________________
૪૪૦ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુનું સુખ સાધુ જ અનુભવે પામે છે તે સુખની સેંકડો ચિંતાઓ રૂપ શલ્યથી પીડિત હૃદયવાળા અને કષાય-કામથી વિડંબનાને પામેલા એવા ઇદ્રોથી અને ભરત વગેરે ચક્રવર્તીઓથી કેવી રીતે તુલના કરી શકાય? યથોક્ત સાધુ-સુખ ઇદ્ર-ચક્રવર્તીના સુખસમાન કેવી રીતે કહેવાય? અર્થાત્ કોઇપણ રીતે ન કહેવાય. કારણ કે ઇંદ્ર-ચક્રવર્તીના સુખથી સાધુનું સુખ અનંતગુણ છે.
વિશેષાર્થ- પ્રશ્ન- “રાગાદિ દોષથી રહિત” એ સ્થળે આવેલા આદિ શબ્દથી જ “કામમદસ્થાન-મત્સરથી વિમુક્ત” એમ જણાઈ જાય છે, તો પણ તેનો અલગ ઉલ્લેખ કેમ કર્યો?
ઉત્તર- પ્રાયઃ કામ વગેરે અતિશય દુર્જય છે એમ જણાવવા માટે અલગ ઉલ્લેખ કર્યો છે.
ઇંદ્ર-ચક્રવર્તીના સુખથી સાધુનું સુખ અનંતગુણ છે. અહીં તાત્પર્ય આ છે– નારકો અને તિર્યંચ પ્રાયઃ દુઃખી જ છે. એથી તેમની અહીં વિચારણા કરવાની નથી. મનુષ્યો પણ ગર્ભબાલ-વૃદ્ધાવસ્થામાં દુઃખી જ છે. યુવાનીમાં પણ મનુષ્યો દુઃખી જ છે. તે આ પ્રમાણે
હજી પણ મારી પાસે ઘણું ધન નથી, અથવા મારી સ્ત્રી અને અનુકૂળ નથી. આ જ સુધી પુત્ર થયો નથી, અથવા પુત્ર થયો છે પણ ગુણોને મેળવતો નથી. રાજા પીડ છે. ધનવાનો મારો પરાભવ કરે છે. પત્ની ગર્ભવતી છે. કુટુંબનું કાલે શું થશે? સ્વસમૃદ્ધિથી ગર્વિષ્ઠ બનેલા સ્વજનો મારું આપેલું પણ આપતા નથી. આજે ઘરે ઘી નથી, તેલ નથી, મીઠું નથી, લાકડા વગેરે નથી. આજે તાવ આવ્યો છે, મસ્તકમાં વેદના થાય છે, શ્વાસ ચઢે છે, ખાંસી આવે છે, આહારમાં રુચિ થતી નથી. હજીપણ શત્રુ જીવે છે. પ્રિય મૃત્યુ પામ્યો છે. સ્વામી રાષ્ટ થયો છે. ઘરે લાવણ્યવતી કન્યા વૃદ્ધિ પામે છે. છોકરો ધન કમાતો નથી. ઇત્યાદિ મહાચિંતારૂપ વિષવેદનાથી મનુષ્યો હેરાન થયેલા હોય છે. ઈષ્ટવિયોગ આદિની ચિંતાવાળા, ઇન્દ્રિય આદિની પરાધીનતાની પીડાને પામેલા, ઇર્ષ્યા-વિષાદ-મદ-કામ-લોભથી વ્યાકુળ થયેલા ઉત્તમ દેવો પણ સ્વપ્નમાં પણ કયારેય સુખને જાણતા= અનુભવતા નથી. જિનમતમાં લીન અને ચિંતા વગેરે દુઃખનાં કારણોથી રહિત મુનિઓ જ આ ભવમાં પણ સદા સુખી હોય છે. [૨૫૧-૨૫૨]
જો સાધુઓ ઇંદ્ર-ચક્રવર્તીઓથી અનંતગુણ સુખી છે તો અમે તેમને સુધા-તૃષાવસ્ત્રાભાવ-પરીષહ આદિથી દુઃખી જ જાણીએ છીએ, સુખી જાણતા નથી= માનતા નથી એવી આશંકા કરીને સૂત્રકાર કહે છે
जं लहइ वीयराओ, सोक्खं तं मुणइ सुच्चिय न अन्नो । न हि गत्तासूयरओ, जाणइ सुरलोइयं सुक्खं ॥ २५३॥
૧. ત૩ળી શબ્દ શબ્દકોશમાં જોવામાં આવ્યો નથી. સંભાવનાથી ‘ગર્ભવતી’ અર્થ લખ્યો છે.