________________
ચરણશુદ્ધિ દ્વારા)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારિત્રનું પરલોકનું ફળ-૪૪૧ વીતરાગ જે સુખને પામે છે તે સુખને તે જ જાણે છેઃઅનુભવે છે, અન્ય નહિ. ખાડાનો ભુંડ દેવલોકના સુખને ન જાણે.
વિશેષાર્થ વીતરાગ- વિશેષથી સર્વથા જ જતો રહ્યો છે અથવા મંદ થઈ ગયો છે માયા-લોભરૂ૫ રાગ જેનો તે વીતરાગ. રાગનો વિયોગ થતાં ક્રોધ-માનરૂપ દ્વેષનો વિયોગ પ્રાપ્ત કરાય જ છે. ક્ષપકશ્રેણિમાં જેને દ્વેષનો ક્ષય થયો નથી તેવા જીવને રાગનો ક્ષય થતો નથી. તેથી વીતરાગ એટલે રાગ-દ્વેષથી રહિત. રાગ-દ્વેષથી રહિત મુનિ જે પ્રશમસુખને અનુભવે છે તે સુખ તેને અનુભવસિદ્ધ હોવાથી તે સુખને તે જ જાણે છે, રાગાદિ દોષરૂપ વિષથી મૂછિત મનવાળો અન્ય જીવ નહિ. જેણે અનાદિ સંસારથી આરંભીને આજ સુધી પ્રશમસુખને ઢાંકનારા કર્મનું વિવર પ્રાપ્ત ન કર્યું હોવાના કારણે પ્રશમસુખનો લેશ પણ અનુભવ્યો નથી, અને એથી કલ્યાણનો અનુભવ કર્યો નથી એવો જડ જીવ બીજાના માનસિક સ્વાસ્થરૂપ પ્રશમસુખને કેવી રીતે જાણી શકે? અને વિશ્વાસ કરી શકે? કોઈ તેને કહે કે હું આવું પ્રશમસુખ અનુભવું છું તો પણ તે કેવી રીતે જાણી શકે અને વિશ્વાસ કરી શકે?
જેણે જન્મથી જ આરંભી કૂવાના કડવા-ખારા પાણીનો અનુભવ કર્યો છે અથવા રસરહિત અપરિમિત પાણીનો અનુભવ કર્યો છે તે દેડકો વગેરે પ્રાણી ક્ષીરસમુદ્રના પાણીની વાતને પણ ન જાણે અને શ્રદ્ધા ન કરે. આ જ વિષયને સૂત્રકાર (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે કે સદૈવ અશુચિરસમાં મગ્ન મનવાળો બિચારો ખાડાનો ભુંડ સ્વયં ન અનુભવેલા દેવલોકના સુખને ન જાણે. [૨પ૩]
આ પ્રમાણે આ લોકનું ચરણફલ બતાવીને ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા અને પરલોકનું ચરણફલ બતાવવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે
इय सुहफलयं चरणं, जायइ इत्थेव तग्गयमणाणं । परलोयफलाई पुण, सुरनरवररिद्धिसुक्खाइं ॥ २५४॥
આ પ્રમાણે ચારિત્રથી ભાવિત ચિત્તવાળા સાધુઓને ચારિત્ર આ લોકમાં પણ સુખરૂપ ફલવાળું થાય છે, ચારિત્રનાં પરલોકસંબંધી ફળો ઇંદ્ર અને ચક્રવર્તીની ઋદ્ધિ અને સુખી છે.
વિશેષાર્થ– ચારિત્રથી ભાવિત ચિત્તવાળા સાધુઓને ચારિત્ર આ લોકમાં પણ સુખરૂપ ફળવાળું થાય, પણ ચારિત્રથી ઉદ્વિગ્ન બનેલાઓને ન થાય. કહ્યું છે કે“મહર્ષિઓનો દીક્ષાપર્યાય દેવલોક સમાન છે અને દીક્ષાથી ઉવિગ્ન બનેલાઓનો દીક્ષા પર્યાય મહાનરક સમાન છે.” [૨૫૪].