________________
ચરણશુદ્ધિ કાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત-૪૪૩ આ તરફ પાટલિપુત્ર નગરમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત તથા ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર કાળ પાયે છતે બિંદુસારનો પુત્ર અશોક8ી રાજા તે વખતે રાજ્યનું પાલન કરે છે. તેનો પુત્ર કૃણાલ છે. તે ભિખારીજીવ કુણાલના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું સંપ્રતિ એવું નામ થયું. પૂર્વે સ્વીકારેલા અવ્યક્ત સામાયિકથી તે રાજા થયો. અનાર્યોને પણ પોતાને આધીન કરીને તે સંપૂર્ણ અર્ધભરતક્ષેત્રને સાધે છે. તેના પરાક્રમ અને પ્રતાપ એ બે ગુણો પ્રસિદ્ધ બન્યા. ક્રમે કરીને તે મહાઋદ્ધિને પામ્યો.
આ તરફ વિહાર કરતા શ્રી આર્યસુહસ્તિસૂરિ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે ઉજ્જૈનીમાં પધાર્યા. તે વખતે આવેલો સંપ્રતિરાજા પણ ત્યાં રહે છે. મહેલની ઉપર ક્યાંક બેઠેલા તેણે પુણ્યથી નગરીના રાજમાર્ગમાં શ્રી આર્યસુહસ્તિસ્વામીને જોયા. તેથી “હું માનું છું કે પૂર્વે પણ મેં આમને ક્યાંક જોયા છે” ઇત્યાદિ ચિંતન કરતા તેને ક્ષણવારમાં જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણે ગુરુના મહાન ઉપકારનું સ્મરણ કર્યું. ગુરુ પ્રત્યે બહુમાન પ્રગટ થયું. સામંતો, મંત્રીઓ અને કોટિસુભટોથી પરિવરેલો તે ગુરુ પાસે જઈને ભક્તિથી નમીને પૂછે છેઃ હે નાથ! જિનધર્મનું ફળ શું છે? ગુરુએ કહ્યું જિનધર્મરૂપ વૃક્ષનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. એમાં પણ સામાયિકનું શું ફળ છે એમ રાજાએ પૂછ્યું એટલે ગુરુએ કહ્યું: અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિ છે. આ પ્રમાણે દઢ વિશ્વાસ થતાં રાજા
આ આ પ્રમાણે જ છે” એમ માને છે. (રપ) પછી તે સ્વામી! હું કોણ છું એમ આપ મને ઓળખો છો? એમ રાજાએ પૂછ્યું: વિસ્મય પામેલા ગુરુએ શ્રુતજ્ઞાનથી ઉપયોગ મૂકીને કહ્યું: હે રાજન! આ અમે સારી રીતે જાણીએ છીએ. તે આ પ્રમાણેપૂર્વે તમે કોસાંબી નગરીમાં અમારા શિષ્ય હતા અને પછી રાજા થયા. હૃદયમાં ન સમાતા ગુરુના અસંખ્ય જ્ઞાનાદિગુણગણને રોમાંચના બહાને બહાર ફેંકતા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે અતિશયજ્ઞાનરૂપ વિકસિત તેજથી મોહરૂપ અંધકાર સમૂહનો નાશ કરનારા! હે ત્રિભુવનના પ્રસિદ્ધ સૂર્ય! હે ગુણોના સાગર! હે ગુણીજનોમાં ઉત્તમ! આપને નમસ્કાર થાઓ. ગુરુજનના ઉપકારનો પ્રત્યુપકાર કરવામાં દેવગણથી યુક્ત ઇદ્ર પણ અસમર્થ જ છે, તો પછી મારા જેવો બિચારો મનુષ્ય કોણ છે? રંક પણ મારા ઉપર આપનો જે કૃપારૂપ વૃક્ષ થયો તેની આ ઋદ્ધિએ મેં પુષ્પવૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તે મુનીશ્વર! પણ એનું જે ફલ છે તેને આપ જ જાણો છો. પણ હું તો માનું છું કે તેનું ફળ પણ આ છે કે જે ફરી પણ આપનાં દર્શન થયાં. ભિખારી નિધિને કેવી રીતે જુએ? મરુદેશનો મુસાફર સરોવરને કેવી રીતે પામે? દેવોને પણ દુર્લભ આપનાં દર્શન પુણ્યહીન કયો જીવ પામે? તેથી બહુ કહેવાથી શું? હે નાથ! જેવી રીતે ભિખારી અવસ્થામાં મારા ૧. તીર્થંકર વિદ્યમાન હોય ત્યારે તેમની પ્રતિમા બને તે જીવંતસ્વામીની પ્રતિમા કહેવાય છે.