________________
૪૩૪- ચરમશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરિણામથી બંધ-નિર્જરા
ઉત્તર- ભવ અને મોક્ષ પ્રત્યેકના અસંખ્યલોક જેટલા હેતુઓ છે, અને એ અસંખ્ય લોક પૂર્ણ છે, એક પણ આકાશપ્રદેશથી અપૂર્ણ નથી, અર્થાત્ તેમાંથી એક પણ પ્રદેશનૂન નથી, તથા તે હેતુઓ પરસ્પર તુલ્ય છે=ન્યૂન-અધિક સંખ્યાવાળા નથી. કેવળ ભવ હેતુઓ સંપૂર્ણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ છે અને ભવહેતુઓથી જુદા કેવળ મોક્ષહેતુઓ પણ સંપૂર્ણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ જ છે.]
પ્રશ્ન- ત્રણ લોકમાં રહેલા સઘળાય જીવાદિ પદાર્થો પરિણામ પ્રમાણે કોઈક જીવોને ભવહેતુ અને કોઇક જીવોને મોક્ષહેતુ થાય છે એમ કહ્યું. તે જીવાદિ પદાર્થો બધા મળીને અનંતા જ છે. તો અહીં અસંખ્યાત કેમ કહ્યા?
ઉત્તર–તમે સાચું કહ્યું. પણ અનંત પણ તે પદાર્થોથી સરખે સરખા ન હોય તેવા અસમાન ભવહેતુ અશુભ અને મોક્ષહેતુ શુભ એ પ્રત્યેક અધ્યવસાય સ્થાનો સ્વસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ જ ઉત્પન્ન થાય છે, અનંત નહિ. યથોક્ત અસંખ્યાત પછી રહેલા બીજા અધ્યવસાય સ્થાનો સમાન હોવાથી તેમનો પૂર્વના અસંખ્યાત સ્થાનોમાં જ અંતર્ભાવ થઈ જાય છે એમ કેવળીઓ જુએ છે. આથી પદાર્થોથી જન્ય અધ્યવસાય સ્થાનો અસંખ્યાત હોવાથી ઉપચારથી પદાર્થો પણ અસંખ્યાત છે એમ કહ્યું છે. આમ અહીં દોષ નથી.
આનાથી આ નિશ્ચિત થયું કે, જીવહિંસાદિરૂપ એક પણ વિરાધના પરિણામની વિચિત્રતાથી નિબિડ-ક્લિષ્ટકર્મબંધનો હેતુ થાય અને નિબિડ-ક્લિષ્ટકર્મોની નિર્જરાનો પણ હેતુ થાય. [૩૭]
હવે તે જ પદાર્થો જેવા સ્વરૂપવાળા જીવોને બંધના હેતુ થાય અને જેવા સ્વરૂપવાળા જીવોને તે જ પદાર્થો મોક્ષના હેતુ થાય તે બતાવવા માટે કહે છે
इरियावहियाईया, जे चेव हवंति कम्मबंधाय । अजयाणं ते चेव उ, जयाण निव्वाणगमणाए ॥ २३८॥
ઇર્યાપથિક આદિ જે ભાવો અસંત જીવોને કર્મબંધ માટે થાય તે જ ભાવો સંયમના ઉદ્યમમાં તત્પર જીવોને મોક્ષમાં જવા માટે થાય.
વિશેષાર્થ– ઇર્યા એટલે ચાલવું. ચાલવાથી ઓળખાયેલો માર્ગ દર્યાપથ છે, અર્થાત્ ઈર્યાપથ એટલે માર્ગ. ઈર્યાપથમાં જે થાય તે ઈર્યાપથિક. ઇર્યાપથમાં માર્ગમાં ગમન અને આગમન થાય. માટે ઈર્યાપથિક એટલે ગમન અને આગમન.
ઇર્યાપથિક આદિ” એ સ્થળે આવેલા આદિ શબ્દથી ભોજન અને શયન વગેરે સમજવું. [૨૩૮]