________________
રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત-૪૬૫ એ પ્રમાણે બીજી બીજી ઘણી પેટીઓમાં તે વિષ નાખ્યું. તે વિષને ઉપરના ધાટમાં લઇ જઇને તે મોટી નદીમાં વહેતું મૂક્યું. તરતી પેટી ક્રમશઃ જ્યાં કુમાર છે ત્યાં આવી. અને તેણે પેટી ત્યાં સુધી ઉઘાડી કે જ્યાં સુધી દાબડો મળ્યો. તેને પણ ઉધાડતાં પડીકી મળી. તેને છોડીને કુમાર વિષને સુંઘે છે. ક્ષણવારમાં તે પ્રાણોથી મૂકાયો. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિયને વશ બનીને જે તે વસ્તુને ન સુંઘવી. સુગંધી અને દુર્ગધી વસ્તુઓમાં મૂછ અને દુર્ગાછા ન કરવી.
આ પ્રમાણે ધ્રાણેન્દ્રિયનું કથાનક પૂર્ણ થયું.
રસનેન્દ્રિયવિષે રસલોલનું દૃષ્ટાંત જિલ્લા ઇન્દ્રિયથી રાજા વગેરે હણાયા. તે આ પ્રમાણે
વિદેહાદેશમાં પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજર્ષિના ઉત્તમ ચરણકમલોથી પવિત્ર થયેલી અને ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી મિથિલા નગરી છે. ત્યાં વિમલયશ રાજા છે કે જે એક પણ ત્રણ પ્રકારે મનમાં વસે છે. તે આ પ્રમાણે– પરાક્રમથી શત્રુઓના, ગુણોથી ગુણીઓના અને વિલાસથી સ્ત્રીઓના મનમાં વસે છે. હવે એકવાર આ રાજા નગરીની બહાર દેવના આગમનને જુએ છે. તેણે જાણ્યું કે અહીં કોઈ કેવલી પધાર્યા છે. તેથી અંતઃપુર અને નગરજનોથી પરિવરેલો રાજા ઘણા આડંબરથી ત્યાં ગયો. ભક્તિથી કેવલીને વંદન કરીને ખુશ થયેલો તે બેઠો. તેને અતિવિસ્તારથી ધર્મકથાને કહેતા કેવલી ભગવાને કોઇપણ રીતે આ અર્થ કહ્યો-“ઇન્દ્રિયોમાં રસના, કર્મોમાં મોહનીય, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, ગુતિઓમાં મનગુપ્તિ આ ચાર દુઃખેથી જીતી શકાય છે.” તેથી રાજાએ કહ્યું હે ભગવન્! અહીં રસના એટલે જીભ. તે ચક્ષુ અને કાન વગેરેથી અધિક દુર્જય કેવી રીતે છે? કેવલીએ કહ્યું: રસનાનો નિગ્રહ થતાં સુધાથી શ્રાંત શરીરવાળા જીવને ગીત અરતિ ઉત્પન્ન કરે છે, રૂપ વગેરે પણ જાણે બળતા હોય તેવા લાગે છે. પણ રસનાનો નિગ્રહ કરવા અસમર્થ મૂઢ જીવો જુદા જુદા રસવાળા પદાર્થો ખાઇને પછી વિકારોથી ગ્રહણ કરાય છે. તે આ પ્રમાણે સુંદર ગીતોને ઇચ્છે છે. ઉત્તમસ્ત્રીઓના રતિસુખને ઇચ્છે છે. કપૂર, અગર, ચંદનના વિલેપનોને ઇચ્છે છે. જેવી રીતે મૂળમાં સિંચાયેલો વૃક્ષ પુષ્પ-પર્ણોથી સમૃદ્ધ બનીને ઉપર ફળે છે. તેનું મૂળ સુકાઈ જતાં અન્ય પણ સુકાઈ જાય છે. ઇન્દ્રિયરૂપ વૃક્ષ પણ રસથી પુષ્ટ થયેલ રસનારૂપ મૂલ વિસ્તાર પામતાં વિકારોથી ફળે છે. તે રીતે રસનારૂપ મૂળ સુકાઇ જતાં ઇન્દ્રિયરૂપ વૃક્ષ સુકાઈ જાય છે. તેથી રસનેન્દ્રિય જ દુર્જય છે. તે જિતાઇ જતાં બીજી ઇન્દ્રિયો જીતાયેલી જ છે. આ વિષે જે બન્યું છે તે દૃષ્ટાંત સાંભળ. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે
૧. ઘાટ=નદી વગેરેમાં ઉતરવાનો રસ્તો. ૨. વૃક્ષના પક્ષમાં રસ એટલે પાણી.