________________
ઇન્દ્રિયજયદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇન્દ્રિયોમાં આસક્તને થતા દોષો-૪૭૧ આને પરણી છું. શીલને પાળતી પતિવ્રતા હું આની પણ સેવા કરું છું. આ પ્રમાણે નગર વગેરેમાં ફરતી તે દૈવયોગથી જ્યાં જિતશત્રુ રાજા રાજ્ય પાળે છે તે નગરમાં આવી. પછી નગરમાં ફરતી એને કોઈપણ રીતે રાજાએ જોઇ. સ્વયં ગવાક્ષમાં રહેલા રાજાએ પૃથ્વી ઉપર રહેલી તેને બોલાવીને પૂછ્યું. તેણે હું પતિવ્રતા છું ઇત્યાદિ કહ્યું. પછી રાજાએ કહ્યું: બાહુનું લોહી પીધું, સાથળનું માંસ ખાધું, પતિને ગંગાનદીમાં ડૂબાડ્યો. તે પતિવ્રતા! સારું સારું. પછી રાજાએ એને દેશ બહાર ચાલી જવાની આજ્ઞા કરી.
આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય આ ભવમાં રાજાને દુઃખનું કારણ થઈ અને રાણીને વિશેષથી દુઃખનું કારણ થઈ.
આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય વિષે સુકુમાલિકાનું અને રાજાનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે એક એક પણ ઇન્દ્રિયથી જીવો હણાયા છે, તો પછી પાંચ ઇન્દ્રિયોથી હણાય તેમાં શું કહેવું? કહ્યું છે કે-“શબ્દમાં આસક્ત બનેલો હરણ, સ્પર્શમાં આસક્ત બનેલો હાથી, રસમાં આસક્ત બનેલું માછલું, રૂપમાં આસક્ત બનેલો બિચારો પતંગ અને ગંધથી સાપ નાશ પામ્યો. (૧) જ્યાં પરમાર્થને ગ્રહણ ન કરવાથી પાંચમાં આસક્ત બનેલા પાંચ વિનાશને પામ્યા ત્યાં પાંચમાં આસક્ત બનેલો મૂઢ એક અંતે ભસ્મીભૂત થઈ જાય છે. (૨) [૨૭૨-૨૭૩]
ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત બનેલાઓના આ લોક સંબંધી અને પરલોક સંબંધી દોષોને કહે છે
सेवंति परं विसमं, विसंति दीणं भणंति गरुयावि । इंदियगिद्धा इहई, अहरगई जंति परलोए ॥ २७४॥
ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવો આ લોકમાં બીજાની સેવા કરે છે, 'વિષમસ્થાનમાં પ્રવેશ કરે છે, મોટા માણસો પણ દીન બોલે છે, પરલોકમાં દુર્ગતિને પામે છે. [૨૭૪]
ઇન્દ્રિયોને વશ બનેલાઓનાં દુઃખો અનંત હોવાથી તે દુઃખોને સંપૂર્ણપણે કહેવાની પોતાની શક્તિને ન જોતા અને ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
नारयतिरियाइभवे, इंदियवसगाण जाइं दुक्खाइं । मन्ने मुणिज नाणी, भणिउं पुण सोऽवि न समत्थो ॥ २७५॥
ઇન્દ્રિયોને વશ બનેલા જીવોને નારક અને તિર્યંચ આદિના ભવમાં જે દુઃખો થાય છે તે દુઃખોને હું માનું છું કે જ્ઞાની જાણે છે તો પણ કહેવા માટે સમર્થ નથી. ૧. અથવા લિંક્ટમાં પ્રવેશ કરે છે, અર્થાત્ સંકટને પામે છે.
ઉ. ૭
ભા.૨