________________
૪૭૬-કષાયનિગ્રહદ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કષાયોના ભેદો કાષ્ઠ ( લાકડું) અગ્નિની ગરમી વગેરે ઘણા ઉપાયોથી કષ્ટથી નમે છે–વળે છે, એ પ્રમાણે જે માનના ઉદયમાં જીવ પણ કષ્ટથી નમે તે કાષ્ઠસમાન માન પ્રત્યાખ્યાનાવરણ માન છે. એ પ્રમાણે અસ્થિ એટલે હાડકું. અસ્થિસમાન પ્રત્યાખ્યાનાવરણ માનમાં ભાવના સ્વયં જ કરવી. ફક્ત તે અધિક કષ્ટથી નમાવી શકાય તેવો છે. સ્તંભ એટલે થાંભલો શીલામાં ઘડેલો થાંભલો. તે લિસ્તંભ. શૈલસ્તંભ સમાન માન અનંતાનુબંધી માન છે. આ માનને કોઈ પણ રીતે નમાવી શકાય નહિ.
વાંસની છાલસમાન માયા સંજવલન છે. છોલાતા ધનુષ્ય વગેરેની જે વાંકી છાલ પડે છે, જેવી રીતે તે છાલ કોમળ હોવાથી સુખપૂર્વક સરળ કરાય છે, તે રીતે જે માયાના ઉદયમાં ઉત્પન્ન થયેલી પણ હૃદયની વક્રતા સુખેથી જ દૂર કરી શકાય તે સંજવલન માયા છે. ગો એટલે બળદ. માર્ગમાં જતા બળદની માર્ગમાં વક્રપણે (=વાંકી) પડેલી મૂત્રધારા ગોમૂત્રિકા કહેવાય છે. જેવી રીતે વાયુ આદિથી સુકાઈ ગયેલી ગોમૂત્રિકા કોઈપણ રીતે કષ્ટથી દૂર કરી શકાય છે, એ પ્રમાણે જેનાથી કરાયેલી કુટિલતા કષ્ટથી દૂર થાય તે પ્રત્યાખ્યાનાવરણ માયા છે. એ પ્રમાણે ઘેટાના શિંગડાના ઉપમાનવાળી અપ્રત્યાખ્યાનાવરણ માયામાં પણ ભાવના કરવી. ફક્ત તે માયા અધિક કષ્ટથી દૂર કરી શકાય તેવી છે. ઘનવાંસનું મૂળ વળતું નથી. એ પ્રમાણે જેનાથી કરાયેલી મનની કુટિલતા કોઇપણ રીતે દૂર ન થાય તે અનંતાનુબંધી માયા છે.
- હળદરના રંગસમાન લોભ સંજ્વલનલોભ છે. જેવી રીતે વસ્ત્રમાં લાગેલો હળદરનો રંગ સૂર્યતાપના સ્પર્શ માત્રથી જ દૂર થાય છે, તેવી રીતે સંજ્વલનલોભ પણ સહેલાઇથી દૂર થાય છે. વસ્ત્રમાં લાગેલી દીપક આદિની મેસસમાન પ્રત્યાખ્યાનાવરણ લોભ કષ્ટથી દૂર કરી શકાય છે. વસ્ત્રમાં ચોંટેલ ગાઢ કાદવ સમાન અપ્રત્યાખ્યાનાવરણ લોભ અધિક કષ્ટથી દૂર કરી શકાય છે. અનંતાનુબંધી લોભ કિરમજી રંગથી રંગેલા પટ્ટસૂત્રના (=રેશમી વસ્ત્રના) રંગની જેમ કોઈપણ રીતે દૂર ન કરી શકાય તેવો છે. [૨૮૧-૨૮૨]
હવે અવસ્થિતિકાળના (= કયા કષાયો કેટલા કાળ સુધી ટકે છે તે કાળના) માનથી પણ સંજ્વલન વગેરેનું સ્વરૂપ જણાવવા માટે અને ગતિદ્વારને કહેવા માટે કહે છે
पक्खचउमासवच्छरजावज्जीवाणुगामिणो भणिया । देवनरतिरियनारयगइसाहणहेयवो भणिया ॥ २८३॥
સંજવલન વગેરે કષાયોને અનુક્રમે પક્ષ, ચારમાસ, વર્ષ અને જાવજ્જવ સુધી રહેનારા કહ્યા છે, તથા અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિને સાધવાનાં કારણો કહ્યાં છે.
વિશેષાર્થ-જેમની પક્ષ=એક પખવાડિયા સુધી સ્થિતિ છે તે સંજવલન કષાયો છે,
1. ગરિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો.