________________
૪૨૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકોને દ્રવ્યસ્તવ યુક્ત છે રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે ૧૫-મનસંયમ. હિંસક કઠોર વગેરે વચન નહિ બોલવું અને શુભ (હિતકારી, સત્ય, મધુર) વચન બોલવું તે ૧૬-વચનસંયમ. જવું-આવવું વગેરે આવશ્યક કર્તવ્યોમાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે ૧૭-કાયસંયમ છે.
જો આ જ જીવોનું હિત છે તો દ્રવ્યસ્તવમાં પણ તે થશે એવી આશંકા કરીને સૂત્રકાર કહે છે- દ્રવ્યસ્તવ કરવામાં સંયમ સંપૂર્ણ ઘટી શકતો નથી. કારણ કે પુષ્પસંઘટ્ટન આદિથી આરંભ થાય છે. હા, દેશવિરતિરૂપ અસંપૂર્ણ સંયમ તો ગૃહસ્થોને થાય પણ. તેથી સંપૂર્ણ સંયમની પ્રધાનતાવાળા સાધુઓ પુષ્પ વગેરે આરંભથી સાધી શકાય તેવા દ્રવ્યસ્તવને ઇચ્છતા નથી.
દ્રવ્યસ્તવમાં શ્રદ્ધાથી પરાનુગ્રહ કહ્યો તે પણ ભાવસ્તવમાં અતિશય અપરિમિત જાણવો. વળી બીજું- ધનનો ત્યાગ કરવા છતાં કીર્તિ વગેરે કારણથી પ્રવૃત્ત થયેલા ક્લિષ્ટ ચિત્તવાળાઓને શુભઅધ્યવસાય ન પણ સંભવે, સંભવે તો પણ ભાવરૂપ હોવાથી એ ભાવસ્તવ જ છે, અને તે જ પ્રધાન છે. કારણ કે મુમુક્ષુઓની પ્રવૃત્તિ ભાવસ્તવ માટે જ છે. વિસ્તારથી સયું. [૨૨૮-૨૨૯].
જો એમ છે તો કોઇએ પણ આ દ્રવ્યસ્તવ ન કરવો જોઈએ એવી આશંકા કરીને કહે છે
अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथए कूवदिटुंतो ॥ २३०॥
દેશવિરતિરૂપ અસંપૂર્ણ સંયમને પ્રવર્તાવનારા વિરતાવિરત શ્રાવકોને દ્રવ્યસ્તવ યુક્ત જ છે. કારણ કે દ્રવ્યસ્તવ સંસારને અલ્પ કરવાનું કારણ છે. આ વિષે કૂવાનું દૃષ્ટાંત છે.
વિશેષાર્થ- પ્રશ્ન– જે સ્વભાવથી જ આરંભરૂપ હોવાથી સુંદર નથી, તે શ્રાવકોને પણ કેવી રીતે યુક્ત હોય?
ઉત્તર- દ્રવ્યસ્તવ કરવામાં તીર્થકરોએ કૂવાનું દૃષ્ટાંત કહ્યું છે. તે આ પ્રમાણેમાર્ગમાં ચાલવા આદિના કારણે થયેલ પરિશ્રમ અને ગરમીથી થયેલ તરસ વગેરેને દૂર કરવા માટે કેટલાક માણસો કૂવો ખોદે છે. કૂવો ખોદતાં તેમના તૃષ્ણાશ્રમ વગેરે દોષો પૂર્વ કરતાં અધિક વધે છે. પછી કૂવો ખોદાઈ જતાં શીત અને ઘણા પાણીના સમૂહને મેળવીને તેમના અને અન્યના ઘણો કાદવ અને ઘણા કાળથી થયેલ તૃષા વગેરે બધાય દોષો નાશ પામે છે. એ જ પ્રમાણે દ્રવ્યસ્તવ કરવામાં જો કે અસંયમ થાય છે, તો પણ કરાવેલા જિનમંદિર વગેરેને જોઈને તેમનો અને બીજાઓનો કોઇક તે નિર્મલ પરિણામ થાય કે જે નિર્મલ પરિણામ ઘણા ભવોમાં ઉપાર્જન કરેલાં પાપોને અને દ્રવ્યસ્તવથી કરેલાં