________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કષાયના ભેદો-૪૭૫ પ્રત્યાખ્યાનને રોકે - =ન કરવા દે તે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ. આ કષાયો અપ્રત્યાખ્યાનાવરણ કષાયથી પણ ઓછા તીવ્ર છે.
ઔદિયકભાવમાં લાવે તે સંજ્વલન. સર્વવિરતિ પ્રાપ્ત થવા છતાં જે કષાયો ચારિત્રીને પણ ક્ષણવાર ઔદિયકભાવમાં લાવે તે સંજ્વલન ક્રોધાદિ. આ કષાયો મંદ છે.
હવે જલરેખા વગેરે દૃષ્ટાંતથી કષાયોનું કંઇક વિશેષ સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે કે- અનંતાનુબંધી વગેરે પ્રકારના ક્રોધ વગેરેનું સ્વરૂપ આ (=નીચેની ગાથાઓમાં કહેવાશે તે) જાણવું. [૨૮૦]
તે સ્વરૂપ શું છે? એવી આશંકા કરીને બે ગાથાઓને કહે છે— जलरेणुपुढविपव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलयाकट्ठट्ठियसेलत्थंभोवमो माणो ॥ २८१॥ मायाऽवलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा । लोहो हलिद्दखंजणकद्दमकिमिरागसामाणो ॥ २८२॥
ક્રોધ જલરેખાસમાન, રેણુરેખાસમાન, પૃથ્વીરેખાસમાન અને પર્વતરેખાસમાન એમ ચાર પ્રકારનો છે. માન નેતરસમાન, કાષ્ઠસમાન, અસ્થિસમાન અને શૈલસ્તંભસમાન એમ ચાર પ્રકારનો છે. માયા વાંસછાલસમાન, ગોમૂત્રિકાસમાન, ઘેટાના શીંગડાસમાન અને ઘનવાંશના મૂળિયાસમાન એમ ચાર પ્રકારની છે. લોભ હળદરરંગસમાન, મેસસમાન, કાદવસમાન, અને કિરમજીરંગસમાન એમ ચાર પ્રકારનો છે.
વિશેષાર્થ સંજ્વલનક્રોધ જલરેખાસમાન છે. જેવી રીતે લાકડી આદિથી પાણીમાં કરાતી રેખા (–લીટી) જલદી દૂર થાય છે, તે રીતે જે કોઇપણ રીતે ઉદયને પામે છે, પણ જલદી જ દૂર થાય છે, તે સંજવલન ક્રોધ કહેવાય છે. રેણરેખાસમાન ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહેવાય છે. આ ક્રોધ સંજ્વલનની અપેક્ષાએ તીવ્ર હોવાથી રેણુમાં (=ધૂળમાં) કરેલી રેખાની જેમ લાંબા કાળે દૂર થાય છે. પૃથ્વી રેખાસમાન ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહેવાય છે. જેવી રીતે ફાટેલી પૃથ્વીની રેખા કચરા આદિથી પૂરવામાં આવે ત્યારે કષ્ટથી દૂર થાય છે, એ પ્રમાણે આ ક્રોધ પણ પ્રત્યાખ્યાનાવરણની અપેક્ષાએ કષ્ટથી દૂર કરી શકાય છે. ફાડેલા (બે વિભાગ કરેલા) પર્વતની રેખાસમાન ક્રોધ અનંતાનુબંધી ક્રોધ છે આ ક્રોધ કોઇપણ રીતે દૂર ન કરી શકાય તેવો છે.
ચાર પ્રકારનો ક્રોધ કહ્યો. હવે ચાર પ્રકારનો માન કહેવાય છે– નેતરની સોટીસમાન માન સંજ્વલન છે. નેતરની સોટી સુખપૂર્વક નમે છેવળે છે. એ પ્રમાણે જે માનના ઉદયમાં પોતાના આગ્રહને છોડીને સુખથી જ નમે છે તે માન સંજ્વલન છે. જેવી રીતે અક્કડ કોઇક