ઇંદ્ર એટલે જીવ. ઇંદ્રના=જીવના ઉપકાર માટે જે પ્રવર્તે તે ઇન્દ્રિય. કાન વગેરે ઇંદ્રના=જીવના ઉપકાર માટે પ્રવર્તે છે માટે કાન વગેરે પાંચ ઇંદ્રિય છે. તે પ્રત્યેક ઇંદ્રિય વ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. પુદ્ગલસ્વરૂપ ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ રૂપ ઇંદ્રિય ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદથી બે પ્રકારે છે. | નિવૃત્તિ(=આકાર) પણ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારે છે. તેમાં શ્રવણેન્દ્રિયની અંદર-મધ્યમાં ચક્ષુથી ન જોઈ શકાય અને કેવલીવડે જોવાયેલી કદંબપુષ્પના જેવી ગોળ આકારવાળી અને શરીરના અવયવમાત્રરૂપ કોઇક નિવૃત્તિ(=રચના) છે. જે રીતે શબ્દગ્રહણના ઉપકારમાં પ્રવર્તે તે રીતે અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુ ઇંદ્રિયની મસૂર ધાન્યના જેવા આકારવાળી અત્યંતર નિવૃત્તિ છે. ધ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પના જેવા આકારવાળી કે કોહલવાજિંત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. રસનેન્દ્રિયની અસ્ત્ર-શસ્ત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. સ્પર્શનેન્દ્રિયની યથાયોગ્ય પોતાના આધારભૂત શરીરના જેવા આકારવાળી અભ્યતંરનિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ તો બહાર જ બધાય જીવોને કાન વગેરેનો (કાનનો) ગોળાકાર છિદ્ર વગેરે જે દેખાય છે તે જ જાણવી.
ઉપકરણ તો તલવારની છેદનશક્તિની જેમ નિવૃત્તિ ઇંદ્રિયોના જ કદંબપુષ્પના જેવા ગોળ આકાર વગેરેની પોતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ તે શક્તિરૂપ જાણવું.
આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અત્યંતર-બાહ્ય જે નિવૃત્તિ અને અત્યંતર-બાહ્ય નિવૃત્તિની શક્તિરૂપ જે ઉપકરણ એ બંનેય દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. કારણ કે નિવૃત્યુપરળ પ્રક્રિય=“નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે” એવું વચન છે.
લબ્ધિ અને ઉપયોગથી ભાવેન્દ્રિય જાણવી. તેમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ક્ષયોપશમથી જીવની શબ્દ વગેરેની ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ છે. શબ્દ વગેરેને જ ગ્રહણ કરવાનો પરિણામ તે ઉપયોગ છે. આ બંનેય ભાવેન્દ્રિય છે. [૨૫૯]