________________
૪૭૪- કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કષાયના ભેદો હવે ભેદવારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેकोहो माणो माया, लोभो चउरोऽवि हुंति चउभेया । अणअप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ २७९॥ ક્રોધ, માન, માયા, લોભ એ ચારેય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અને સંજ્વલન ક્રોધ. એ જ પ્રમાણે માન, માયા અને લોભના પણ આ જ ચાર પ્રકારો છે. [૨૭૯]
હવે “અનંતાનુબંધી' શબ્દનો શો અર્થ છે તે કહે છે– बंधिंति भवमणंतं, ते अ अणंताणुबंधिणो भणिया । एवं सेसाऽवि इमं, तेसि सरूवं तु विनेयं ॥ २८०॥
જે અનંત સંસારનો અનુબંધ કરે=પરંપરા કરે તેને અનંતાનુબંધી કહ્યા છે. એ પ્રમાણે અન્ય અપ્રત્યાખ્યાનાવરણ વગેરે કષાયોનો પણ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કરવો. તે કષાયોનું સ્વરૂપ આ (=નીચેની ગાથાઓમાં કહેવામાં આવશે તે) જાણવું.
વિશેષાર્થ– ઉદયને પામેલા (=ઉદયમાં આવેલા) જે કષાયો જીવોના અનંત સંસારનો અનુબંધ કરે પરંપરા કરે, અર્થાત્ જીવોનું અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું નિશ્ચિત કરે, તે અનંતાનુબંધી. અનંતાનુબંધી ક્રોધ વગેરે સર્વ પ્રકારના સમ્યકત્વના પણ ઘાતક છે. આ કષાયો બધા કષાયોમાં અધિક તીવ્ર છે.
જેવી રીતે અનંતાનુબંધી કષાયોનો શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કર્યો તે રીતે અપ્રત્યાખ્યાનાવરણ વગેરે કષાયોનો પણ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કરવો. તે આ પ્રમાણે– અપ્રત્યાખ્યાનાવરણ શબ્દમાં અ, પ્રત્યાખ્યાન અને આવરણ એમ ત્રણ શબ્દો છે. અ એટલે અલ્પ. પ્રત્યાખ્યાન એટલે પચ્ચકખાણ. આવરણ એટલે રોકનાર. જે અલ્પ પણ પ્રત્યાખ્યાનને રોકે તે અપ્રત્યાખ્યાનાવરણ. સમ્યકત્વની પ્રાપ્તિ થવા છતાં જેના ઉદયમાં જીવો કાકમાંસની વિરતિ જેટલું અલ્પ પણ પ્રત્યાખ્યાનને કરવા સમર્થ ન બને તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ છે. અનંતાનુબંધી કષાયોથી આ કષાયો ઓછા તીવ્ર છે.
પ્રત્યાખ્યાનાવરણ શબ્દમાં પ્રત્યાખ્યાન અને આવરણ એમ બે શબ્દો છે. જે પ્રત્યાખ્યાનને રોકે તે પ્રત્યાખ્યાનાવરણ. અહીં પ્રત્યાખ્યાન શબ્દથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાન સમજવું. કારણ કે સર્વવિરતિ જ યથોક્ત પ્રત્યાખ્યાન છે. તેથી પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય- દેશવિરતિ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થવા છતાં જે કષાયો સર્વવિરતિરૂપ ૧, અહીં ટીકામાં રહેલા બદ્રિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો.