________________
જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનાદિની વૃદ્ધિ કરનારા આલંબનો-૪૨૫ પાપોને નાશ કરે છે, તથા શુદ્ધ કરીને પરમ શાંતિને (કે મોક્ષને) ઉત્પન્ન કરે છે. તેથી જેમના ઘરમાં સદા ચતુષ્પદ અને દ્વિપદ પ્રાણીઓ માટે ખેતી વગેરે આરંભ પ્રવર્તે છે, તે શ્રાવકોને ઘણા લાભનું કારણ હોવાના કારણે દ્રવ્યસ્તવ સંબંધી આરંભ કરવો તે યુક્ત છે. પણ આરંભથી રહિત હોવાથી, ભાવસ્તવનો લાભ થયો હોવાથી અને તીર્થકરોએ નિષેધ કર્યો હોવાથી મુનિઓને દ્રવ્યસ્તવ યુક્ત નથી. સ્વમતિકલ્પિત બધું સંસારનું કાર—છું. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૩૦]
ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છેतो आणाबज्झेखें, अविसुद्धालंबणेसु न रमेज्जा । नाणाइवुड्डिजणयं, तं पुण गेझं जिणाणाए ॥ २३१
તેથી આજ્ઞાબાહ્ય અવિશુદ્ધ આલંબનોમાં ન રમે, જે જ્ઞાનાદિની વૃદ્ધિ યતે જિનાજ્ઞાથી ગ્રહણ કરવું.
વિશેષાર્થ- તેથી સાધુ સ્વમતિથી કલ્પેલા જિનમંદિર કરાવવું, પૂજા કરવી ઇત્યાદિ આજ્ઞાબાહ્ય એવા અશુદ્ધ આલંબનોમાં ન રમે શ્રદ્ધાને ન બાંધે.
આ પ્રમાણે આટલા ગ્રંથથી ઉત્સર્ગથી ચારિત્ર જેને હોય તેને બતાવ્યું. હવે અપવાદથી ચારિત્ર જેને હોય તેને આ ચારિત્ર બતાવાય છે. તેમાં જે ઉત્સર્ગનું સ્વરૂપ
સાર્વજ્ઞનો વિરડું ઘર'= “સાવદ્યયોગોથી વિરતિ એ ચારિત્ર છે” ઇત્યાદિથી હવે પછી કહેવાશે તે ચારિત્ર સંબંધી ઉત્સર્ગ સંક્ષેપથી (અહીં) બતાવ્યો. હવે જે અપવાદનું સ્વરૂપ હવે પછી કહેવાશે તે જ અપવાદનો વિષય વિભાગ (=કયા કયા કારણે અપવાદ સેવવો એ) બતાવવા માટે પ્રારંભ કરે છે. (શ્લોકના ઉત્તરાર્ધમાં) કહે છે કે-જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ટાણે ની કે ત્રણમાંથી કોઈ એકની વૃદ્ધિનું જે જનક હોય તેનું આલંબન જિનાજ્ઞાથી જિનશાસનમાં કહેલી વિધિથી ગ્રહણ કરવું. [૨૩૧]
જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક તે આલંબન કર્યું છે તે કહે છેकाहं अछित्तिं अदुवा अहीहं, तवोविहाणेण य उज्जमिस्सं । गच्छं व नीईइ व सारइस्सं, सालंबसेवी समुवेइ मोक्खं ॥ २३२॥
(૧) અવિચ્છેદને કરીશ, (૨) અથવા ભણીશ, (૩) અથવા તપોવિધાનથી ઉદ્યમ કરીશ, (૪) અથવા ગચ્છને સારીશ, આવો સાલંબનસેવી મોક્ષમાં જાય છે.
વિશેષાર્થ- પડતા જીવોને સમ્યક ધારણ કરવા માટે સમર્થ હોય તે વસ્તુ આલંબન છે. તે આલંબન અહીં પ્રસંગથી દુર્ગતિમાં પતનને અટકાવવા સમર્થ એવા