________________
૪૭૦- સ્પર્શનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુકુમાલિકાની અને રાજાની કથા અને પરિજનની સઘળીય ચિંતા છોડી દીધી. મંત્રીઓએ અનેકવાર કહ્યું છતાં જ્યારે કોઇપણ રીતે અટકતો નથી ત્યારે રાતે સુકુમાલિકાની સાથે પલંગમાં સૂતેલા તેને જંગલમાં મૂકી દીધો. તેના પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. રાજા-રાણી જંગલના માર્ગે ચાલ્યા. રાણી માર્ગમાં થાકી ગઈ અને અતિશય તરસી બની. આગળ જવા માટે સમર્થ ન થઇ. તેથી રાજા તેને એક સ્થળે રાખીને બધા સ્થળે પાણીની તપાસ કરે છે. પાણી ક્યાંય મળતું નથી. તેથી રાજા છૂરીથી પોતાના બાહુઓમાંથી લોહી કાઢીને પડિયામાં નાખે છે. તેમાં મૂળિયું નાખીને તેને પાણી જેવું સ્વચ્છ કરે છે. પછી દેવીને પીવડાવે છે. રાણી અત્યંત સ્વસ્થ બની. બીજો આહાર મળતો નથી. તેથી રાજા પોતાના સાથળના માંસ વગેરેને કાપીને સંરોહિણી વનસ્પતિના મૂળિયાથી વણોને રુઝવે છે. પછી તે માંસને વનના અગ્નિમાં પકાવીને આ સસલાનું માંસ છે ઇત્યાદિ બહાનાથી રાણીને આપે છે. આ પ્રમાણે ગંગાનદીના કિનારે એક સ્થળે નગરમાં પહોંચ્યા. ત્યાં રાજા રાણીના આભૂષણરૂપ 'પશ્યના મૂલ્યથી વેપાર કરે છે. કેટલાક દિવસ પછી રાણીએ રાજાને કહ્યું. પૂર્વે હું કંચુકી અને સખિજન (=સાહેલીઓ)થી કરાયેલા વાંસળી, વીણા અને વિનોદથી ટેવાયેલી છું. પૂર્વે આ રીતે રહીને હવે ઘરમાં એકલી કેવી રીતે રહી શકું? તેથી મને સહાયક કોઈક માણસ આપો. આ અવિકારી છે એમ વિચારીને રાજાએ પાંગળા માણસને ઘરે રાખ્યો. રાજાએ એ ન જાણ્યું કે વનમાં વેલડીઓ નજીકના જ વૃક્ષ ઉપર ચડે છે, પછી ભલે તે આંબો હોય કે લીમડો હોય. એ પ્રમાણે સ્ત્રીઓ પણ ઉત્તમ કે અધમ, ગુણી કે ગુણહીન નજીકના જ પુરુષને સેવે છે. કારણ કે સ્ત્રીઓમાં સંગત જ યોગ્ય બને છે, અર્થાત્ સ્ત્રીઓમાં સંગતની જ અસર થાય છે, ગુણ-દોષની ચિંતા હોતી નથી. હોંશિયાર લંગડા પુરુષે શૃંગારમય કથા અને ગીત આદિથી રાણીને આકર્ષી લીધી. રાણી તેના પ્રત્યે અનુરાગવાળી બનીને તેની સાથે મળી ગઈ, અર્થાત્ બંને એક થઈ ગયા. હવે તે પતિને મારવાને ઇચ્છે છે. ગંગાનદીના કાંઠે ઉજાણી માટે ગયેલો રાજા જ્યારે કોઈ જાતની શંકા વિના કિનારે બેઠો હતો ત્યારે તેને ધક્કો મારીને પાણીમાં નાખી દીધો. એક નગર પાસે તે કાંઠા ઉપર આવ્યો. થાકેલો તે વૃક્ષની નીચે સૂઈ ગયો. પુણ્યથી વૃક્ષછાયા તેના ઉપરથી ક્ષણવાર પણ દૂર થતી નથી. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. તેથી મંત્રીઓએ અશ્વને તૈયાર કરીને નગરમાં ફેરવ્યો. નગરમાંથી બહાર જઈને (જ્યાં જિતશત્રુ રાજા છે ત્યાં) ઊભો રહે છે. જિતશત્રુ રાજા તેની પીઠ ઉપર ચડે છે=બેસે છે. પછી ત્યાં મહાન રાજા બનેલો તે રાજ્યનું પાલન કરે છે. આ તરફ સુકુમાલિકા પણ (બધું) ધન ભોગવી ત્યાં ગઈ. પછી પાંગળાને કોથળામાં નાખીને એ કોથળાને મસ્તક ઉપર ઉપાડતી તે દરેક ઘરે ભીખ માગે છે અને પાંગળો સંગીત ગાય છે. (લોકોથી) પૂછાયેલી તે લોકમાં કહે છે કે માતા-પિતાએ, દેવોએ અને બ્રાહ્મણોએ આવો જ પતિ મને આપ્યો. હું
૧. પણ્ય= વેચવા યોગ્ય વસ્તુ.