________________
૪૬૪- ધ્રાણેન્દ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગંધપ્રિયનું દૃષ્ટાંત ધ્રાણેન્દ્રિય વિષે ગંધપ્રિયનું દૃષ્ટાંત ઘાણ (ત્રનાક) ઇન્દ્રિયથી કુમાર વગેરે હણાયા. તે આ પ્રમાણે–
જેમાં સુંદર નારીઓ ઘણી હતી તેવું વસંતપુર નામનું નગર હતું. બહાર નીકળતા અને રસ્તામાં ચાલતા મનુષ્યોથી તેના માર્ગો સદા સાંકડા હતા. તે નગરમાં જેવી રીતે સિંહ પ્રાણીસમૂહના વનને શોભાવે છે તેવી રીતે પ્રાણીસમૂહના નિવાસને શોભાવનાર નરસિંહ રાજા હતો. તેનો કેવળ દોરાઓથી બનાવાયેલા વસ્ત્રની જેમ કેવળ ગુણોથી નિર્માણ કરાયેલ મોટો પુત્ર હતો. તે બધા જ સ્થળે જે જે વસ્તુને જુએ છે તે તે વસ્તુને સુંઘે છે. ઈષ્ટ વસ્તુઓમાં ઘણો રાગ અને અનિષ્ટ વસ્તુઓમાં ઘણો દ્વેષ કરે છે. તેથી અતિપ્રસંગમાં, અર્થાત્ ઘણો રાગ કે ઘણો જ કરે ત્યારે, વડિલો તેને કહે છે કે અશુભ વસ્તુઓમાં દુર્ગાછા અને શુભવસ્તુઓમાં મૂછ ન કર. કારણ કે લોકમાં સઘળોય લોકપરિણામ અનિત્ય છે. જેથી કરીને ઉપાધિવશથી (=તેવા પ્રકારના નિમિત્તથી, સંયોગથી કે વાતાવરણ વગેરે કારણોથી) સુગંધી વસ્તુ પણ દુર્ગધી અને દુર્ગધી પણ વસ્તુ સુગંધી બની જાય છે. તે આ પ્રમાણેકપૂર અને ચંદન વગેરે અપવિત્ર એવા શરીરના સંગથી જલદી દુર્ગધી થઈ જાય છે. તું જો, ચોખા અને શાક વગેરે સુગંધી પણ આહાર કંઠથી નીચે પસાર થઈ ગયા પછી ક્ષણવારમાં અશુચિપણાને પામે છે. તથા સંસ્કારના કારણે દુર્ગધી પણ પાણી વગેરે વસ્તુઓ ફરી સુગંધી થાય છે. આ પ્રમાણે અસ્થિર મુગલસમૂહમાં આ અશુભ છે એમ વિચારીને દુગંછા શી? અને આ સુગંધી છે એમ વિચારીને મૂછ શી? બહુ જુગુપ્સાને કરતો જીવ ક્રમે કરીને ઉન્માદ પામે છે. લોક જે અશુચિ પદાર્થોની નાક ઢાંકીને નિંદા કરે છે તે સર્વ અશુચિ પદાર્થોની ઉત્પત્તિ પોતાના દેહમાંથી જ થાય છે. માટે ઈષ્ટ વસ્તુઓમાં મૂછને અને અનિષ્ટ વસ્તુઓમાં દુગંછાને છોડીને મધ્યસ્થ બનીને લૌકિક વ્યવહારને અનુસર. આમ અનેક રીતે કહ્યા છતાં ધ્રાણેન્દ્રિયને વશ બનેલો મૂઢ એ સુગંધી વસ્તુઓની પ્રાર્થના કરતો સર્વ સ્થળે ભમે છે. તેથી લોકમાં તેનું ગંધપ્રિય એવું નામ પ્રસિદ્ધિને પામ્યું. તે કપૂર અને પુષ્પ વગેરે વસ્તુઓને સુંઘતા પ્રાયઃ અટકતો નથી.
હવે જતે કાળે યૌવનને પામેલા આ કુમારની શોક્ય માતા આ વિચારે છે કે મારો પુત્ર નાનો છે અને આ મોટો છે. તેથી ઉપાયથી તેને મારી નાખું. જેથી કરીને પછી મારો પુત્ર સુખપૂર્વક રાજ્યને પામે. તેથી તેણે તે કોઈપણ ભયંકર વિષ પડીકીમાં બાંધ્યું કે જે વિષ સુંઘવા માત્રથી જ જલદી જીવનને હરી લે. તે કુમાર અપાર નદી જલમાં નાવડીઓ નાખીને શ્રેષ્ઠ યુવાન રાજપુત્રોથી પરિવરેલો બહુવાર ક્રીડા કરે છે. તેથી શોક્ય માતાએ એક દાબડામાં તે વિષ નાખ્યું. તે દાબડો પણ નાની પેટીમાં નાખ્યો. નાની પેટીને પણ બીજી પેટીમાં નાખે છે.