________________
૪૭૮-કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કષાયોનો વિપાક પરસ્પર દુઃખ આપનાર નારક જીવો ઉપર ક્રોધ અધિક હોય છે. મનુષ્યોને માન અધિક હોય છે. કારણ કે જાતિમદ વગેરે આઠેય મદસ્થાનો અધિક હોય છે. તિર્યંચોને માયા અધિક હોય છે. કારણ કે ઘણા માયાપ્રયોગો કરીને પરસ્પર ઘાત આદિથી તેમને આહાર આદિની પ્રાપ્તિ થાય છે. તથા તિર્યંચોનો માયાનો સ્વભાવ હોય છે.
હવે કષાયોના ગતિઓમાં અલ્પ-બહુત્વના વિચારના પ્રસંગથી આહારસંજ્ઞા આદિ સંજ્ઞાઓના પણ ગતિમાં અલ્પ-બહત્વના વિચારને કહે છે. કારણ કે જ્યાં કષાયોનો ઉદય હોય ત્યાં આહારસંજ્ઞા વગેરે ચાર સંજ્ઞા પણ અવશ્ય હોય છે. પોતાના ભવમાં= પોતાના સ્થાને મનુષ્યોને આહારસંજ્ઞા આદિની અપેક્ષાએ સ્વભાવથી જ મૈથુનસંજ્ઞા અધિક હોય છે. તિર્યંચોને અન્ય સંજ્ઞાઓની અપેક્ષાએ આહારસંજ્ઞા અધિક હોય છે. દેવોને પરિગ્રહસંજ્ઞા અધિક હોય છે. નારકોને ભયસંજ્ઞા અધિક હોય છે. [૨૮૪-૨૮૫]
હવે વિપાકારને આશ્રયીને કહે છેमित्तंपि कुणइ सत्तुं, पत्थइ अहियं हियंपि परिहरइ । कज्जाकजं न मुणइ, कोवस्स वसं गओ पुरिसो ॥ २८६॥ धम्मत्थकामभोगाण, हारणं कारणं दुहसयाणं । मा कुणसु कयभवोहं, कोहं जइ जिणमयं मुणसि ॥ २८७॥ इहलोइ च्चिय कोवो, सरीरसंतावकलहवेराई । कुणइ पुणो परलोए, नरगाइसु दारुणं दुक्खं ॥ २८८॥
ક્રોધને આધીન બનેલો પુરુષ મિત્રને પણ શત્રુ કરે છે, અહિતને ઇચ્છે છે, હિતનો પણ ત્યાગ કરે છે, કાર્યાકાર્યને જાણતો નથી. ક્રોધ ધર્મ-ધન-કામભોગોનો નાશ કરે છે, સેંકડો દુઃખોનું કારણ છે, ભવોની પરંપરાને કરે છે. જો તું જિનમતને જાણે છે તો ક્રોધને ન કર. ક્રોધ આ લોકમાં જ શરીરસંતાપ, કલહ અને વૈર વગેરેને કરે છે, અને પરલોકમાં નરક વગેરે ગતિમાં ભયંકર દુઃખ કરે છે. [૨૮૬-૨૮૭-૨૮૮]
ક્રોધથી વિપરીત ક્ષમાને કહે છેखंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविजा इव, खंती दुरियाई सयलाई ॥ २८९॥
ક્ષમા સુખોનું મૂળ છે. ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા દુરિતોનો (=પાપોનો નાશ કરે છે. [૨૮૯]