________________
૪૪૪- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત ઉપર ઉપકાર કર્યો અને જેવી રીતે કરુણારસથી અહીં ફરી આગમન કર્યું, તેવી રીતે બીજું પણ મને ફરમાવો, કે જેથી હવે પણ ધર્મકૃત્ય થાય. તેથી સૂરિએ કહ્યું: હે રાજન! જો તમે આ ઋદ્ધિ ધર્મનું ફળ છે એમ જાણો છો તો ફરી પણ ધર્મમાં આદર કરો. જેથી જલદી સ્વર્ગ-અપવર્ગના સુખનો પણ સંગ થાય. હવે હર્ષ પામેલા રાજાએ કહ્યું તો તે ધર્મ પણ મને કહો. ગુરુએ પણ સાધુધર્મ અને શ્રાવકધર્મને વિસ્તારથી કહ્યો. રાજાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજા વિધિથી જિનવંદન-પૂજન-દાનપ્રદાન અને આચાર્યનો વિનય કરે છે. સંપૂર્ણ પૃથ્વીવલયને જિનમંદિરોથી વિભૂષિત કરાવે છે. કેટલાક રાજાઓને બોલાવીને ધર્મમાં પ્રવર્તાવ્યા. સંદેશામાત્રથી પણ અન્ય સ્થાને રહેલા રાજાઓને પણ જિનમંદિરનું નિર્માણ આદિ શ્રાવકધર્મનો સ્વીકાર કરાવ્યો. તેણે ઉજ્જૈનમાં મહાન રચનાથી (=વિસ્તારથી) રથયાત્રા કરી. રથયાત્રામાં અતિશય ઘણા આડંબરથી રથ નગરમાં ફર્યો. પછી તેણે સામતરાજાઓને કહ્યું: જો તમે મને સ્વામી જાણો છો માનો છો તો પોતપોતાના દેશોમાં આ પ્રમાણે સદા કરાવો. મારે ધનની કોઈ જરૂર નથી. મને આ જ પ્રિય છે. તેથી સંપૂર્ણ પૃથ્વીમાં આ પ્રમાણે જ પ્રવૃત્તિ થઇ.
હવે કોઇક દિવસ પાછલી રાતે રાજાને વિચાર આવ્યો કે, અનાર્ય સઘળા લોકોને ધર્મમાં પ્રવર્તાવું. પછી જેમણે સંપૂર્ણ સાધુવેષ પહેર્યો છે તેવા નિપુણ ઘણા પુરુષોને સાધુના આચારો શિખવાડીને અનાર્યદેશમાં મોકલ્યા. અનાર્ય લોકોને કહ્યું કે સાધુવેશધારી પુરુષો જે જે રીતે કર માંગે છે તે રીતે તમારે તેમને કર આપવો આ જ પ્રમાણે મારું પ્રિય થાય. અનાર્ય લોકોએ આ પ્રમાણે સ્વીકાર્યું. એટલે સાધુવેષધારી લોકો તેમની પાસે બેતાલીશ દોષોથી શુદ્ધ આહાર, પાણી, વસતિ, વસ્ત્ર અને ઔષધ વગેરે બીજું પણ માગે છે. તેમને ધર્મનું ભણાવે છે અને જિનવંદન-પૂજન વગેરે કરવાનું શીખવાડે છે. આ પ્રમાણે કરવાથી અમારો રાજા ખુશ થાય છે એમ વિચારીને તેઓ પણ તે બધું તે પ્રમાણે જ કરે છે. (૫૦) પછી રાજાએ શ્રી આર્યહસ્તિસૂરિને પૂછ્યું: હે ભગવન્! મુનિઓ અનાર્યદેશોમાં વિહાર કેમ નથી કરતા? તેથી ગુરુએ કહ્યું: અનાર્યદેશના લોકો સાધુઓના આચારોને જાણતા નથી. તેથી અનાર્યદેશમાં સંયમનો નિર્વાહ ન થાય. જો એમ છે તો હવે સાધુઓને ત્યાં મોકલીને તેમનું સ્વરૂપ જુઓ. રાજાના આગ્રહથી ગુરુએ તેમ કર્યું. આ રાજાના અધિકારી છે એમ સમજીને લોકો સાધુઓને પણ સારી રીતે આપે છે. ક્રમે કરીને અર્ધો કેયદેશ આર્ય થયો.
હવે એકવાર રાજા પૂર્વભવના ભિખારીપણાને યાદ કરીને નગરના ચારેય દ્વારોમાં મોટી દાનશાલાઓ કરાવે છે. તે દાનશાળાઓમાં સ્વ-પરના ભાવને (=ભેદને) ગણ્યા વિના મહાદાન આપવામાં આવે છે. આપ્યા પછી વધેલો આહાર વગેરે રસોઇયા લે છે. વધેલો તે આહાર વગેરે રસોઇયાઓને મૂલ્ય આપીને રાજા સાધુઓને વહોરાવે છે. કારણ કે