________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [કષાયોનું સ્વરૂપ-૪૭૩
કષાયનિગ્રહદ્વાર હવે હમણાં જ (=ર૭૬મી ગાથામાં) જેનો સંબંધ જોડ્યો છે તે જ કષાયનિગ્રહ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આ કારમાં જે અર્થો કહેવાશે તે અર્થોનો (=ારોનો) સંગ્રહ કરનારી ગાથાને કહે છે–
तेसि सरूवं भेओ, कालो गइमाइणो य भणियव्वा । पत्तेयं च विवागो, रागद्दोसंतभावो य ॥ २७७॥
કષાયોનું સ્વરૂપ, ભેદ, કાલ, ગતિ આદિ, પ્રત્યેકનો વિપાક અને રાગ-દ્વેષમાં અંતર્ભાવ (સમાવેશ) આ અર્થો (=ારો) કહેવા.
વિશેષાર્થ– સ્વરૂપ- કષાયોનું કષાય એવું નામ યથાર્થ છે એ કથનરૂપ સ્વરૂપ કહેવું. ભેદ– ભેદો=પ્રકારો કહેવા. કાલ– અવસ્થાન રૂપ કાળ કહેવો, અર્થાત્ કયા કષાયો કેટલો સમય રહે તેમ કાળ કહેવો. ગતિ– દેવગતિ આદિ ગતિ કહેવી, અર્થાત્ કયા કષાયથી કઈ ગતિની પ્રાપ્તિ થાય એમ ગતિ કહેવી. “આદિ' શબ્દથી નરકગતિ વગેરેમાં ક્રોધ આદિનું અસ્તિત્વ(=વિદ્યમાનતા) વગેરે કહેવું. વિપાક- ક્રોધ વગેરે પ્રત્યેક કષાયનો આ લોક સંબધી અને પરલોક સંબંધી ફળરૂપ વિપાક કહેવો. રાગ-દ્વેષમાં અંતર્ભાવ- કયા કષાયનો રાગમાં અને કયા કષાયનો દ્વેષમાં અંતર્ભાવ થાય છે તે કહેવું. [૨૭૭]
તેમાં સ્વરૂપદ્વારને આશ્રયીને કહે છેकम्मं कसं भवो वा, कसमाओ सिं जओ कसाया उ । संसारकारणाणं मूलं, कोहाइणो ते य ॥ २७८॥
કષાય શબ્દમાં કષ અને આય એમ બે શબ્દ છે. તિર્યંચ આદિ ગતિમાં પ્રાણિઓને જે મારે તે કષ. કર્મ જીવોને મારે છે. આથી કષ એટલે કર્મ. અથવા કષશબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે- જેમાં પ્રાણીઓ પરસ્પરને મારે તે કષ. ચાર ગતિરૂપ સંસારમાં જીવો પરસ્પરને મારે છે. એથી કષ એટલે ચારગતિ રૂપ સંસાર. આય એટલે લાભ. કષનો (કર્મનો કે સંસારનો) આય (=લાભ) જેનાથી તે કષાય. ક્રોધ-માનમાયા-લોભથી કષનો લાભ થાય છે માટે ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાય છે. આમ ક્રોધ વગેરે કષાયો યથાર્થ નામવાળા છે. અર્થાત્ જેવું નામ છે તેવું જ કાર્ય કરનારા છે. આ ચાર કષાયો સંસારના અસંયમ વગેરે કારણોમાં=મુખ્ય છે, અર્થાત્ સંસારના અસંયમ વગેરે જે કારણો છે તે કારણોમાં કષાયો મુખ્ય છે. [૨૭૮]